- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446–1406 BC
The Wilderness Years
Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.
આ કાળની કલમો
- ગણના ૧:૧આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ સિનાઈના અરણ્યમાં મુલાકાતમંડપમાં યહોવાહે મૂસાની સાથે વાત કરી. ઇઝરાયલીઓ મિસર દેશમાંથી રવાના થયા ત્યાર પછી બીજા વર્ષના બીજા મહિનાના પ્રથમ દિવસે આ બન્યું. યહોવાહે મૂસાને કહ્યું કે,
- ગણના ૧:૨આશરે ઈ.પૂ. ૧૪૯૦
“ઇઝરાયલપુત્રોના સમગ્ર કુળ પ્રમાણે તથા તેમના પિતાઓનાં કુટુંબ મુજબ તથા તેઓનાં નામ મુજબ દરેક પુરુષની ગણતરી કર.
- ગણના ૧:૩આશરે ઈ.પૂ. ૧૪૯૦
જેઓ વીસ વર્ષ અને તેનાથી મોટી ઉંમરના હોય અને ઇઝરાયલીપુત્રોમાંના જેટલા લડાઈમાં જવાને માટે લાયક હોય તેમની ગણતરી તેમનાં સૈન્ય મુજબ તું તથા હારુન કરો.
- ગણના ૧:૪આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ અને દરેક કુળમાંનો એક પુરુષ જે તેના કુળનો મુખ્ય હોય, તે કુળના આગેવાન તરીકે તમારી સાથે રહે. તેઓએ દરેકે પોતાના કુળના પુરુષોને લડાઈમાં આગેવાની આપવી.
- ગણના ૧:૫આશરે ઈ.પૂ. ૧૪૯૦
તમારી સાથે લડાઈ કરનારા આગેવાનોનાં નામ નીચે મુજબ છે; રુબેનના કુળમાંથી શદેઉરનો દીકરો અલીસૂર.
- ગણના ૧:૬આશરે ઈ.પૂ. ૧૪૯૦
શિમયોનના કુળમાંથી સૂરીશાદ્દાયનો દીકરો શલુમિયેલ.
- ગણના ૧:૭આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ યહૂદાના કુળમાંથી આમ્મીનાદાબનો દીકરો નાહશોન.
- ગણના ૧:૮આશરે ઈ.પૂ. ૧૪૯૦
ઇસ્સાખારના કુળમાંથી સુઆરનો દીકરો નથાનએલ.
- ગણના ૧:૯આશરે ઈ.પૂ. ૧૪૯૦
ઝબુલોનના કુળમાંથી હેલોનનો દીકરો અલિયાબ.
- ગણના ૧:૧૦આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ યૂસફના દીકરાઓમાં એફ્રાઇમના કુળમાંથી આમ્મીહૂદનો દીકરો અલિશામા. અને મનાશ્શાના કુળમાંથી પદાહસૂરનો દીકરો ગમાલ્યેલ.
- ગણના ૧:૧૧આશરે ઈ.પૂ. ૧૪૯૦
બિન્યામીનના કુળમાંથી ગિદોનીનો દીકરો અબીદાન.
- ગણના ૧:૧૨આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ દાનનાં કુળમાંથી આમ્મીશાદ્દાયનો દીકરો અહીએઝેર.
- ગણના ૧:૧૩આશરે ઈ.પૂ. ૧૪૯૦
આશેરના કુળમાંથી ઓક્રાનનો દીકરો પાગિયેલ.
- ગણના ૧:૧૪આશરે ઈ.પૂ. ૧૪૯૦
ગાદના કુળમાંથી દુએલનો દીકરો એલિયાસાફ.
- ગણના ૧:૧૫આશરે ઈ.પૂ. ૧૪૯૦
નફતાલીના કુળમાંથી એનાનનો દીકરો અહીરા.”
- ગણના ૧:૧૬આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ જે લોકોને પસંદ કરાયા તેઓ એ પુરુષો હતા. તેઓ તેમના પૂર્વજોના કુટુંબના અધિપતિઓ હતા. તેઓ ઇઝરાયલ કુળના આગેવાનો હતા.
- ગણના ૧:૧૭આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ જે પુરુષોનાં નામ અહીં આપેલાં છે, તેઓને મૂસાએ અને હારુને લીધા.
- ગણના ૧:૧૮આશરે ઈ.પૂ. ૧૪૯૦
અને બીજા મહિનાના પ્રથમ દિવસે તેમણે સમગ્ર ઇઝરાયલના પુરુષોને એકત્ર કરી અને તેઓએ તેઓનાં કુટુંબો પ્રમાણે અને તેઓના પિતૃઓનાં કુળ અનુસાર વીસ વર્ષ કે તેથી વધારે વર્ષની ઉંમરના સર્વ પુરુષોનાં નામની વંશાવળીની યાદી કરી સંભળાવી.
- ગણના ૧:૧૯આશરે ઈ.પૂ. ૧૪૯૦
જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ મૂસાએ સિનાઈના અરણ્યમાં તેઓની ગણતરી કરી.
- ગણના ૧:૨૦આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ અને ઇઝરાયલના જયેષ્ઠ પુત્ર રુબેનના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર મુજબ તેઓના નામની સંખ્યા પ્રમાણે માથાદીઠ વીસ તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લશ્કરમાં જોડાવા શક્તિમાન હતા,
- ગણના ૧:૨૧આશરે ઈ.પૂ. ૧૪૯૦
તેઓની ગણતરી રુબેનના કુળમાં છેંતાળીસ હજાર પાંચસો પુરુષોની થઈ.
- ગણના ૧:૨૨આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ શિમયોનના વંશમાં તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર પ્રમાણે, તેઓની ગણતરી થઈ. અને વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જોડાવા શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ માથાદીઠ ગણતરી થઈ.
- ગણના ૧:૨૩આશરે ઈ.પૂ. ૧૪૯૦
તેઓની ગણતરી શિમયોનના કુળમાં ઓગણસાઠ હજાર ત્રણસો પુરુષોની થઈ.
- ગણના ૧:૨૪આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ ગાદના વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાના ઘર મુજબ, વીસ તથા તેથી વધારે વર્ષની ઉંમરના પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ.
- ગણના ૧:૨૫આશરે ઈ.પૂ. ૧૪૯૦
તેઓની ગણતરી, ગાદના કુળમાં, પિસ્તાળીસ હજાર છસો પચાસ પુરુષોની થઈ.