મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ગણના ૪:૩૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ કહાથીઓના કુટુંબોમાંના જેઓની ગણતરી થઈ એટલે કે જે સર્વ મુલાકાતમંડપમાં સેવા કરતા હતા તથા મૂસાની મારફતે અપાયેલી યહોવાહની આજ્ઞા અનુસાર જેઓની ગણતરી મૂસા અને હારુને કરી તેઓ એ છે.

  2. ગણના ૪:૩૮આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ એ જ રીતે ગેર્શોનના દીકરાઓની ગણતરી તેઓના કુટુંબો મુજબ તથા તેઓનાં પિતાઓનાં કુટુંબો મુજબ કરી.

  3. ગણના ૪:૩૯આશરે ઈ.પૂ. ૧૪૯૦

    એટલે ત્રીસ વર્ષથી પચાસ વર્ષની ઉંમરના જે દરેક મુલાકાતમંડપની સેવાના કામમાં દાખલ થયા હતા.

  4. ગણના ૪:૪૦આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તેઓની ગણતરી તેઓનાં કુટુંબ મુજબ તેઓના પિતાઓના ઘર મુજબ બે હજાર છસો ત્રીસ થઈ.

  5. ગણના ૪:૪૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ ગેર્શોનના દીકરાઓનાં કુટુંબોમાં જેઓની ગણતરી થઈ એટલે કે સર્વ મુલાકાતમંડપમાં સેવા કરતા હતા તથા જેઓની ગણતરી યહોવાહે આપેલી આજ્ઞા મુજબ મૂસા અને હારુને કરી તેઓ એ છે.

  6. ગણના ૪:૪૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ મરારીના દીકરાઓનાં કુટુંબોમાંના જેઓની ગણતરી તેઓના પિતાઓનાં ઘર મુજબ થઈ,

  7. ગણના ૪:૪૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    એટલે ત્રીસ વર્ષથી પચાસ વર્ષની ઉંમરના જે દરેક મુલાકાતમંડપમાં સેવા કરવાના કામમાં દાખલ થયા હતા,

  8. ગણના ૪:૪૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તેઓની ગણતરી તેઓના કુટુંબ મુજબ ત્રણ હજાર બસોની થઈ.

  9. ગણના ૪:૪૫આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ મરારીના દીકરાઓનાં કુટુંબોમાંના જેઓની ગણતરી થઈ એટલે જેઓની ગણતરી મૂસાની હસ્તક અપાયેલી યહોવાહની આજ્ઞા મુજબ મૂસાએ અને હારુને કરી તેઓ એ છે.

  10. ગણના ૪:૪૬આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ લેવીઓમાં જે સર્વની ગણતરી મૂસાએ તથા હારુને તથા ઇઝરાયલના આગેવાનોએ તેઓના કુટુંબો મુજબ, તેઓનાં પિતૃઓનાં ઘર મુજબ કરી.

  11. ગણના ૪:૪૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    એટલે કે ત્રીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની ઉંમરના જે દરેક મુલાકાતમંડપની સેવાના કામમાં તથા વસ્તુઓ ઊંચકવાનું કામ કરવા માટે દાખલ થયા હતા

  12. ગણના ૪:૪૮આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તેઓની ગણતરી આઠ હજાર પાંચસો એંસી પુરુષોની થઈ.

  13. ગણના ૪:૪૯આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેઓની ગણતરી કરી. તેઓમાંના દરેકની ગણતરી તેઓનાં કામ મુજબ તથા તેઓના ઊંચકવાના બોજા મુજબ મૂસાની મારફતે યહોવાહની આજ્ઞા મુજબ કરવામાં આવી.

  14. ગણના ૫:૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ યહોવાહે મૂસાને કહ્યું,

  15. ગણના ૫:૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ઇઝરાયલી લોકોને આજ્ઞા કર કે, તેઓ દરેક કુષ્ઠ રોગીને તથા દરેક સ્રાવવાળાને તથા જેઓ શબના સ્પર્શથી અશુદ્ધ થયા હોય તેઓને છાવણીમાંથી બહાર કાઢી મૂકે.

  16. ગણના ૫:૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    સ્ત્રી હોય કે પુરુષ બન્નેને બહાર કાઢી મૂકવાં અને તેઓને છાવણીની બહાર રાખવાં; એ સારુ કે તેઓની છાવણી કે જેની મધ્યે હું વસું છું તેને તેઓ અશુદ્ધ કરે નહિ.”

  17. ગણના ૫:૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને ઇઝરાયલીઓએ એમ કર્યું, તેઓને છાવણીની બહાર કાઢ્યાં. જેમ યહોવાહે મૂસાને કહ્યું હતું તેમ ઇઝરાયલી લોકોએ કર્યું.

  18. ગણના ૫:૫આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ ફરી યહોવાહ મૂસાને કહ્યું,

  19. ગણના ૫:૬આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ઇઝરાયલપુત્રોને કહે કે, માણસો જે પાપ કરે છે તેમાંનું કોઈપણ પાપ કરીને જો કોઈ સ્ત્રી કે પુરુષ યહોવાહની વિરુદ્ધ અપરાધ કરે તો તે વ્યક્તિ દોષિત બને છે.

  20. ગણના ૫:૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તેણે પોતે કરેલાં પાપની કબૂલાત કરવી અને પોતાના ગુનાનો પૂરો બદલો ભરી આપવો. ઉપરાંત તેમાં તે પંચમાશ ઉમેરીને જેના સંબંધમાં તેણે ગુનો કર્યો હોય તેને તે આપે.

  21. ગણના ૫:૮આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ પણ ગુનાને માટે જેને બદલો આપવાનો હોય એવું તેનું નજીકનું કોઈ સગું ના હોય, તો તે રકમ યહોવાહને આપવી અને યાજકને ચૂકવવી. વળી જે પ્રાયશ્ચિતનો ઘેટો કે જેથી તેને સારુ પ્રાયશ્ચિત કરવામાં આવશે તે પણ યાજકને મળે.

  22. ગણના ૫:૯આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને ઇઝરાયલી લોકોની સર્વ પવિત્ર વસ્તુઓનાં દરેક ઉચ્છાલીયાર્પણ કે જે તે યાજકની પાસે લાવે તે તેનું ગણાય.

  23. ગણના ૫:૧૦આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને દરેક અર્પણની અર્પિત વસ્તુઓ તેની થાય; જે કોઈ પુરુષ જે કંઈ ભેટ આપે છે તે યાજકની થાય.

  24. ગણના ૫:૧૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ ફરી યહોવાહે મૂસાને કહ્યું કે,

  25. ગણના ૫:૧૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ઇઝરાયલ પ્રજા સાથે વાત કરીને કહે કે, જો કોઈ પરણિત સ્ત્રી પોતાના પતિ વિરુદ્ધ પાપ કરે.