મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ગણના ૨:૨૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ તે પછી બિન્યામીનનું કુળ; અને ગિદિયોનનો પુત્ર અબીદાન તે બિન્યામીનના દીકરાઓનો આગેવાન થાય.

  2. ગણના ૨:૨૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    મનાશ્શાના સૈન્યમાં પાંત્રીસ હજાર ચારસો પુરુષો હતા.

  3. ગણના ૨:૨૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ એફ્રાઇમની છાવણીમાં જે બધાની ગણતરી થઈ તેઓ, પોતાનાં સૈન્યો મુજબ, એક લાખ આઠ હજાર એકસો હતા. તેઓ ત્રીજા ક્રમે કૂચ કરે.

  4. ગણના ૨:૨૫આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ દાનની છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ ઉત્તર બાજુએ રહે. અને આમ્મીશાદ્દાયનો દીકરો અહીએઝેર તે દાનના દીકરાઓનો આગેવાન થાય.

  5. ગણના ૨:૨૬આશરે ઈ.પૂ. ૧૪૯૦

    દાનના સૈન્યમાં બાસઠ હજાર સાતસો પુરુષો હતા.

  6. ગણના ૨:૨૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ તેની પાસે આશેરનું કુળ છાવણી કરે. અને ઓક્રાનનો દીકરો પાગિયેલ તેનો આગેવાન થાય.

  7. ગણના ૨:૨૮આશરે ઈ.પૂ. ૧૪૯૦

    આશેરના સૈન્યમાં એકતાળીસ હજાર પાંચસો પુરુષો હતા.

  8. ગણના ૨:૨૯આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ તે પછી નફતાલીનું કુળ. અને એનાનનો દીકરો અહીરા તે નફતાલીના દીકરાઓનો આગેવાન થાય.

  9. ગણના ૨:૩૦આશરે ઈ.પૂ. ૧૪૯૦

    નફતાલીના સૈન્યમાં ત્રેપન હજાર ચારસો પુરુષો હતા.

  10. ગણના ૨:૩૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ દાનની છાવણીમાં જે સર્વની ગણતરી થઈ તેઓ એક લાખ સતાવન હજાર છસો હતા. તેઓ પોતાની ધજા સાથે પાછળ ચાલી નીકળે.

  11. ગણના ૨:૩૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ મૂસા અને હારુને પોતાનાં પૂર્વજોનાં કુળો મુજબ ગણતરી કરી તેઓમાં ઇઝરાયલપુત્રોના સૈન્યમાં છ લાખ ત્રણ હજાર પાંચસો પચાસ પુરુષો હતા.

  12. ગણના ૨:૩૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ મૂસા અને હારુને ઇઝરાયલપુત્રોમાંના લેવીઓની ગણતરી કરી નહિ.

  13. ગણના ૨:૩૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ યહોવાહે મૂસાને જે સર્વ આજ્ઞાઓ આપી હતી તે મુજબ ઇઝરાયલના લોકોએ કર્યું. તેઓએ પોતપોતાની ધજાઓ પાસે છાવણી કરી. અને તે જ પ્રમાણે તેઓ પ્રત્યેક પોતપોતાના કુટુંબ સાથે પોતપોતાનાં ઘર પ્રમાણે કૂચ આરંભી.

  14. ગણના ૩:૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ સિનાઈ પર્વત પર યહોવાહ મૂસા સાથે બોલ્યા ત્યારે હારુન અને મૂસાની વંશાવળી આ પ્રમાણે હતી.

  15. ગણના ૩:૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    હારુનના દીકરાઓનાં નામ આ મુજબ હતાં; જ્યેષ્ઠ દીકરાનું નામ નાદાબ, તથા અબીહૂ, એલાઝાર તથા ઈથામાર.

  16. ગણના ૩:૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ હારુનના દીકરાઓ જેઓને યાજક તરીકે અભિષિક્ત કરવામાં આવ્યા અને તેઓને યાજકની પદવીમાં સેવા કરવાને જુદા કરવામાં આવ્યા તેઓનાં નામ એ હતાં.

  17. ગણના ૩:૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    પરંતુ નાદાબ અને અબીહૂ યહોવાહની આગળ સિનાઈના અરણ્યમાં પારકો અગ્નિ ચઢાવવાથી યહોવાહની આગળ માર્યા ગયા. તેથી તેઓ સિનાઈના રણમાં જ મૃત્યુ પામ્યા. તેઓ નિ:સંતાન હતા. અને એલાઝાર અને ઈથામાર પોતાના પિતા હારુનના જીવનકાળ દરમ્યાન યાજકપદમાં સેવાઓ બજાવતા હતા.

  18. ગણના ૩:૫આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ યહોવાહ મૂસા સાથે બોલ્યા. તેમણે કહ્યું કે,

  19. ગણના ૩:૬આશરે ઈ.પૂ. ૧૪૯૦

    લેવીના કુળને પાસે લાવ અને તેઓને યાજક હારુનની આગળ ઊભા કર કે, તેઓ તેની સેવા કરે.

  20. ગણના ૩:૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ તેઓએ તેની અને મુલાકાતમંડપની આખી જમાતની સંભાળ રાખે અને મંડપને લગતી ફરજો બજાવવાની છે.

  21. ગણના ૩:૮આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને તેઓ મુલાકાતમંડપની, સરસામાનની અને ઇઝરાયલપુત્રોની સંભાળ રાખતાં મંડપને લગતી ફરજો બજાવે.

  22. ગણના ૩:૯આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ અને તું હારુનના તથા તેના દીકરાઓના હવાલામાં લેવીઓને સોંપી દે કારણ કે, ઇઝરાયલના લોકો વતી તેઓ તેને સેવા માટે અપાયેલા છે.

  23. ગણના ૩:૧૦આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને તારે હારુનને અને તેના દીકરાઓને યાજકની ફરજો બજાવવા નિયુક્ત કરવા. જો કોઈ પરદેશી એ ફરજ બજાવવા જાય તો તે માર્યો જાય.”

  24. ગણના ૩:૧૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ પછી યહોવાહે મૂસાને કહ્યું કે,

  25. ગણના ૩:૧૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ઇઝરાયલપુત્રોના સર્વ પ્રથમજનિત એટલે ગર્ભ ઊઘાડનારને બદલે, તેઓમાંથી મેં લેવીઓનો સ્વીકાર કર્યો છે. અને લેવીઓ મારા થશે.