- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446–1406 BC
The Wilderness Years
Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.
આ કાળની કલમો
- ગણના ૭:૩૦આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ ચોથે દિવસે શદેઉરનો દીકરો અલીસૂર રુબેનના દીકરાઓનો આગેવાન તેનું અર્પણ લાવ્યો.
- ગણના ૭:૩૧આશરે ઈ.પૂ. ૧૪૯૦
અને તેનું અર્પણ આ હતું એટલે ચાંદીની એક કથરોટ જેનું વજન એકસો ત્રીસ શેકેલ હતું અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ ચાંદીનો એક પ્યાલો હતો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.
- ગણના ૭:૩૨આશરે ઈ.પૂ. ૧૪૯૦
વળી તેણે દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર અર્પણ કર્યું.
- ગણના ૭:૩૩આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ દહનીયાર્પણ માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન તેણે આપ્યું.
- ગણના ૭:૩૪આશરે ઈ.પૂ. ૧૪૯૦
પાપાર્થાર્પણ માટે બકરામાંથી એક નર તેણે આપ્યો.
- ગણના ૭:૩૫આશરે ઈ.પૂ. ૧૪૯૦
તેણે શાંત્યર્પણોના યજ્ઞને માટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન આપ્યાં. એ શદેઉરના દીકરા અલીસૂરનું અર્પણ હતું.
- ગણના ૭:૩૬આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ પાંચમે દિવસે સૂરીશાદ્દાયનો દીકરો શલુમિયેલ, શિમયોનના દીકરાઓનો આગેવાન તેનું અર્પણ લાવ્યો.
- ગણના ૭:૩૭આશરે ઈ.પૂ. ૧૪૯૦
અને તેનું અર્પણ આ હતું; ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું. અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ રૂપાનો એક પ્યાલો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.
- ગણના ૭:૩૮આશરે ઈ.પૂ. ૧૪૯૦
દશ શેકેલ સોનાનું એક ધૂપપાત્ર ધૂપથી ભરેલું હતું.
- ગણના ૭:૩૯આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ દહનીયાર્પણ માટે એક વર્ષનું વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાનનું અર્પણ તેણે કર્યું.
- ગણના ૭:૪૦આશરે ઈ.પૂ. ૧૪૯૦
પાપાર્થાર્પણ માટે બકરામાંથી એક નર આપ્યો.
- ગણના ૭:૪૧આશરે ઈ.પૂ. ૧૪૯૦
અને શાંત્યર્પણોનો યજ્ઞના માટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ સૂરીશાદ્દાયના દીકરા શલુમિયેલનું અર્પણ હતું.
- ગણના ૭:૪૨આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ છઠ્ઠે દિવસે દુએલના દીકરા એલિયાસાફ ગાદના દીકરાનો અધિપતિ અર્પણ લાવ્યો.
- ગણના ૭:૪૩આશરે ઈ.પૂ. ૧૪૯૦
અને તેનું અર્પણ આ હતું; ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું, પવિત્રસ્થાનના સિત્તેર શેકેલ ચાંદીનો એક પ્યાલો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.
- ગણના ૭:૪૪આશરે ઈ.પૂ. ૧૪૯૦
દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર હતું.
- ગણના ૭:૪૫આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ દહનીયાર્પણ માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન તેણે આપ્યું.
- ગણના ૭:૪૬આશરે ઈ.પૂ. ૧૪૯૦
પાપાર્થાર્પણ માટે બકરાંમાંથી એક નર તેણે આપ્યો.
- ગણના ૭:૪૭આશરે ઈ.પૂ. ૧૪૯૦
અને શાંત્યર્પણોના યજ્ઞ માટે બે ગોધાં, પાંચ ઘેટાં, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ દુએલના દીકરા એલિયાસાફનું અર્પણ હતું.
- ગણના ૭:૪૮આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ સાતમે દિવસે આમ્મીહૂદનો દીકરો અલિશામા એફ્રાઇમના દીકરાઓનો આગેવાન તે તેનું અર્પણ લાવ્યો.
- ગણના ૭:૪૯આશરે ઈ.પૂ. ૧૪૯૦
અને તેનું અર્પણ આ હતું એટલે કે ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ વજન હતું અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ ચાંદીનો એક પ્યાલો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.
- ગણના ૭:૫૦આશરે ઈ.પૂ. ૧૪૯૦
દશ શેકેલ સોનાનું એક ધૂપપાત્ર ધૂપથી ભરેલું હતું તે આપ્યું.
- ગણના ૭:૫૧આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ દહનીયાર્પણને માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન તેણે આપ્યું.
- ગણના ૭:૫૨આશરે ઈ.પૂ. ૧૪૯૦
પાપાર્થાર્પણને માટે બકરામાંથી એક નર તેણે આપ્યો.
- ગણના ૭:૫૩આશરે ઈ.પૂ. ૧૪૯૦
અને શાંત્યર્પણોના યજ્ઞને માટે બે ગોધાં, પાંચ ઘેટાં, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ આમ્મીહૂદના દીકરા અલિશામાનું અર્પણ હતું.
- ગણના ૭:૫૪આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ આઠમા દિવસે પદાહસૂરનો દીકરો ગમાલ્યેલ, મનાશ્શાના દીકરાઓનો આગેવાન તેનું અર્પણ લાવ્યો.