મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ગણના ૮:૧૬આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ આ મુજબ કર, કેમ કે ઇઝરાયલપ્રજામાંથી તેઓ મને સંપૂર્ણ અપાયેલા છે. ઇઝરાયલમાંથી સર્વ પ્રથમજનિતો એટલે ગર્ભ ઊઘાડનારનાં બદલે મેં લેવીઓને મારા પોતાને માટે લીધા છે.

  2. ગણના ૮:૧૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    કેમ કે ઇઝરાયલમાંથી પ્રથમજનિત માણસ તથા પશુ મારાં છે. જે દિવસે મેં મિસરના સર્વ પ્રથમજનિતનો નાશ કર્યો ત્યારે તે સર્વને મેં મારા માટે અલગ કર્યાં હતાં.

  3. ગણના ૮:૧૮આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ અને ઇઝરાયલના સર્વ પ્રથમજનિતને બદલે મેં લેવીઓને લીધાં છે.

  4. ગણના ૮:૧૯આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ઇઝરાયલ લોકોમાંથી લેવીઓને મુલાકાતમંડપની સેવા કરવાં માટે તથા ઇઝરાયલ લોકોને પ્રાયશ્ચિત કરવા માટે મેં હારુનના તથા તેના દીકરાઓના હાથમાં સોંપ્યા છે. જેથી ઇઝરાયલ લોકો પવિત્રસ્થાનની પાસે આવે ત્યારે તેઓ મધ્યે કોઈ મરકી ન થાય.”

  5. ગણના ૮:૨૦આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ પછી મૂસા તથા હારુને તથા ઇઝરાયલ લોકોના સમગ્ર સભાએ આ મુજબ લેવીઓને કહ્યું; લેવીઓ વિષે જે સર્વ આજ્ઞા યહોવાહે મૂસાને આપી હતી તે મુજબ ઇઝરાયલના સમગ્ર સમાજે કર્યું.

  6. ગણના ૮:૨૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    લેવીઓએ પોતાને પાપથી શુદ્ધ કર્યા અને તેઓએ પોતાનાં વસ્ત્રો ધોયાં. અને હારુને તે સૌને અર્પણ તરીકે યહોવાહની આગળ રજૂ કર્યા. અને હારુને તેઓને શુદ્ધ કરવા માટે તેઓને સારુ પ્રાયશ્ચિત કર્યું.

  7. ગણના ૮:૨૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ ત્યારબાદ લેવીઓ મુલાકાતમંડપમાં હારુન અને તેના દીકરાઓના હાથ નીચે સેવા કરવા ગયા. જેમ યહોવાહે લેવીઓ અંગે જે આજ્ઞાઓ મૂસાને જણાવી હતી તેમ તેઓએ તેઓને કર્યું.

  8. ગણના ૮:૨૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ ફરીથી, યહોવાહે મૂસાને કહ્યું કે,

  9. ગણના ૮:૨૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    “લેવીઓની ફરજ આ છે. પચ્ચીસ વર્ષ કે તેથી વધુ ઉંમરના લેવીઓ મુલાકાતમંડપની અંદર જઈ સેવા શરૂ કરી શકે.

  10. ગણના ૮:૨૫આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ પચાસ વર્ષની ઉંમરે તેઓ સેવામાંથી નિવૃત્ત થાય અને સેવા કરવાનું બંધ કરે.

  11. ગણના ૮:૨૬આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તેઓ મુલાકાતમંડપમાં કામ કરતા પોતાના ભાઈઓની સાથે સેવા કરે, પણ મુલાકાતમંડપની અંદર સેવા ન કરે, લેવીઓને સોંપેલી સેવા માટે આ વ્યવસ્થા વિષે તું તેઓને માહિતી આપ.”

  12. ગણના ૯:૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ મિસર દેશમાંથી આવ્યા પછી બીજા વર્ષના પ્રથમ મહિનામાં સિનાઈના અરણ્યમાં યહોવાહે મૂસાને કહ્યું કે,

  13. ગણના ૯:૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    “ઇઝરાયલીઓ વર્ષના ઠરાવેલા સમયે પાસ્ખાપર્વ પાળે.

  14. ગણના ૯:૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    આ મહિનાને ચૌદમે દિવસે સાંજે નિયત સમયે પાસ્ખાપર્વ પાળો. એને લગતા બધા નિયમો અને વિધિઓ મુજબ તેનું પાલન કરો.”

  15. ગણના ૯:૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તેથી, ઇઝરાયલીઓને મૂસાએ કહ્યું કે તમારે પાસ્ખાપર્વ પાળવું.

  16. ગણના ૯:૫આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને પ્રથમ મહિનાના ચૌદમા દિવસે સાંજે સિનાઈના અરણ્યમાં તેઓએ પાસ્ખાપર્વ પાળ્યું. જે સર્વ આજ્ઞાઓ યહોવાહે મૂસાને આપી હતી તે મુજબ ઇઝરાયલીઓએ કર્યું.

  17. ગણના ૯:૬આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ કેટલાક માણસો મૃતદેહના સ્પર્શથી અશુદ્ધ થયા હતા તેથી તેઓ તે દિવસે પાસ્ખાપર્વ પાળી ન શક્યા અને તેઓ તે દિવસે મૂસા અને હારુનની પાસે આવ્યા.

  18. ગણના ૯:૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તેઓએ મૂસાને કહ્યું કે, “અમે મૃતદેહના સ્પર્શથી અશુદ્ધ થયેલા છીએ. ઇઝરાયલીઓ તેને માટે નિયત સમયે યહોવાહને અર્પણ કરે છે. તો અમને શા માટે એવું કરવાની મનાઈ કરવામાં આવે છે?”

  19. ગણના ૯:૮આશરે ઈ.પૂ. ૧૪૯૦

    મૂસાએ તેઓને કહ્યું કે, “યહોવાહ તમારા વિષે શી આજ્ઞા આપે છે તે હું સાંભળું ત્યાં સુધી ઊભા રહો.”

  20. ગણના ૯:૯આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ યહોવાહે મૂસાને કહ્યું કે,

  21. ગણના ૯:૧૦આશરે ઈ.પૂ. ૧૪૯૦

    “ઇઝરાયલપ્રજાને આ પ્રમાણે કહે કે, જો તમારામાંનો અથવા તમારા સંતાનોમાંનો કોઈ શબના સ્પર્શને કારણે અશુદ્ધ થયો હોય અથવા દૂર મુસાફરી કરતો હોય, તો પણ તે યહોવાહનું પાસ્ખાપર્વ પાળે.’”

  22. ગણના ૯:૧૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ બીજા મહિનાના ચૌદમા દિવસે સાંજે તેઓ તે પર્વ પાળે અને બેખમીર રોટલી તથા કડવી ભાજી સાથે તે ખાય.

  23. ગણના ૯:૧૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    એમાંનું કશું તેઓ સવાર સુધી રહેવા દે નહિ, તેમ જ તેનું એકેય હાડકું ભાંગે નહિ. પાસ્ખાપર્વના સર્વ નિયમોનું પાલન તેઓ કરે.

  24. ગણના ૯:૧૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ પણ જો કોઈ માણસ શુદ્ધ હોવા છતાં અને મુસાફરીમાં હોવા ન છતાં પાસ્ખાપર્વ પાળવાનું ચૂકે તે પોતાનાં લોકોથી અલગ કરાય. કેમ કે, તેણે નિયત સમયે યહોવાહને અર્પણ કર્યું નહિ, તેથી તે માણસનું પાપ તેને માથે.

  25. ગણના ૯:૧૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને જો કોઈ પરદેશી તમારામાં રહેતો હોય અને તે યહોવાહને માટે પાસ્ખાપર્વ પાળવા ઇચ્છતો હોય તો તે પાસ્ખાના બધા નિયમો અને વિધિઓ પ્રમાણે તે પાળે. દેશના વતની તથા પરદેશી સૌને માટે સરખો જ નિયમ છે.”