Skip to content

Rebekah વિશે બાઇબલની કલમો

106 કલમો · 9 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ પછી ઇબ્રાહિમને જણાવવામાં આવ્યું કે, “તારા ભાઈ નાહોરની પત્ની મિલ્કાએ દીકરાઓને જન્મ આપ્યો છે.”

  2. તેઓનાં નામ આ પ્રમાણે છે: તેનો મોટો દીકરો ઉસ, તેનો ભાઈ બૂઝ, પછી કમુએલ અરામનો પિતા,

  3. કેસેદ, હઝો, પિલ્દાશ, યિદલાફ અને બથુએલ.

  4. ¶ રિબકા બથુએલની દીકરી હતી. ઇબ્રાહિમના ભાઈ નાહોરને માટે મિલ્કાએ આ આઠ દીકરાઓને જન્મ આપ્યો હતો.

  5. ¶ તેની આ પ્રાર્થના પૂરી થયા અગાઉ રિબકા ખભા પર ગાગર સાથે ત્યાં આવી. રિબકા, ઇબ્રાહિમના ભાઈ નાહોરની પત્ની મિલ્કાના દીકરા બથુએલની દીકરી હતી.

  6. તે ઘણી સુંદર અને યુવાન હતી. કોઈ પુરુષ સાથે તેણે સંબંધ બાંધ્યો ન હતો. તે કૂવા પાસે આવી અને પોતાની ગાગર ભરીને નીચે ઊતરી.

  7. ¶ તેને જોઈને ચાકર દોડીને તેની પાસે ગયો અને કહ્યું, “કૃપા કરીને તારી ગાગરમાંથી થોડું પાણી મને પીવા માટે આપ.”

  8. તેણે કહ્યું, “મારા માલિક, પીઓ,” અને તેણે ઉતાવળ કરીને પોતાની ગાગર હાથ પરથી ઉતારીને તેને પાણી પાયું.

  9. ¶ તેને પાણી પીવડાવ્યા પછી તેણે કહ્યું, “તારાં ઊંટો પણ પાણી પી રહે ત્યાં સુધી હું તેમને સારું પાણી ભરીશ.”

  10. પછી તેણે ઝડપથી પોતાની ગાગર હવાડામાં ખાલી કરી અને પાણી ભરવાને ફરીથી કૂવા તરફ દોડી. તેણે તેનાં સર્વ ઊંટોને માટે પાણી ભર્યું.

  11. ¶ ઇબ્રાહિમના ચાકરે તેને જોઈ. ઈશ્વરે તેની મુસાફરી સફળ કરી છે કે નહિ, તે સમજવા માટે તે શાંત રહ્યો.

  12. ઊંટો પાણી પી રહ્યાં પછી એમ થયું કે તે માણસે અડધા તોલાની સોનાની એક નથની અને તેના હાથને સારુ દસ તોલા સોનાની બે બંગડી બહાર કાઢી.

  13. તેણે તેને પૂછ્યું, “તું કોની દીકરી છે? કૃપા કરી મને કહે કે શું અમારે માટે તારા પિતાના ઘરમાં ઉતારો મળી રહેશે?”

  14. ¶ રિબકાએ તેને કહ્યું, “મિલ્કાનો દીકરો બથુએલ, જે નાહોરનો દીકરો છે, તેની હું દીકરી છું.”

  15. વળી તેણે એ પણ કહ્યું, “અમારી પાસે ઘણો ઘાસચારો છે અને ઉતારાની જગ્યા પણ છે.”

  16. ¶ પછી તે માણસે માથું નમાવીને ઈશ્વરની સ્તુતિ કરી,

  17. અને કહ્યું, “મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર, જેમણે મારા માલિક સાથે કરેલા કરાર અનુસાર પોતાના વિશ્વાસુપણાનો તથા સત્યતાનો ત્યાગ કર્યો નથી, તેમની સ્તુતિ થાઓ. ઈશ્વર મારા માલિકના સગાંઓના ઘરે મને દોરી લાવ્યા છે.”

  18. ¶ પછી તે યુવતી દોડીને ઘરે ગઈ અને તેની માતાને અને તેના કુટુંબીઓને એ વાત જણાવી.

  19. રિબકાને એક ભાઈ હતો. તેનું નામ લાબાન હતું. લાબાન રસ્તાની બાજુ પરના પાણીના ઝરા પાસે ઊભેલા ઇબ્રાહિમના ચાકરની પાસે દોડી ગયો.

  20. તેણે નથની તથા પોતાની બહેનના હાથમાં બંગડીઓ જોઈ. જયારે તેણે તેની બહેન રિબકાએ કહેલી વાત સાંભળી કે, “તે માણસે મને એમ કહ્યું છે,” ત્યારે તે તે માણસની પાસે ગયો. તે કૂવા પાસે ઊંટો સાથે ઊભો હતો.

  21. ¶ લાબાને કહ્યું, “તું ઈશ્વરથી આશીર્વાદિત છે, આવ, બહાર કેમ ઊભો છે? મેં તારા માટે ઉતારો તથા ઊંટોને સારુ જગ્યા તૈયાર કરી છે.”

  22. તેથી તે માણસ ઘરમાં આવ્યો અને તેણે ઊંટો પરનો સામાન ઉતાર્યો. લાબાને ઊંટોને ઘાસચારો અને તેને તથા તેના સાથી માણસોનો અતિથિ સત્કાર કર્યો અને પાણી આપ્યું.

  23. ¶ તેઓએ તેની આગળ જમવાનું પીરસ્યું, પરંતુ તેણે કહ્યું, “મારે જે કહેવાનું છે એ જણાવ્યાં અગાઉ હું જમીશ નહિ.” તેથી લાબાને કહ્યું, “બોલ.”

  24. તેણે કહ્યું, “હું ઇબ્રાહિમનો ચાકર છું.”

  25. ઈશ્વરે મારા માલિકને ઘણો આશીર્વાદ આપ્યો છે અને તે મહાન થયો છે. તેમણે તેને ઘેટાં, ઊંટો, ગધેડાં તથા અન્ય જાનવરો, ચાંદી, સોનું, દાસો અને દાસીઓ આપ્યાં છે.