- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1406–1380 BC
Conquest of Canaan
Joshua leads Israel across the Jordan into the promised land, defeating the Canaanite kingdoms one by one.
આ કાળની કલમો
- યહોશુઆ ૨૦:૫આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ અને મારી નંખાયેલી વ્યક્તિના ખૂનનો બદલો લેવા જો કોઈ પ્રયત્ન કરતો હોય તો પછી નગરના લોકોએ આ મનુષ્યઘાતકને તેના હાથમાં સોંપવો નહિ. તેઓએ આ કરવું નહિ, કેમ કે તેણે તેના પડોશીને અજાણતાંથી મારી નાખ્યો હતો, નહિ કે અગાઉથી તેને તેના પર દ્વેષ હતો.
- યહોશુઆ ૨૦:૬આશરે ઈ.પૂ. ૧૪૪૩
તે દિવસોમાં જે મુખ્ય યાજક તરીકેની સેવા આપતો હોય તેના મરણ સુધી, તે ન્યાયને સારું સભા આગળ ઊભો રહે ત્યાં સુધી, તે તેં જ નગરમાં રહે. પછી એ મનુષ્યઘાતક તેના પોતાના ઘરે અથવા તેના પોતાના નગરમાં કે જ્યાંથી તે નાસી ગયો હતો ત્યાં પાછો જાય.”
- યહોશુઆ ૨૦:૭આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ તેથી ઇઝરાયલીઓએ આશ્રયનગર તરીકે ગાલીલમાં નફતાલીના પર્વતીય પ્રદેશમાંનાં કેદેશ, એફ્રાઇમનાં પર્વતીય પ્રદેશમાંનાં શખેમ, યહૂદિયાના પર્વતીય પ્રદેશમાંનાં કિર્યાથ-આર્બા એટલે હેબ્રોન,
- યહોશુઆ ૨૦:૮આશરે ઈ.પૂ. ૧૪૪૩
પૂર્વમાં યરીખો પાસે યર્દનને પેલે પાર તેઓએ રુબેનના કુળમાંથી સપાટ પ્રદેશ પરના અરણ્યમાં બેસેર, ગાદ કુળમાંથી રામોથ ગિલ્યાદ, મનાશ્શાના કુળમાંથી બાશાનમાં ગોલાન પસંદ કર્યા.
- યહોશુઆ ૨૦:૯આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ એ નગરો સર્વ ઇઝરાયલના લોકોને સારું અને તેઓ મધ્યે પ્રવાસ કરનારા પરદેશીને સારું ઠરાવેલા હતા કે, જે કોઈ જાણતા અજાણતાં કોઈ વ્યક્તિનું ખૂન કરે, જ્યાં સુધી તે ખૂનનો બદલો લેનારના હાથથી તે માર્યો જાય નહિ, ત્યાં સુધી નાસી જઈને સભા આગળ ઉપસ્થિત થાય.
- યહોશુઆ ૨૧:૧આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ પછી લેવીઓના કુટુંબોના વડીલો એલાઝાર યાજક પાસે, નૂનના પુત્ર યહોશુઆ અને ઇઝરાયલના પૂર્વજોના આગેવાનો પાસે આવ્યા.
- યહોશુઆ ૨૧:૨આશરે ઈ.પૂ. ૧૪૪૩
તેઓએ કનાન દેશના શીલોહ આગળ તેમને કહ્યું, “યહોવાહે મૂસાની મારફતે તેઓને આજ્ઞા આપી કે અમને રહેવા સારુ નગરો અને અમારા જાનવરોને માટે ઘાસવાળી જમીન આપવી.”
- યહોશુઆ ૨૧:૩આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ તેથી ઇઝરાયલી લોકોએ યહોવાહની આજ્ઞા પ્રમાણે, પોતાના વારસામાંથી નગરો અને ગૌચરો લેવીઓને આપ્યાં.
- યહોશુઆ ૨૧:૪આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ કહાથીઓના કુટુંબોને માટે જે ચિઠ્ઠી પસંદ થઈ તેની આ પ્રમાણે કાર્યવાહી થઈ. લેવીઓમાંના હારુન યાજકોના વંશજોએ યહૂદાના કુળમાંથી, શિમયોનના કુળમાંથી અને બિન્યામીનના કુળમાંથી તેર નગરો પ્રાપ્ત કર્યા.
- યહોશુઆ ૨૧:૫આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ કહાથીઓના બાકીનાં કુટુંબોને માટે ચિઠ્ઠીઓ નાખતાં તેઓને એફ્રાઇમનાં કુળના કુટુંબોમાંથી, દાનના કુળમાંથી અને મનાશ્શાના અર્ધકુળમાંથી દસ નગરો પ્રાપ્ત થયાં.
- યહોશુઆ ૨૧:૬આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ ગેર્શોનપુત્રોને માટે ચિઠ્ઠીઓ નાખતા તેમને ઇસ્સાખાર કુળના કુટુંબોમાંથી, આશેરના કુળમાંથી, નફતાલીના કુળમાંથી અને બાશાનમાં મનાશ્શાના અર્ધકુળમાંથી તેર નગરો આપવામાં આવ્યા.
- યહોશુઆ ૨૧:૭આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ મરારીના વંશજોના જે લોકો હતા તેઓને રુબેનના, ગાદ અને ઝબુલોનના કુળમાંથી બાર નગરો પ્રાપ્ત થયા.
- યહોશુઆ ૨૧:૮આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ તેથી યહોવાહે મૂસાની મારફતે જે આજ્ઞા આપી હતી, તેમ ઇઝરાયલ લોકોએ ચિઠ્ઠીઓ નાખીને આ નગરો તેઓનાં ગૌચરો સહિત લેવીઓને આપ્યાં.
- યહોશુઆ ૨૧:૯આશરે ઈ.પૂ. ૧૪૪૩
અને તેઓના નામની યાદી પ્રમાણે યહૂદાના કુળમાંથી, શિમયોનના કુળમાંથી, ઉપર દર્શાવ્યાં પ્રમાણેનાં નગરોના ભાગ તેઓને સોંપવામાં આવ્યા.
- યહોશુઆ ૨૧:૧૦આશરે ઈ.પૂ. ૧૪૪૩
હારુનના વંશજો જે લેવીઓના કુળમાંથી પાછા ફર્યા હતા અને કહાથીઓના કુટુંબો મધ્યે હતા, તેમને આ નગરો આપવામાં આવ્યાં હતાં. કેમ કે પહેલી ચિઠ્ઠી તેઓના નામની નીકળી હતી.
- યહોશુઆ ૨૧:૧૧આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ ઇઝરાયલીઓએ તેઓને યહૂદિયાના પહાડી પ્રદેશમાંનું કિર્યાથ-આર્બા અનાકના પિતાનું નગર, એટલે હેબ્રોન તેની આસપાસનાં ગૌચર સહિત આપ્યાં.
- યહોશુઆ ૨૧:૧૨આશરે ઈ.પૂ. ૧૪૪૩
પણ નગરનાં ખેતરો અને તેનાં ગામો યફૂન્નેના પુત્ર કાલેબને અગાઉથી જ સુપ્રત કરાયા હતાં.
- યહોશુઆ ૨૧:૧૩આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ તેઓએ હારુન યાજકના વંશજોને મનુષ્યઘાતક માટેના આશ્રયનું નગર તે, હેબ્રોન તેનાં ગૌચર સહિત તથા લિબ્નાહ તેનાં ગૌચર સહિત અને
- યહોશુઆ ૨૧:૧૪આશરે ઈ.પૂ. ૧૪૪૩
યાત્તીર તેનાં ગૌચર સહિત, એશ્તમોઆ તેનાં ગૌચર સહિત.
- યહોશુઆ ૨૧:૧૫આશરે ઈ.પૂ. ૧૪૪૩
હોલોન પણ તેનાં ગૌચર સહિત, દબીર તેનાં ગૌચર સહિત આપ્યાં,
- યહોશુઆ ૨૧:૧૬આશરે ઈ.પૂ. ૧૪૪૩
આઈન તેનાં ગૌચર સહિત, યૂટ્ટા તેનાં ગૌચર સહિત અને બેથ-શેમેશ તેનાં ગૌચર સહિત. એ નવ નગરો આ બે કુળને આપવામાં આવ્યાં.
- યહોશુઆ ૨૧:૧૭આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ બિન્યામીનના કુળમાંથી ગિબ્યોન તેનાં ગૌચર સહિત, ગેબા તેનાં ગૌચર સહિત,
- યહોશુઆ ૨૧:૧૮આશરે ઈ.પૂ. ૧૪૪૩
અનાથોથ તેનાં ગૌચર સહિત તથા આલ્મોન તેનાં ગૌચર સહિત એ ચાર નગરો.
- યહોશુઆ ૨૧:૧૯આશરે ઈ.પૂ. ૧૪૪૩
હારુનના વંશજોના યાજકોને, બધાં મળીને કુલ તેર નગરો તેનાં ગૌચર સહિત આપવામાં આવ્યાં હતાં.
- યહોશુઆ ૨૧:૨૦આશરે ઈ.પૂ. ૧૪૪૩
¶ કહાથના કુટુંબનાં જે લેવી પુત્રો હતા તેઓને માટે ચિઠ્ઠીઓ નાખતાં તે પ્રમાણે એફ્રાઇમનાં કુળમાંથી તેઓને નગરો આપવામાં આવ્યાં.