મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ગણના ૭:૫૫આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને તેનું અર્પણ આ હતું એટલે ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ રૂપાનો એક પ્યાલો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.

  2. ગણના ૭:૫૬આશરે ઈ.પૂ. ૧૪૯૦

    દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર તેણે આપ્યું.

  3. ગણના ૭:૫૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ દહનીયાર્પણને માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાનનું તેણે અર્પણ કર્યું.

  4. ગણના ૭:૫૮આશરે ઈ.પૂ. ૧૪૯૦

    પાપાર્થાર્પણ માટે બકરાંમાંથી એક નર તેણે આપ્યો.

  5. ગણના ૭:૫૯આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને શાંત્યર્પણોને માટે બે ગોધાં, પાંચ ઘેટાં, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન પદાહસૂરના દીકરા ગમાલ્યેલનું અર્પણ એ હતું.

  6. ગણના ૭:૬૦આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ નવમા દિવસે ગિદિયોનીનો દીકરો અબીદાન, બિન્યામીનના દીકરાઓનો આગેવાન તે પણ અર્પણ લાવ્યો.

  7. ગણના ૭:૬૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને તેનું અર્પણ આ હતું એટલે ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું. અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ ચાંદીનો એક પ્યાલો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.

  8. ગણના ૭:૬૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર તેણે આપ્યું.

  9. ગણના ૭:૬૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ દહનીયાર્પણને માટે એક વર્ષનું વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન એ તેણે આપ્યાં.

  10. ગણના ૭:૬૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    પાપાર્થાર્પણ માટે બકરાંમાંથી એક નર એ તેણે આપ્યો.

  11. ગણના ૭:૬૫આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને શાંત્યર્પણોને માટે બે ગોધાં, પાંચ ઘેટાં, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ ગીદિયોનીના દીકરા અબીદાનનું અર્પણ હતું.

  12. ગણના ૭:૬૬આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ દસમે દિવસે આમ્મીશાદ્દાયનો દીકરો અહીએઝેર, દાનના દીકરાઓનો આગેવાન તે તેનું અર્પણ લાવ્યો.

  13. ગણના ૭:૬૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને તેનું અર્પણ આ હતું એટલે ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ એક ચાંદીનો પ્યાલો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.

  14. ગણના ૭:૬૮આશરે ઈ.પૂ. ૧૪૯૦

    દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર હતું તે તેણે આપ્યું.

  15. ગણના ૭:૬૯આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ દહનીયાર્પણના માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષના એક હલવાનનું અર્પણ આપ્યું.

  16. ગણના ૭:૭૦આશરે ઈ.પૂ. ૧૪૯૦

    પાપાર્થાર્પણને માટે બકરાંમાંથી એક નર તેણે આપ્યું.

  17. ગણના ૭:૭૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને શાંત્યર્પણોને માટે બે ગોધાં, પાંચ ઘેટાં, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ આમ્મીશાદ્દાય દીકરા અહીએઝેરનું અર્પણ હતું.

  18. ગણના ૭:૭૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ અગિયારમે દિવસે ઓક્રાનના દીકરા પાગિયેલ આશેરના દીકરાઓનો આગેવાન તે અર્પણ લાવ્યો.

  19. ગણના ૭:૭૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને તેનું અર્પણ આ હતું એટલે ચાંદીની એક કથરોટ, જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ એક ચાંદીનો પ્યાલો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.

  20. ગણના ૭:૭૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    દશ શેકેલ સોનાનું એક ધૂપપાત્ર ધૂપથી ભરેલું તેણે આપ્યું.

  21. ગણના ૭:૭૫આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ દહનીયાર્પણને માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન તેણે આપ્યું.

  22. ગણના ૭:૭૬આશરે ઈ.પૂ. ૧૪૯૦

    પાપાર્થાર્પણને માટે બકરાંમાંથી એક નર તેણે આપ્યો.

  23. ગણના ૭:૭૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને શાંત્યર્પણોના યજ્ઞને માટે બે ગોધાં, પાંચ ઘેટાં, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ ઓક્રાનના દીકરા પાગિયેલનું અર્પણ હતું.

  24. ગણના ૭:૭૮આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ બારમે દિવસે એનાનના દીકરો અહીરા નફતાલીના દીકરાનો આગેવાન તેનું અર્પણ લાવ્યો.

  25. ગણના ૭:૭૯આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને તેનું અર્પણ આ હતું એટલે ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું.અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ આ બન્ને પાત્રોમાં ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.