- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446–1406 BC
The Wilderness Years
Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.
આ કાળની કલમો
- ગણના ૧:૫૧આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ જ્યારે મંડપને બીજી જગ્યાએ લઈ જવાનો સમય થાય, ત્યારે લેવીઓએ તેને પાડવાનો અને ફરીથી ઊભો કરવાનો થાય, ત્યારે લેવીઓ તેને ઊભો કરે; અને એ કુળ સિવાયનો કોઈ અજાણ્યા પુરુષ નજીક આવે તો તે માર્યો જાય.
- ગણના ૧:૫૨આશરે ઈ.પૂ. ૧૪૯૦
અને ઇઝરાયલપુત્રો, દરેક પુરુષ પોતપોતાની છાવણી પાસે અને દરેક પુરુષ પોતપોતાની ધજા પાસે પોતાનાં સૈન્ય પ્રમાણે પોતપોતાનો તંબુ ઊભો કરે.
- ગણના ૧:૫૩આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ જો કે, લેવીઓએ પવિત્રમંડપની આસપાસ જ પોતાની છાવણી નાખવી કે જેથી ઇઝરાયલના લોકો પર કંઈ કોપ ન આવે; અને લેવીઓ સાક્ષ્યોના મંડપની સંભાળ રાખે.
- ગણના ૧:૫૪આશરે ઈ.પૂ. ૧૪૯૦
ઇઝરાયલના લોકોએ એ પ્રમાણે કર્યું; યહોવાહે મૂસાની મારફતે જે સર્વ આજ્ઞા આપી હતી, તે મુજબ તેઓએ કર્યું.
- ગણના ૨:૧આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ યહોવાહ ફરીથી મૂસા તથા હારુનને કહ્યું કે,
- ગણના ૨:૨આશરે ઈ.પૂ. ૧૪૯૦
“ઇઝરાયલપુત્રોમાંનો દરેક પુરુષ પોતાના સૈન્યના જૂથનાં નિશાન સાથે પોતાની અલગ ધજાની પાસે છાવણી કરે. મુલાકાતમંડપ સામે બાજુ તેઓ છાવણી કરે.
- ગણના ૨:૩આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ યહૂદાની છાવણીની ધજાવાળા પોતાનાં સૈન્યો મુજબ પૂર્વ તરફ છાવણી કરે, અને આમ્મીનાદાબનો દીકરો નાહશોન યહૂદાના દીકરાઓનો આગેવાન થાય.
- ગણના ૨:૪આશરે ઈ.પૂ. ૧૪૯૦
યહૂદાના સૈન્યમાં ચુંમોતેર હજાર છસો પુરુષો હતા.
- ગણના ૨:૫આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ તેના પછી ઇસ્સાખારનું કુળ છાવણી કરે; સુઆરનો દીકરો નથાનએલ ઇસ્સાખારના દીકરાઓનો અધિપતિ થાય.
- ગણના ૨:૬આશરે ઈ.પૂ. ૧૪૯૦
તેના સૈન્યમાં એટલે તેમાંના જેઓની ગણતરી થઈ છે તેઓ ચોપન હજાર ચારસો પુરુષો હતા.
- ગણના ૨:૭આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ ઝબુલોનનું કુળ ઇસ્સાખારની બાજુમાં છાવણી કરે. હેલોનનો દીકરો અલિયાબ તે ઝબુલોનના દીકરાઓનો અધિપતિ થાય.
- ગણના ૨:૮આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ તેના સૈન્યમાં તેઓમાંના જેઓની ગણતરી થઈ છે તેઓ સતાવન હજાર પુરુષો હતા.
- ગણના ૨:૯આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ યહૂદાની છાવણીમાં જે સર્વની ગણતરી થઈ તેઓ, પોતાના સૈન્યો મુજબ એક લાખ છયાસી હજાર ચારસો પુરુષો હતા. તેઓ છાવણીમાંથી પ્રથમ ચાલી નીકળે.
- ગણના ૨:૧૦આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ રુબેનની છાવણીની ધજા પોતાનાં સૈન્યો મુજબ દક્ષિણની બાજુએ રહે. અને શદેઉરનો દીકરો અલીસૂર તે રુબેનના સૈન્યની આગેવાની કરે.
- ગણના ૨:૧૧આશરે ઈ.પૂ. ૧૪૯૦
રુબેનના સૈન્યમાં છેંતાળીસ હજાર પાંચસો પુરુષો હતા.
- ગણના ૨:૧૨આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ તેની પાસે શિમયોનનું કુળ છાવણી કરે અને સૂરીશાદ્દાયનો દીકરો શલુમિયેલ તે શિમયોનના સૈન્યનો અધિપતિ થાય.
- ગણના ૨:૧૩આશરે ઈ.પૂ. ૧૪૯૦
શિમયોનના સૈન્યમાં ઓગણસાઠ હજાર ત્રણસો પુરુષો હતા.
- ગણના ૨:૧૪આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ તે પછી ગાદનું કુળ. રેઉએલનો દીકરો એલિયાસાફ તે ગાદના સૈન્યનો આગેવાન થાય.
- ગણના ૨:૧૫આશરે ઈ.પૂ. ૧૪૯૦
ગાદના સૈન્યમાં પિસ્તાળીસ હજાર છસો પચાસ પુરુષો હતા.
- ગણના ૨:૧૬આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ રુબેનની છાવણી પાસે બધા સૈન્ય મળીને કુલ એક લાખ એકાવન હજાર ચારસો પચાસ પુરુષો છાવણી કરે. તેઓ છાવણીમાંથી બીજે ક્રમે કૂચ કરે.
- ગણના ૨:૧૭આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ એ પછી, છાવણીઓની વચ્ચેની લેવીઓની છાવણી સાથે મુલાકાતમંડપ બહાર આવે. જેમ તેઓ છાવણીમાં રહે છે તેમ તેઓ પોતપોતાની જગ્યાએ પોતાની ધજા પાસે રહીને બહાર ચાલે.
- ગણના ૨:૧૮આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ એફ્રાઇમની છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ પશ્ચિમ બાજુએ રહે. અને આમ્મીહૂદનો દીકરો અલિશામા તે એફ્રાઇમના દીકરાઓનો આગેવાન થાય.
- ગણના ૨:૧૯આશરે ઈ.પૂ. ૧૪૯૦
એફ્રાઇમના સૈન્યમાં ચાળીસ હજાર પાંચસો પુરુષો હતા.
- ગણના ૨:૨૦આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ તેની પાસે મનાશ્શાનું કુળ રહે. અને પદાહસૂરનો પુત્ર ગમાલ્યેલ તે મનાશ્શાના દીકરાઓનો આગેવાન થાય.
- ગણના ૨:૨૧આશરે ઈ.પૂ. ૧૪૯૦
મનાશ્શાના સૈન્યમાં બત્રીસ હજાર બસો પુરુષો હતા.