મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ગણના ૩:૩૮આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ મૂસા, હારુન અને તેના દીકરા મંડપની સામે પૂર્વ દિશામાં, મુલાકાતમંડપની સામે પૂર્વ બાજુએ છાવણી કરે અને તેઓ પવિત્રસ્થાનની સંભાળ રાખે, એટલે ઇઝરાયલીઓ માટે તેની સંભાળ રાખે. અને જો કોઈ પરદેશી પાસે આવે તો તે માર્યો જાય.

  2. ગણના ૩:૩૯આશરે ઈ.પૂ. ૧૪૯૦

    લેવીઓમાંના જે સર્વની ગણતરી થઈ, જેઓને મૂસાએ અને હારુને યહોવાહની આજ્ઞા અનુસાર ગણ્યા તેઓ, એટલે એક મહિનાના અને તેની ઉપરની ઉંમરના લેવી પુરુષો પોતાના કુટુંબ મુજબ બાવીસ હજાર હતા.

  3. ગણના ૩:૪૦આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ યહોવાહે મૂસાને કહ્યું, “એક મહિનાથી ઉપરની ઉંમરના બધા પ્રથમજનિત ઇઝરાયલી પુરુષોની ગણતરી કર અને તેમનાં નામોની સંખ્યા ગણ.

  4. ગણના ૩:૪૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને ઇઝરાયલના સર્વ પ્રથમજનિત પુરુષોને બદલે તું મારે માટે લેવીઓને લે. હું યહોવાહ છું, અને ઇઝરાયલીઓના જાનવરો મધ્યે સર્વ પ્રથમજનિતને બદલામાં લેવીઓનાં જાનવરો લે.”

  5. ગણના ૩:૪૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ અને જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ તેણે સર્વ ઇઝરાયલીઓના પ્રથમજનિતની ગણતરી કરી.

  6. ગણના ૩:૪૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને સર્વ પ્રથમજનિત પુરુષોની ગણતરી કરી, એક મહિનાથી ઉપરના નામોની સંખ્યા પ્રમાણે ગણતાં બાવીસ હજાર બસો તોંતેરની થઈ.

  7. ગણના ૩:૪૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ ત્યાર પછી, યહોવાહે મૂસાને કહ્યું કે,

  8. ગણના ૩:૪૫આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ઇઝરાયલ પ્રજામાં સર્વ પ્રથમજનિતના બદલામાં લેવીઓને લે. તેઓનાં જાનવરોને બદલે લેવીઓનાં જાનવરો લે. અને લેવીઓ મારા થશે, હું યહોવાહ છું.

  9. ગણના ૩:૪૬આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ અને ઇઝરાયલમાં લેવીઓ ઉપરાંત, જે બસો તોંતેર પ્રથમજનિતને ખંડી લેવાના છે.

  10. ગણના ૩:૪૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તે દરેકને વાસ્તે, માથાદીઠ પાંચ શેકેલ લે. પવિત્રસ્થાનના શેકેલ એટલે વીસ ગેરાહના શેકેલ મુજબ તું લે.

  11. ગણના ૩:૪૮આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને તે ઉપરાંત નાની સંખ્યાની ખંડણીનાં જે નાણાં આવે તે તું હારુન તથા તેના દીકરાઓને આપ.

  12. ગણના ૩:૪૯આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ જેઓ લેવીઓને બદલે ખરીદી લેવાયા હતા, તેઓ ઉપરાંત મુક્તિ મૂલ્યનાં ઓછા નાણાં મૂસાએ તેઓની પાસેથી લીધાં;

  13. ગણના ૩:૫૦આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ઇઝરાયલના પ્રથમજનિત પાસેથી મૂસાએ તે નાણાં લીધાં; એટલે પવિત્રસ્થાનના શેકેલ મુજબ એક હજાર ત્રણસો પાંસઠ શેકેલ.

  14. ગણના ૩:૫૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને મૂસાએ યહોવાહના કહ્યા મુજબ તથા યહોવાહે તેને આજ્ઞા કરી હતી તે મુજબ ખંડણીનાં નાણાં હારુનને અને તેના દીકરાઓને આપ્યા.

  15. ગણના ૪:૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ યહોવાહે મૂસા અને હારુનને કહ્યું,

  16. ગણના ૪:૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    લેવીના દીકરાઓમાંથી કહાથના દીકરાઓની ગણતરી તેઓના કુટુંબો મુજબ તથા તેઓના પિતાઓના ઘર મુજબ કરો.

  17. ગણના ૪:૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ત્રીસથી પચાસ વર્ષની ઉંમરના બધા પુરુષો મુલાકાતમંડપનું કામ કરવા માટે સેવકપદમાં દાખલ થાય છે. તે સર્વની ગણતરી કરો.

  18. ગણના ૪:૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    મુલાકાતમંડપમાં પરમપવિત્ર વસ્તુઓના સંબંધમાં કહાથના દીકરાઓનું કામ આ છે.

  19. ગણના ૪:૫આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ જ્યારે છાવણીનો મુકામ ઉપાડવાનો સમય આવે ત્યારે હારુન અને તેના દીકરાઓએ અંદર જઈને પવિત્ર કરારકોશ આગળનો પડદો ઉતારી લઈને તેનાથી સાક્ષ્યકોશને ઢાંકી દેવો.

  20. ગણના ૪:૬આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તે પર તેઓ સમુદ્ર ગાયના ચામડાનું આવરણ કરે અને તેને નીલ રંગનાં વસ્ત્રોથી ઢાંકે અને પવિત્રકોશને ઉપાડવાના દાંડા તેની કડીઓમાં નાખે.

  21. ગણના ૪:૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ પછી તેઓએ અર્પેલી રોટલીની મેજ પર નીલ રંગનું વસ્ત્ર પાથરી દેવું, અને તેના પર થાળીઓ, ચમચા, તર્પણને માટે વાટકા મૂકવા; નિત્યની રોટલી તેના પર રહે.

  22. ગણના ૪:૮આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તેના પર કિરમજી રંગનું વસ્ત્ર પાથરવું. અને સીલના ચામડાના આવરણથી તેને ઢાંકી દઈને તેને ઊચકવા માટેના દાંડા તેમાં નાખવા.

  23. ગણના ૪:૯આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ અને તેઓએ નીલ રંગનું વસ્ત્ર લઈને તેના વડે દીપવૃક્ષ, દીવાઓ, ચીપિયા, તાસકો અને દીવામાં વપરાતા તેલપાત્રોને ઢાંકે.

  24. ગણના ૪:૧૦આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તે પછી આ સર્વ સામગ્રી સીલનાં ચામડાંનાં આવરણમાં નાખીને પાટિયા પર મૂકે.

  25. ગણના ૪:૧૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    પછી તેઓએ સોનાની વેદી નીલ રંગના વસ્ત્રોથી ઢાંકવી અને સીલના ચામડાના આવરણથી તેને ઢાંકે દઈને તેને ઊચકવાના દાંડાં તેમાં નાખે.