- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446–1406 BC
The Wilderness Years
Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.
આ કાળની કલમો
- ગણના ૭:૫આશરે ઈ.પૂ. ૧૪૯૦
“તેઓ પાસેથી તું તે લે કે, તેઓ મુલાકાતમંડપની સેવા કરવાના કામમાં આવે. અને તેઓને તું લેવીઓને આપ એટલે દરેકને તું તેઓની સેવા મુજબ આપ.”
- ગણના ૭:૬આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ તેથી મૂસાએ તે ગાડાં અને બળદો લઈને લેવીઓને આપ્યા.
- ગણના ૭:૭આશરે ઈ.પૂ. ૧૪૯૦
બે ગાડાં અને ચાર બળદો તેણે ગેર્શોનના દીકરાઓને તેઓની સેવા મુજબ આપ્યા.
- ગણના ૭:૮આશરે ઈ.પૂ. ૧૪૯૦
અને તેણે ચાર ગાડાં તથા આઠ બળદ મરારીના દીકરાઓને તેઓની સેવાઓ મુજબ હારુન યાજકના દીકરા ઈથામારની આગેવાની હેઠળ આપ્યા.
- ગણના ૭:૯આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ પરંતુ કહાથના દીકરાઓને તેણે કંઈ જ આપ્યું નહિ, કારણ કે તેમનું કામ પવિત્રસ્થાનના સંબંધમાં હતું અને તેને તેઓ પોતાના ખભા ઉપર ઊંચકી લેતા હતા.
- ગણના ૭:૧૦આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ વેદીનો અભિષેક થયો તે દિવસે વેદીની પ્રતિષ્ઠા કરવાને આગેવાનોએ અર્પણ કર્યું તેઓએ વેદી આગળ પોતાનું અર્પણ ચઢાવ્યું.
- ગણના ૭:૧૧આશરે ઈ.પૂ. ૧૪૯૦
યહોવાહે મૂસાને કહ્યું, સર્વ અધિપતિઓ પોતપોતાના દિવસે વેદીની પ્રતિષ્ઠા કરવા સારુ અર્પણ ચઢાવે.
- ગણના ૭:૧૨આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ અને પહેલે દિવસે પોતાનું અર્પણ ચઢાવનાર તે યહૂદાના કુળનો આમ્મીનાદાબનો દીકરો નાહશોન હતો.
- ગણના ૭:૧૩આશરે ઈ.પૂ. ૧૪૯૦
અને તેનું અર્પણ ચાંદીની એક કથરોટ હતું, જેનું વજન એકસો ત્રીસ શેકેલ હતું. પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ ચાંદીનો એક પ્યાલો હતો; બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.
- ગણના ૭:૧૪આશરે ઈ.પૂ. ૧૪૯૦
તેણે દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર પણ આપ્યું.
- ગણના ૭:૧૫આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ તથા દહનીયાર્પણ માટે એક વાછરડો એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન.
- ગણના ૭:૧૬આશરે ઈ.પૂ. ૧૪૯૦
તેણે પાપાર્થાર્પણ માટે બકરામાંથી એક નર આપ્યો.
- ગણના ૭:૧૭આશરે ઈ.પૂ. ૧૪૯૦
અને શાંત્યર્પણોના યજ્ઞને માટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ બકરા અને એક વર્ષનાં પાંચ હલવાન હતાં; આમ્મીનાદાબના દીકરા નાહશોનનું અર્પણ એ હતું.
- ગણના ૭:૧૮આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ બીજે દિવસે સુઆરનો દીકરા નથાનએલ એટલે ઇસ્સાખારના અધિપતિએ અર્પણ કર્યું.
- ગણના ૭:૧૯આશરે ઈ.પૂ. ૧૪૯૦
અને તેણે આ અર્પણ ચઢાવ્યું. એટલે ચાંદીની એક કથરોટ જેનું વજન એકસો વીસ શેકેલ હતું તથા પવિત્ર સ્થાનના શેકેલ મુજબ સિતેર શેકેલ ચાંદીનો એક પ્યાલો. આ બન્ને પાત્રોમાં ખાધાર્પણ તરીકે તેલથી મોહેલો મેંદાથી ભરેલો હતો.
- ગણના ૭:૨૦આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ દશ શેકેલ ધૂપથી ભરેલું સોનાનું ધૂપપાત્ર તેણે આપ્યું.
- ગણના ૭:૨૧આશરે ઈ.પૂ. ૧૪૯૦
તથા તેણે દહનીયાર્પણ માટે એક વર્ષનું વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન આપ્યું.
- ગણના ૭:૨૨આશરે ઈ.પૂ. ૧૪૯૦
તેણે પાપાર્થાર્પણ માટે બકરામાંથી એક નર આપ્યું.
- ગણના ૭:૨૩આશરે ઈ.પૂ. ૧૪૯૦
અને તેણે શાંત્યર્પણોના યજ્ઞ માટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન આપ્યાં. સુઆરના દીકરા નથાનએલનું અર્પણ એ હતું.
- ગણના ૭:૨૪આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ ત્રીજે દિવસે હેલોનનો દીકરો અલિયાબ, ઝબુલોનના દીકરાનો આગેવાન હતો તેણે તેનું અર્પણ આપ્યું.
- ગણના ૭:૨૫આશરે ઈ.પૂ. ૧૪૯૦
તેનું અર્પણ આ હતું; ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ એક ચાંદીનો પ્યાલો હતો. બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.
- ગણના ૭:૨૬આશરે ઈ.પૂ. ૧૪૯૦
વળી તેણે દશ શેકેલ સોનાનું એક ધૂપપાત્ર ધૂપથી ભરેલું આપ્યું.
- ગણના ૭:૨૭આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ તેણે દહનીયાર્પણ માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન આપ્યા.
- ગણના ૭:૨૮આશરે ઈ.પૂ. ૧૪૯૦
પાપાર્થાર્પણ માટે બકરામાંથી એક નર તેણે આપ્યો.
- ગણના ૭:૨૯આશરે ઈ.પૂ. ૧૪૯૦
તેણે શાંત્યર્પણોને માટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ બકરા અને પહેલા વર્ષનાં પાંચ હલવાન આપ્યાં. તે હેલોનના દીકરા અલિયાબનું અર્પણ એ હતું.