Bethuel
Bethuel નો ઉલ્લેખ કરતી કલમો
કેસેદ, હઝો, પિલ્દાશ, યિદલાફ અને બથુએલ.
¶ રિબકા બથુએલની દીકરી હતી. ઇબ્રાહિમના ભાઈ નાહોરને માટે મિલ્કાએ આ આઠ દીકરાઓને જન્મ આપ્યો હતો.
¶ તેની આ પ્રાર્થના પૂરી થયા અગાઉ રિબકા ખભા પર ગાગર સાથે ત્યાં આવી. રિબકા, ઇબ્રાહિમના ભાઈ નાહોરની પત્ની મિલ્કાના દીકરા બથુએલની દીકરી હતી.
¶ રિબકાએ તેને કહ્યું, “મિલ્કાનો દીકરો બથુએલ, જે નાહોરનો દીકરો છે, તેની હું દીકરી છું.”
¶ મેં તેને પૂછ્યું, ‘તું કોની દીકરી છે?’ તેણે કહ્યું, ‘હું મારા દાદાદાદી નાહોર અને મિલ્કાના દીકરા બથુએલની દીકરી છું.’ પછી મેં તેના નાકમાં નથની અને તેના બન્ને હાથમાં બંગડી પહેરાવી,
¶ પછી લાબાને તથા બથુએલે ઉત્તર આપ્યો, “એ વાત તો ઈશ્વરથી નક્કી થયેલી છે; અમે તને આમ કે તેમ કહી શકતા નથી.
ઇસહાકે અરામી લાબાનની બહેન પાદ્દાનારામના અરામી બથુએલની દીકરી રિબકા સાથે લગ્ન કર્યાં ત્યારે તે ચાળીસ વર્ષનો હતો.
ઊઠ, પાદ્દાનારામમાં તારી માતાના પિતા બથુએલને ઘરે જા અને ત્યાંથી તારી માતાના ભાઈ એટલે તારા મામા લાબાનની દીકરીઓમાંથી એકની સાથે તું લગ્ન કર.
¶ ઇસહાકે યાકૂબને વિદાય કર્યો. યાકૂબ પાદ્દાનારામમાં બથુએલ અરામીના દીકરા અને યાકૂબ તથા એસાવની માતા રિબકાના ભાઈ લાબાનને ત્યાં ગયો.