મુખ્ય સામગ્રી પર જાઓ

circa 2100–1900 BC

Abraham: The Covenant

God calls Abram from Ur, establishes an everlasting covenant, and promises a son through whom all nations will be blessed.

394 કલમો · 1 પુસ્તક આવરી લેવાયું

  1. ઊત્પત્તિ ૧૩:૬આશરે ઈ.પૂ. ૧૯૧૮

    તે દેશ એટલો બધો ફળદ્રુપ ન હતો કે તેઓ બન્ને એકસાથે રહી શકે, કેમ કે તેઓના પાલતું પશુઓની સંખ્યા ઘણી હતી.

  2. ઊત્પત્તિ ૧૩:૭આશરે ઈ.પૂ. ૧૯૧૮

    એવામાં ઇબ્રામના ગોવાળિયાઓ અને લોતના ગોવાળિયાઓની વચ્ચે ઝઘડો થયો. તે સમયે કનાનીઓ તથા પરિઝીઓ તે દેશમાં રહેતા હતા.

  3. ઊત્પત્તિ ૧૩:૮આશરે ઈ.પૂ. ૧૯૧૮

    ¶ તેથી ઇબ્રામે લોતને કહ્યું, “તારી તથા મારી વચ્ચે અને તારા તથા મારા ગોવાળિયાઓની વચ્ચે તકરાર થવી ન જોઈએ; કારણ કે આપણે ભાઈઓ છીએ.

  4. ઊત્પત્તિ ૧૩:૯આશરે ઈ.પૂ. ૧૯૧૮

    શું તારી આગળ આખો દેશ નથી? તું આગળ જા અને પોતાને મારાથી જુદો કર. જો તું ડાબી બાજુ જશે, તો હું જમણી બાજુ જઈશ. અથવા જો તું જમણી બાજુ જશે, તો પછી હું ડાબી બાજુ જઈશ.”

  5. ઊત્પત્તિ ૧૩:૧૦આશરે ઈ.પૂ. ૧૯૧૮

    ¶ તેથી લોતે પોતાની આંખો ઊંચી કરીને યર્દનનો આખો પ્રદેશ સોઆર સુધી જોયો કે તેમાં બધે પુષ્કળ પાણી છે. ઈશ્વરે સદોમ તથા ગમોરાનો નાશ કર્યા અગાઉ તે દેશ ઈશ્વરની વાડીના જેવો તથા મિસર દેશના જેવો હતો.

  6. ઊત્પત્તિ ૧૩:૧૧આશરે ઈ.પૂ. ૧૯૧૭

    તેથી લોતે પોતાને સારુ યર્દનનો આખો પ્રદેશ પસંદ કર્યો. તે પૂર્વ તરફ ગયો. આમ ભાઈઓ એકબીજાથી અલગ થયા.

  7. ઊત્પત્તિ ૧૩:૧૨આશરે ઈ.પૂ. ૧૯૧૭

    ¶ ઇબ્રામ કનાન દેશમાં રહ્યો અને લોત તે સપાટ પ્રદેશવાળા નગરોમાં ગયો. તેણે સદોમ નગરમાં સ્થાયી વસવાટ કર્યો.

  8. ઊત્પત્તિ ૧૩:૧૩આશરે ઈ.પૂ. ૧૯૧૭

    હવે સદોમના માણસો ઈશ્વરની વિરુદ્ધ અતિ ભ્રષ્ટ તથા દુરાચારી હતા.

  9. ઊત્પત્તિ ૧૩:૧૪આશરે ઈ.પૂ. ૧૯૧૭

    ¶ ઇબ્રામથી લોત જુદો થયા પછી ઈશ્વરે ઇબ્રામને કહ્યું, “તું જ્યાં ઊભો છે ત્યાંથી પોતાની આંખો ઊંચી કરીને ઉત્તર, દક્ષિણ, પૂર્વ તથા પશ્ચિમ તરફ જો.

  10. ઊત્પત્તિ ૧૩:૧૫આશરે ઈ.પૂ. ૧૯૧૭

    જે સર્વ પ્રદેશ તું જુએ છે, તે હું તને તથા તારા વંશજોને સદાને માટે આપીશ.

  11. ઊત્પત્તિ ૧૩:૧૬આશરે ઈ.પૂ. ૧૯૧૭

    ¶ અને હું તારો વંશ પૃથ્વીની ધૂળની રજકણો જેટલો કરીશ. જો કોઈ માણસ ધૂળની રજકણોને ગણી શકે તો તે તારો વંશ ગણી શકે.

  12. ઊત્પત્તિ ૧૩:૧૭આશરે ઈ.પૂ. ૧૯૧૭

    ઊઠ, આ દેશની લંબાઈ તથા પહોળાઈની સરહદ સુધી ફર, કારણ કે તે દેશ હું તને આપીશ.”

  13. ઊત્પત્તિ ૧૩:૧૮આશરે ઈ.પૂ. ૧૯૧૭

    તેથી ઇબ્રામે પોતાનો તંબુ ઉઠાવીને મામરેનાં એલોન વૃક્ષો જે હેબ્રોનમાં છે ત્યાં સ્થાપિત કર્યો, ત્યાં તે રહ્યો અને ઈશ્વરને નામે એક વેદી બાંધી.

  14. ઊત્પત્તિ ૧૪:૧આશરે ઈ.પૂ. ૧૯૧૩

    ¶ શિનઆરના રાજા આમ્રાફેલે, એલ્લાસારના રાજા આર્યોખે, એલામના રાજા કદોરલાઓમેરે અને ગોઈમના રાજા તિદાલે પોતાની કારકિર્દી દરમિયાન,

  15. ઊત્પત્તિ ૧૪:૨આશરે ઈ.પૂ. ૧૯૧૩

    સદોમના રાજા બેરા, ગમોરાના રાજા બિર્શા, આદમાના રાજા શિનાબ, સબોઈમના રાજા શેમેબેર અને બેલા એટલે સોઆરના રાજાની સામે લડાઈ કરી.

  16. ઊત્પત્તિ ૧૪:૩આશરે ઈ.પૂ. ૧૯૧૩

    ¶ એ પાંચ રાજાઓ સિદ્દીમની ખીણ જે હાલમાં ખારો સમુદ્ર છે તેમાં એકત્ર થયા.

  17. ઊત્પત્તિ ૧૪:૪આશરે ઈ.પૂ. ૧૯૧૩

    બાર વર્ષ સુધી તેઓ કદોરલાઓમેરના તાબે રહ્યા હતા, પણ તેરમા વર્ષે તેઓએ બળવો કર્યો.

  18. ઊત્પત્તિ ૧૪:૫આશરે ઈ.પૂ. ૧૯૧૩

    પછી ચૌદમા વર્ષે કદોરલાઓમેર તથા જે રાજાઓ તેની સાથે હતા, તેઓએ આવીને આશ્તારોથ-કારનાઈમ દેશના રફાઈઓને, હામ દેશના ઝૂઝીઓને, શાવેહ કિર્યાથાઈમ દેશના એમીઓને,

  19. ઊત્પત્તિ ૧૪:૬આશરે ઈ.પૂ. ૧૯૧૩

    હોરીઓ જે પોતાના સેઈર નામના પર્વતમાં રહેતા હતા તેઓના પર અરણ્ય પાસેના એલપારાન સુધી હુમલા કરીને મારતા રહ્યા.

  20. ઊત્પત્તિ ૧૪:૭આશરે ઈ.પૂ. ૧૯૧૩

    ¶ પછી તેઓ પાછા ફર્યા અને એન-મિશ્પાટ એટલે કાદેશમાં આવ્યા અને અમાલેકીઓના આખા દેશને તથા હાસસોન-તામારમાં રહેનારા અમોરીઓને પણ તેઓએ હરાવ્યા.

  21. ઊત્પત્તિ ૧૪:૮આશરે ઈ.પૂ. ૧૯૧૩

    ¶ પછી સદોમનો રાજા, ગમોરાનો રાજા, આદમાનો રાજા, સબોઈમનો રાજા, બેલા એટલે સોઆરના રાજાએ યુદ્ધની તૈયારી કરીને,

  22. ઊત્પત્તિ ૧૪:૯આશરે ઈ.પૂ. ૧૯૧૩

    એલામના રાજા કદોરલાઓમેર, ગોઈમના રાજા તિદાલ, શિનઆરના રાજા આમ્રાફેલ તથા એલ્લાસારના રાજા આર્યોખ, એ ચાર રાજાઓએ પેલા પાંચ રાજાઓની વિરુદ્ધ લડાઈ કરી.

  23. ઊત્પત્તિ ૧૪:૧૦આશરે ઈ.પૂ. ૧૯૧૩

    ¶ હવે સિદ્દીમની ખીણોમાં ડામરના ઘણાં ખાડા હતા અને સદોમ તથા ગમોરાના રાજાઓ નાસી જઈને તેમાં પડ્યા. જે બાકી રહ્યા હતા તેઓ પહાડ તરફ નાસી ગયા.

  24. ઊત્પત્તિ ૧૪:૧૧આશરે ઈ.પૂ. ૧૯૧૩

    પછી સદોમ તથા ગમોરામાંની ચીજવસ્તુઓ અને તેઓની સંપત્તિ લઈને પોતાને રસ્તે ચાલ્યા ગયા.

  25. ઊત્પત્તિ ૧૪:૧૨આશરે ઈ.પૂ. ૧૯૧૩

    જયારે તેઓ ગયા, ત્યારે તેઓએ ઇબ્રામનો ભત્રીજો લોત, જે સદોમમાં રહેતો હતો, તેને પણ પકડીને તેની સર્વ સંપત્તિ લઈને તેઓ ચાલ્યા ગયા.