મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ગણના ૩:૧૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    કેમ કે, સર્વ પ્રથમજનિત મારા જ છે; જ્યારે મેં મિસરના બધા પ્રથમજનિતને મારી નાખ્યા હતા તે દિવસે મેં ઇઝરાયલપુત્રોના સર્વ પ્રથમજનિત પુરુષો અને જાનવરોને મારે સારુ પવિત્ર કર્યા, તેઓ મારા જ થશે. હું યહોવાહ છું.”

  2. ગણના ૩:૧૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ સિનાઈના અરણ્યમાં યહોવાહે મૂસાને કહ્યું કે,

  3. ગણના ૩:૧૫આશરે ઈ.પૂ. ૧૪૯૦

    લેવીના દીકરાઓની, તેઓના પિતાનાં કુટુંબો પ્રમાણે ગણતરી કર. એક મહિનો અને તેથી વધારે ઉંમરના સર્વ પુરુષોની ગણતરી કર.”

  4. ગણના ૩:૧૬આશરે ઈ.પૂ. ૧૪૯૦

    એટલે યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ મૂસાએ તેઓની ગણતરી કરી.

  5. ગણના ૩:૧૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ લેવીના દીકરાઓનાં નામ આ મુજબ છે; ગેર્શોન, કહાથ, અને મરારી.

  6. ગણના ૩:૧૮આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ગેર્શોનના દીકરાઓના નામ તેઓના કુળ મુજબ, લિબ્ની તથા શિમઈ છે.

  7. ગણના ૩:૧૯આશરે ઈ.પૂ. ૧૪૯૦

    કહાથના દીકરા, તેમના કુટુંબો મુજબ; આમ્રામ તથા યિસ્હાર, હેબ્રોન તથા ઉઝિયેલ.

  8. ગણના ૩:૨૦આશરે ઈ.પૂ. ૧૪૯૦

    મરારીના દીકરા તેઓના કુટુંબો મુજબ, માહલી તથા મુશી છે. લેવીઓનાં કુટુંબો, તેઓનાં પિતાનાં ઘર મુજબ એ છે.

  9. ગણના ૩:૨૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ ગેર્શોનથી લિબ્નીઓનું કુટુંબ અને શિમઈઓનું કુટુંબ થયા. એ ગેર્શોનીઓના કુટુંબો છે.

  10. ગણના ૩:૨૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તેઓમાંના જેઓની ગણતરી થઈ એટલે તેઓમાંના એક મહિનાના અને તેથી વધારે ઉંમરના સઘળા પુરુષોની ગણતરી થઈ, તેઓની સંખ્યા સાત હજાર પાંચસોની હતી.

  11. ગણના ૩:૨૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    મંડપની પાછળ પશ્ચિમ દિશામાં ગેર્શોનીઓનાં કુટુંબો છાવણી કરે.

  12. ગણના ૩:૨૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ અને લાએલનો દીકરો એલિયાસાફ તે ગેર્શોનીઓના પિતાનાં ઘરનો આગેવાન થાય.

  13. ગણના ૩:૨૫આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને ગેર્શોનનું કુટુંબ મુલાકાતમંડપના પડદા એની અંદરનું આવરણ, બહારનું આવરણ, મુલાકાતમંડપના દ્વારના પડદાની સંભાળ રાખે.

  14. ગણના ૩:૨૬આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તેઓ આંગણાના પડદા અને મંડપની પાસે અને વેદીની આસપાસના આંગણાના દ્વારનાં પડદાઓની સંભાળ રાખે. તેના બધા કામ માટે તેની દોરીઓ એ બધાની સંભાળ ગેર્શોનના દીકરાઓ રાખે.

  15. ગણના ૩:૨૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ અને કહાથથી આમ્રામીઓનું કુટુંબ, ઈસહારીઓનું કુટુંબ, હેબ્રોનીઓનું કુટુંબ અને ઉઝિયેલીઓનું કુટુંબ થયાં; કહાથીઓનાં કુટુંબો એ હતાં.

  16. ગણના ૩:૨૮આશરે ઈ.પૂ. ૧૪૯૦

    એક મહિનાના અને તેથી વધારે ઉંમરના પુરુષોની સંખ્યા આઠ હજાર છસો પુરુષોની હતી અને તેઓ પવિત્રસ્થાનની સંભાળ રાખનારા હતા.

  17. ગણના ૩:૨૯આશરે ઈ.પૂ. ૧૪૯૦

    કહાથના દીકરાઓનાં કુટુંબો મંડપની પાસે દક્ષિણ બાજુએ છાવણી કરે.

  18. ગણના ૩:૩૦આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ ઉઝિયેલનો દીકરો અલિસાફાન તે કહાથીઓનાં કુટુંબોના પિતાના ઘરનો આગેવાન થાય.

  19. ગણના ૩:૩૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તે લોકોએ પવિત્ર કોશની, મેજની, દીપવૃક્ષ અને વેદીઓની, પવિત્રસ્થાનની સેવા કરવાની સામગ્રી તથા ગર્ભગૃહ આગળના પડદાની તથા એ સર્વ કામકાજની સંભાળ રાખવી.

  20. ગણના ૩:૩૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને હારુન યાજકનો દીકરો એલાઝાર લેવીઓના અધિપતિઓનો આગેવાન થાય. પવિત્રસ્થાનની સંભાળ રાખનારાઓની તે દેખરેખ રાખે.

  21. ગણના ૩:૩૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ મરારીથી માહલીઓનું કુટુંબ તથા મુશીઓનું કુટુંબો થયાં; મરારીનાં કુટુંબો એ છે.

  22. ગણના ૩:૩૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને તેઓમાંના એક મહિના અને તેથી વધારે ઉંમરના પુરુષોની ગણતરી થઈ તેઓની સંખ્યા છ હજાર બસો પુરુષોની હતી.

  23. ગણના ૩:૩૫આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને અબિહાઈલનો દીકરો સૂરીએલ તે મરારીનાં કુટુંબોના પિતાના ઘરનો આગેવાન હતો. તેઓ ઉત્તર બાજુએ મંડપની પાસે છાવણી કરે.

  24. ગણના ૩:૩૬આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ અને મંડપનાં પાટિયાં, તેની ભૂંગળો, સ્તંભો, કૂંભીઓ તથા તેનાં સર્વ ઓજારો તથા તેને લગતાં સર્વ કામ

  25. ગણના ૩:૩૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તદુપરાંત આંગણાની આસપાસના સ્તંભો, કૂંભીઓ, ખીલીઓ અને દોરીઓને લગતાં સર્વ કામની સંભાળ મરારીના દીકરાઓ રાખે.