મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1406–1380 BC

Conquest of Canaan

Joshua leads Israel across the Jordan into the promised land, defeating the Canaanite kingdoms one by one.

658 કલમો · 1 પુસ્તક આવરી લેવાયું

  1. યહોશુઆ ૧૯:૩૧આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ¶ આ આશેર કુળનો વારસો હતો, તે તેઓના કુળને તેમનાં ગામો અને નગરો સહિત આપવામાં આવ્યો હતો.

  2. યહોશુઆ ૧૯:૩૨આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ¶ છઠ્ઠી ચિઠ્ઠી નફતાલીના કુળની હતી અને તે પ્રમાણે તેઓના કુટુંબોને જમીન આપવામાં આવી હતી.

  3. યહોશુઆ ૧૯:૩૩આશરે ઈ.પૂ. ૧૪૪૩

    તેઓની સીમા હેલેફ, સાનાન્નીમમાંના એલોન વૃક્ષની બાજુથી, અદામી-નેકેબ, યાબ્નએલ, ત્યાંથી લાક્કૂમ સુધી ગઈ; યર્દન આગળ તેની સીમાનો અંત આવ્યો.

  4. યહોશુઆ ૧૯:૩૪આશરે ઈ.પૂ. ૧૪૪૩

    તે સીમા પશ્ચિમ તરફ વળીને આઝનોથ-તાબોર અને હુક્કોક સુધી ગઈ; દક્ષિણમાં ઝબુલોન, પશ્ચિમમાં આશેર, પૂર્વમાં યર્દન પાસે યહૂદા સુધી પહોંચી.

  5. યહોશુઆ ૧૯:૩૫આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ¶ તેઓનાં કોટવાળા નગરો આ હતાં; સિદ્દીમ, સેર, હામ્માથ, રાક્કાથ, કિન્નેરેથ,

  6. યહોશુઆ ૧૯:૩૬આશરે ઈ.પૂ. ૧૪૪૩

    અદામા, રામા, હાસોર,

  7. યહોશુઆ ૧૯:૩૭આશરે ઈ.પૂ. ૧૪૪૩

    કેદેશ, એડ્રેઇ, એન-હાસોર.

  8. યહોશુઆ ૧૯:૩૮આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ¶ ઈરોન, મિગ્દાલેલ, હોરેમ, બેથ-અનાથ તથા બેથ-શેમેશ. તેઓનાં ગામો સહિત આ કુલ ઓગણીસ નગરો હતાં.

  9. યહોશુઆ ૧૯:૩૯આશરે ઈ.પૂ. ૧૪૪૩

    આ નફતાલીના કુળનો વારસો હતો, તે તેમના કુટુંબોને નગરો અને ગામો સહિત આપવામાં આવ્યો હતો.

  10. યહોશુઆ ૧૯:૪૦આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ¶ સાતમી ચિઠ્ઠી દાનના કુળના નામની નીકળી. અને તે પ્રમાણે તેઓના કુટુંબોને જમીન આપવામાં આવી.

  11. યહોશુઆ ૧૯:૪૧આશરે ઈ.પૂ. ૧૪૪૩

    તેઓના વારસાના વિસ્તારમાં સોરાહ, એશ્તાઓલ, ઈર-શેમેશ,

  12. યહોશુઆ ૧૯:૪૨આશરે ઈ.પૂ. ૧૪૪૩

    શાલાબ્બીન, આયાલોન તથા યિથ્લાનો સમાવેશ થતો હતો.

  13. યહોશુઆ ૧૯:૪૩આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ¶ ઉપરાંત એલોન, તિમ્ના, એક્રોન,

  14. યહોશુઆ ૧૯:૪૪આશરે ઈ.પૂ. ૧૪૪૩

    એલ્તકે, ગિબ્બથોન, બાલાથ,

  15. યહોશુઆ ૧૯:૪૫આશરે ઈ.પૂ. ૧૪૪૩

    યેહૂદ, બની-બરાક, ગાથ-રિમ્મોન,

  16. યહોશુઆ ૧૯:૪૬આશરે ઈ.પૂ. ૧૪૪૩

    મે-યાર્કોન તથા યાફાથી પારના રાક્કોન સહિત સમગ્ર વિસ્તારનો સમાવેશ થતો હતો.

  17. યહોશુઆ ૧૯:૪૭આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ¶ દાનના કુળે તેઓનો વિસ્તાર વધાર્યો. દાને લેશેમ પર હુમલો કરીને યુદ્ધ કર્યું. ત્યાંના દરેક જણને તલવારથી માર્યા, તેનો કબજો લીધો અને તેમાં વસ્યા. તેઓએ લેશેમનું નામ બદલીને તેઓના પૂર્વજોના નામ પરથી તેનું નામ દાન પાળ્યું.

  18. યહોશુઆ ૧૯:૪૮આશરે ઈ.પૂ. ૧૪૪૩

    આ દાનના કુળનો વારસો હતો અને તેઓના કુટુંબો પ્રમાણે નગરો અને તેઓનાં ગામો સહિત તેમને આપવામાં આવ્યો હતો.

  19. યહોશુઆ ૧૯:૪૯આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ¶ જયારે તેઓ દેશના વારસા પ્રમાણે જમીનની વહેંચણી પૂરી કરી રહ્યા ત્યારે ઇઝરાયલના લોકોએ નૂનના દીકરા, યહોશુઆને તેઓની મધ્યે વારસો આપ્યો.

  20. યહોશુઆ ૧૯:૫૦આશરે ઈ.પૂ. ૧૪૪૩

    યહોવાહની આજ્ઞાથી તેઓએ યહોશુઆને તેની માંગણી મુજબનું નગર તિમ્નાથ-સેરા આપ્યું. તે એફ્રાઇમનાં પહાડી પ્રદેશમાં આવેલું હતું. તેનો જીર્ણોદ્ધાર કરીને તે તેમાં રહ્યો.

  21. યહોશુઆ ૧૯:૫૧આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ¶ એલાઝાર યાજક તથા નૂનના પુત્ર યહોશુઆએ અને ઇઝરાયલ લોકોનાં કુળોના પૂર્વજોનાં કુટુંબોના આગેવાનોએ શીલોહ તરફ મુલાકાતમંડપને પ્રવેશદ્વારે, યહોવાહની આગળ ચિઠ્ઠીઓ નાખીને, જે વારસો વહેંચી આપ્યો તે આ છે. આમ તેઓએ જમીનની વહેંચણી કરવાનું કામ પૂરું કર્યું.

  22. યહોશુઆ ૨૦:૧આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ¶ પછી યહોવાહે યહોશુઆને કહ્યું,

  23. યહોશુઆ ૨૦:૨આશરે ઈ.પૂ. ૧૪૪૩

    “ઇઝરાયલના લોકોની સાથે વાત કરીને કહે કે, ‘મૂસાની મારફતે જે વિષે મેં તમને કહ્યું હતું તે પ્રમાણે આશ્રયનાં નગરો ઠરાવો.

  24. યહોશુઆ ૨૦:૩આશરે ઈ.પૂ. ૧૪૪૩

    કેમ કે કોઈ માણસ કે જેણે અજાણતા કોઈ વ્યક્તિને મારી નાખ્યો હોય તે આશ્રયનગરમાં નાસી જઈ શકે. આ નગરો કોઈ એક જે મારી નંખાયેલા વ્યક્તિના ખૂનનો બદલો લેવા તેને શોધનારથી રક્ષણ અને આશ્રયને માટે થશે.

  25. યહોશુઆ ૨૦:૪આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ¶ તે માણસ તેમાંના કોઈ એક નગરમાં નાસી જશે, તે નગરના દરવાજાના પ્રવેશદ્વાર પર તે ઊભો રહેશે અને તે નગરોના વડીલોને તેની બાબત જણાવશે. પછી તેઓ તેને તે નગરમાં સ્વીકારશે અને તેઓની વચ્ચે રહેવા માટે તેને જગ્યા આપશે.