મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ગણના ૧:૨૬આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ યહૂદાના વંશમાં તથા તેઓના પિતાનાં ઘર મુજબ, વીસ તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ

  2. ગણના ૧:૨૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તેઓની ગણતરી યહૂદાના કુળમાં ચુંમોતેર હજાર છસો પુરુષોની થઈ.

  3. ગણના ૧:૨૮આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ ઇસ્સાખારનાં વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ

  4. ગણના ૧:૨૯આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તેઓની ગણતરી ઇસ્સાખારના કુળમાં ચોપન હજાર ચારસો પુરુષોની થઈ.

  5. ગણના ૧:૩૦આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ ઝબુલોનના વંશમાં તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા મુજબ

  6. ગણના ૧:૩૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તેઓની ગણતરી ઝબુલોનના કુળમાં સતાવન હજાર ચારસો પુરુષોની થઈ.

  7. ગણના ૧:૩૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ યૂસફના દીકરાઓના એટલે એફ્રાઇમના વંશમાં, તેઓના કુટુંબો તથા તેઓનાં પિતાનાં ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા. તેઓનાં નામની સંખ્યા મુજબ

  8. ગણના ૧:૩૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તેઓની ગણતરી એફ્રાઇમના કુળમાં ચાળીસ હજાર પાંચસો પુરુષોની થઈ.

  9. ગણના ૧:૩૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ મનાશ્શાનાં વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ

  10. ગણના ૧:૩૫આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તેઓની ગણતરી મનાશ્શાના કુળમાં બત્રીસ હજાર બસો પુરુષોની થઈ.

  11. ગણના ૧:૩૬આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ બિન્યામીનના વંશમાં તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાના ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા મુજબ.

  12. ગણના ૧:૩૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તેઓની ગણતરી બિન્યામીનના કુળમાં પાંત્રીસ હજાર ચારસો પુરુષોની થઈ.

  13. ગણના ૧:૩૮આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ દાનના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાના ઘરની સંખ્યા મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ

  14. ગણના ૧:૩૯આશરે ઈ.પૂ. ૧૪૯૦

    દાનના કુળની ગણતરી બાસઠ હજાર સાતસોની થઈ.

  15. ગણના ૧:૪૦આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ આશેરના વંશમાં, તેઓના કુટુંબો તથા તેઓનાં પિતાના ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ

  16. ગણના ૧:૪૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તેઓની ગણતરી આશેરના કુળમાં, એક્તાળીસ હજાર પાંચસોની થઈ.

  17. ગણના ૧:૪૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ નફતાલીનાં વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાના ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા મુજબ

  18. ગણના ૧:૪૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તેઓની ગણતરી, નફતાલીના કુળમાં, ત્રેપન હજાર ચારસોની થઈ.

  19. ગણના ૧:૪૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ જેઓની ગણતરી મૂસા, હારુન તથા ઇઝરાયલીઓના અધિપતિ બાર પુરુષોએ કરી તેઓ એ છે. તેઓ ઇઝરાયલના બાર કુળના અધિપતિ હતા.

  20. ગણના ૧:૪૫આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તેથી ઇઝરાયલીઓમાંના જે સર્વની ગણતરી તેઓનાં પિતાના ઘર મુજબ થઈ એટલે વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા.

  21. ગણના ૧:૪૬આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તેઓની ગણતરી છ લાખ ત્રણ હજાર પાંચસો પચાસની હતી.

  22. ગણના ૧:૪૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ પણ તેઓ મધ્યે લેવીઓની તેઓના પિતાનાં કુળ મુજબ ગણતરી કરવામાં આવી નહિ.

  23. ગણના ૧:૪૮આશરે ઈ.પૂ. ૧૪૯૦

    કેમ કે યહોવાહે મૂસાને કહ્યું કે,

  24. ગણના ૧:૪૯આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ‘તારે લેવીના કુળની ગણતરી કરવી નહિ અને ઇઝરાયલીઓમાં તેઓની કુલ સંખ્યા તારે નક્કી કરવી નહિ.’”

  25. ગણના ૧:૫૦આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ તેના બદલામાં તું લેવીઓને કરારમંડપ પર તથા તેના બધા સામાન પર તથા તેને લગતી સઘળી બાબતો પર ઠરાવ; તેઓ મંડપને તથા તેના સર્વ સરસામાનને ઊંચકી લે; અને તેઓ તેની સંભાળ રાખે અને મંડપની ચારે બાજુ છાવણી કરે.