મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ગણના ૬:૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    પોતાનાં માતાપિતા કે ભાઈ બહેનના મરણ પર તેણે પોતાની જાતને અશુદ્ધ કરવી નહિ, કારણ તેના ઈશ્વરનું વૈરાગીવ્રત તેને શિર છે.

  2. ગણના ૬:૮આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તેના વૈરાગીવ્રતના બધા સમય દરમ્યાન તે યહોવાહને માટે શુદ્ધ છે.

  3. ગણના ૬:૯આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ પરંતુ જો કોઈ વ્યક્તિનું અચાનક તેની પડખે જ અવસાન થાય અને તેથી તે વૈરાગીનું માથું અશુદ્ધ બને, તો તે પોતાના શુદ્ધિકરણના દિવસે એટલે સાતમે દિવસે તેણે પોતાના અશુદ્ધ થયેલા માથાના વાળ કપાવવા.

  4. ગણના ૬:૧૦આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ અને આઠમા દિવસે તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યાજક પાસે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં લાવવાં.

  5. ગણના ૬:૧૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને યાજક એમાંનું એક પાપાર્થાર્પણ તરીકે અને બીજું દહનીયાર્પણ તરીકે ચઢાવે અને મરેલાનાં કારણે પોતાનાં પાપને લીધે તેને માટે પ્રાયશ્ચિત કરે અને તે જ દિવસે તે વ્યક્તિ પોતાના માથાનું શુદ્ધિકરણ કરે.

  6. ગણના ૬:૧૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ અને તે યહોવાહની સેવાને માટે પોતાના વૈરાગના દિવસો સમર્પણ કરે. અને દોષાર્થાર્પણરૂપે તેણે એક વર્ષનું નર હલવાન લાવવું. અને આગલા દિવસો ગણવા નહિ, કેમ કે તેનું વૈરાગીવ્રત ભંગ થયું હતું.

  7. ગણના ૬:૧૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ અને જ્યારે નાઝીરી વ્રતના દિવસો પૂર્ણ થાય ત્યારે તેને માટે આ નિયમ છે. તેને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લઈ જવો.

  8. ગણના ૬:૧૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તેણે યહોવાહને પોતાનું અર્પણ ચઢાવવું, એટલે ખોડ વિનાના એક વર્ષના નર ઘેટાંનું દહનીયાર્પણ, ખોડખાંપણ વગરની એક વર્ષની ઘેટીનું પાપાર્થાર્પણ અને ખોડ વિનાના નર ઘેટાંનું શાંત્યર્પણ કરવું,

  9. ગણના ૬:૧૫આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તથા બેખમીર રોટલીની એક ટોપલી, તેલ લગાડેલા બેખમીરી ખાખરા અને તેઓનું ખાદ્યાર્પણ તથા પેયાર્પણ તે લાવે.

  10. ગણના ૬:૧૬આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ યાજક આ બધું યહોવાહની આગળ રજૂ કરે. અને તેનું પાપાર્થાર્પણ તથા દહનીયાર્પણ ચઢાવે.

  11. ગણના ૬:૧૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    પછી તે યહોવાહ સમક્ષ શાંત્યર્પણોના યજ્ઞ તરીકે બેખમીર રોટલીની ટોપલી સહિત, ઘેટાંને તે ચઢાવે. અને યાજક તેનું ખાદ્યાર્પણ અને તેનું પેયાર્પણ ચઢાવે.

  12. ગણના ૬:૧૮આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ અને નાઝીરીએ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ વાળ કપાવી નાખવા અને પોતાના વૈરાગી માથાનાં વાળ લઈને શાંત્યર્પણની નીચેના અગ્નિમાં મૂકી દેવા.

  13. ગણના ૬:૧૯આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ પછી યાજક તે ઘેટાંનો બાફેલો છાતીનો ભાગ બાફેલું બાવડું તથા ટોપલીમાંથી એક બેખમીર રોટલી અને એક બેખમીર ખાખરો લે અને નાઝીરી પોતાનું માથું મૂંડાવે ત્યારબાદ તે ચીજો તેના હાથમાં મૂકે.

  14. ગણના ૬:૨૦આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ત્યારબાદ યાજક અર્પણ તરીકે એ વસ્તુઓ યહોવાહની સમક્ષ અર્પણ કરે. આ પવિત્ર ખોરાક યાજકો માટે નક્કી કરેલ છે, તદઉપરાંત, છાતીનો ભાગ અને જાંધ પણ યાજકના ગણાય, હવે તે નાઝીરીએ દ્રાક્ષારસ પીવાની છૂટ છે.

  15. ગણના ૬:૨૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ વ્રત રાખનાર નાઝીરીનો અને વૈરાગીવ્રતને લીધે યહોવાહ પ્રત્યે જે અર્પણ ચઢાવવું તેનો તથા તે સિવાય બીજું કંઈ તેને મળી શકે તેનો નિયમ આ છે. જે પ્રતિજ્ઞા તેણે લીધી હોય ત્યારે તે મુજબ તે તેના વૈરાગવ્રતના નિયમને અનુસરીને વર્તે.

  16. ગણના ૬:૨૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ પછી યહોવાહે મૂસાને કહ્યું કે,

  17. ગણના ૬:૨૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    હારુન અને તેના દીકરાઓને એમ કહે કે, ‘તમે આ મુજબ ઇઝરાયલી લોકોને આશીર્વાદ આપો તમે તેઓને એમ કહો કે.

  18. ગણના ૬:૨૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ યહોવાહ તને આશીર્વાદ આપો અને તારું રક્ષણ કરો.

  19. ગણના ૬:૨૫આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ યહોવાહ પોતાના મુખનો પ્રકાશ તારા પર પાડો અને તારા પર કૃપા કરો.

  20. ગણના ૬:૨૬આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ યહોવાહ પોતાનું મુખ તારા પર ઉઠાવો અને તને શાંતિ આપો.’”

  21. ગણના ૬:૨૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ એમ તેઓ ઇઝરાયલી લોકોને મારું નામ આપે. અને હું તેઓને આશીર્વાદ આપીશ.”

  22. ગણના ૭:૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ જે દિવસે મૂસાએ મુલાકાતમંડપ ઊભો કરવાનું કાર્ય સંપૂર્ણ કર્યુ, તે દિવસે તેણે મંડપનો તેમ જ તેમાંની બધી સાધનસામગ્રી વેદી તથા તેનાં બધાં સાધનોનું અભિષેક અને શુધ્ધીકરણ કર્યું. તથા તે પાત્રોને પવિત્ર કર્યાં.

  23. ગણના ૭:૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તે દિવસે એમ થયું કે, ઇઝરાયલનાં અધિપતિઓએ એટલે તેઓના પિતાના ઘરના ઉપરીઓએ અર્પણ કર્યું. તેઓ કુળોના અધિપતિઓ અને જેઓની ગણતરી થઈ હતી તેઓના ઉપરીઓ હતા.

  24. ગણના ૭:૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તેઓ યહોવાહની સમક્ષ પોતાનું અર્પણ લાવ્યા એટલે બે બળદ જોડેલા છત્રવાળાં છ ગાડાં તથા બાર બળદ. બબ્બે અધિપતિઓ માટે એકેક ગાડું અને દરેકને માટે એકેક બળદ. આ બધું તેઓએ મુલાકાતમંડપની સમક્ષ રજૂ કર્યુ.

  25. ગણના ૭:૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ પછી યહોવાહે મૂસાને કહ્યું કે,