મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ગણના ૪:૧૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ પછી તેઓ સેવાની સર્વ સામગ્રી કે જે વડે તેઓ પવિત્રસ્થાનમાં સેવા કરે છે તે લે અને નીલ રંગનાં વસ્ત્રોમાં તે મૂકે. અને સીલનાં ચામડાંનું આવરણ કરીને ભૂંગળ તે પર મૂકે.

  2. ગણના ૪:૧૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને તેઓએ વેદી પરથી રાખ કાઢી નાખવી અને તેના પર જાંબુડિયા રંગનું વસ્ત્ર ઢાંકવું.

  3. ગણના ૪:૧૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને તેના પર તેઓ તેને માટે વપરાતી સર્વ સામગ્રી એટલે સગડીઓ, ત્રિપાંખિયાં તથા પાવડા, તપેલીઓ એટલે વેદીનાં સર્વ પાત્રો મૂકે; અને તેના પર તેઓ સીલ ચામડાનું આવરણ મૂકે. અને તેના ઉપાડવાના દાંડા તેમાં નાખે.

  4. ગણના ૪:૧૫આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ હારુન અને તેના દીકરાઓ જ્યારે છાવણી ઉપાડવાની હોય તે સમયે પવિત્રસ્થાનને અને પવિત્રસ્થાનની સાધનસામગ્રીને ઢાંકે અને તે પછી કહાથના દીકરાઓ તે ઊંચકવા માટે આવે; પરંતુ તેઓએ કોઈ પણ પવિત્ર વસ્તુઓને સ્પર્શ કરવો નહિ, રખેને તેઓ મૃત્યુ પામે. મુલાકાતમંડપના સંબંધમાં કહાથના દીકરાઓને ઊંચકવાનું તે એ છે.

  5. ગણના ૪:૧૬આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને હારુન યાજકના દીકરા એલાઝારનુ કામ આ છે; એટલે રોશનીને માટે તેલ, સુગંધી દ્રવ્ય નિત્યનું ખાદ્યાર્પણ તથા અભિષેક માટેનું તેલ તથા પવિત્રમંડપ અને તેમાંની સર્વ વસ્તુઓની સંભાળ તેઓએ રાખવાની છે.”

  6. ગણના ૪:૧૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ યહોવાહે મૂસા તથા હારુનને કહ્યું કે,

  7. ગણના ૪:૧૮આશરે ઈ.પૂ. ૧૪૯૦

    “લેવીઓમાંથી કહાથના કુટુંબોના કુળને કાઢી નાખવાં નહિ.

  8. ગણના ૪:૧૯આશરે ઈ.પૂ. ૧૪૯૦

    પણ તેઓ પરમપવિત્ર વસ્તુઓની પાસે જઈ મૃત્યુ ન પામે પણ જીવતા રહે, તે માટે તમારે આ મુજબ કરવું.

  9. ગણના ૪:૨૦આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તેઓ પવિત્ર વસ્તુઓને જોવાને માટે બિલકુલ અંદર ન જાય, કેવળ હારુન અને તેના દીકરાઓ અંદર પ્રવેશ કરે હારુન તેના દીકરા કહાથીઓને પોતપોતાની જવાબદારી ઠરાવી આપે.”

  10. ગણના ૪:૨૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ યહોવાહે ફરી મૂસાને કહ્યું કે,

  11. ગણના ૪:૨૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ગેર્શોનના દીકરાના પિતૃઓના ઘર મુજબ તેઓનાં કુટુંબો મુજબ કુલ સંખ્યાની ગણતરી કર.

  12. ગણના ૪:૨૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    મુલાકાતમંડપમાં સેવા કરવાના કામમાં હાજર હોય તેવા ત્રીસથી પચાસ વર્ષની ઉંમરના જે પુરુષો હોય તે સર્વની ગણતરી કરવી.

  13. ગણના ૪:૨૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ સેવા કરવામાં તથા વસ્તુઓ ઊંચકવામાં ગેર્શોનીઓના કુટુંબોનું કામ એ છે.

  14. ગણના ૪:૨૫આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તેઓ મંડપના પડદા તથા મુલાકાતમંડપનું આચ્છાદાન તથા તેની ઉપર સીલ ચામડાનું આચ્છાદન તથા મુલાકાતમંડપના પ્રવેશદ્વારનો પડદો

  15. ગણના ૪:૨૬આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તથા આંગણાના પડદા, મંડપની પાસેના તથા વેદીની આસપાસના આંગણાના દરવાજાના બારણાનો પડદો, તેઓની દોરીઓ, તેના કામને લગતાં સર્વ ઓજારો તથા જે કંઈ તેઓથી બને તે તેઓ ઊંચકી લે અને તેના સંબંધમાં તેઓ સેવા કરે.

  16. ગણના ૪:૨૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ ગેર્શોનીઓના દીકરાઓનું ભાર ઊંચકવાનું તથા સર્વ સેવાનું સઘળું કામ હારુન તથા તેના દીકરાઓની આજ્ઞા મુજબ થાય. અને તમે તેઓને ભાર ઊંચકવાનું તથા સેવાનું કામ ઠરાવી આપો.

  17. ગણના ૪:૨૮આશરે ઈ.પૂ. ૧૪૯૦

    મુલાકાતમંડપમાં ગેર્શોનના દીકરાઓના કુટુંબોની સેવા આ છે. અને હારુન યાજકના દીકરા ઈથામારે તેઓના કામ પર દેખરેખ રાખવાની છે.

  18. ગણના ૪:૨૯આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ અને મરારીના દીકરાઓની તેઓનાં પિતાઓના ઘર મુજબ તેઓનાં કુટુંબો મુજબ ગણતરી કરવાની છે.

  19. ગણના ૪:૩૦આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ત્રીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની ઉંમરના જે સઘળા અંદર જઈને મુલાકાતમંડપમાં કામ કરવાને સેવામાં હાજર રહે છે તેઓની ગણતરી કર.

  20. ગણના ૪:૩૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ અને મુલાકાતમંડપમાં તેઓની સર્વ સેવાના સંબંધમાં તેઓને સોંપેલું ભાર ઊંચકવાનું કામ એ છે. એટલે મંડપનાં પાટિયાં તથા તેના સ્થંભો તથા તેની કૂંભીઓ,

  21. ગણના ૪:૩૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને આંગણાની ચારે બાજુના સ્તંભો તેની કૂંભીઓ તથા તેઓની ખીલીઓ તથા તેઓની દોરીઓ અને તેઓના ઓજારો સુદ્ધાં તથા તેની સાધનસામગ્રી અને તેઓને સોંપેલા ભારના ઓજારોના નામ દઈને તેઓને ગણીને સોંપો.

  22. ગણના ૪:૩૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ મરારીના દીકરાઓનાં કુટુંબોનું કામ એટલે તેઓની સઘળી સેવા મુજબ મુલાકાતમંડપમાં હારુન યાજકના પુત્ર ઈથામારે દેખરેખ રાખવાની ફરજ બજાવવાની છે.”

  23. ગણના ૪:૩૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ અને મૂસા તથા હારુને અને જમાતના અન્ય આગેવાનોએ કહાથના દીકરાઓની ગણતરી તેઓનાં કુટુંબો મુજબ તથા તેઓના પિતાઓનાં ઘર મુજબ કરી.

  24. ગણના ૪:૩૫આશરે ઈ.પૂ. ૧૪૯૦

    એટલે ત્રીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની ઉંમરના જે દરેક મુલાકાતમંડપમાં કામ કરવાને સેવામાં દાખલ થયા

  25. ગણના ૪:૩૬આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તેઓની ગણતરી તેઓનાં કુટુંબો મુજબ બે હજાર સાતસો પચાસ પુરુષોની થઈ.