- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 2100–1900 BC
Abraham: The Covenant
God calls Abram from Ur, establishes an everlasting covenant, and promises a son through whom all nations will be blessed.
આ કાળની કલમો
- ઊત્પત્તિ ૧૪:૧૩આશરે ઈ.પૂ. ૧૯૧૩
¶ જે એક જણ બચી ગયો હતો તેણે આવીને હિબ્રૂ ઇબ્રામને ખબર આપી. તે વખતે ઇબ્રામ અમોરી મામરેનાં એલોન વૃક્ષ પાસે રહેતો હતો. મામરે ઇબ્રામના મિત્રો એશ્કોલ અને આનેરનો ભાઈ હતો.
- ઊત્પત્તિ ૧૪:૧૪આશરે ઈ.પૂ. ૧૯૧૩
જયારે ઇબ્રામે સાંભળ્યું કે દુશ્મનોએ તેના સગાં સંબંધીઓને તાબે કર્યાં છે, ત્યારે તેણે પોતાના ઘરમાં જન્મેલા અને તાલીમ પામેલા ત્રણસો અઢાર પુરુષોને લઈને દાન સુધી સૈન્યનો પીછો કર્યો.
- ઊત્પત્તિ ૧૪:૧૫આશરે ઈ.પૂ. ૧૯૧૩
¶ તે રાત્રે તેણે તેઓની વિરુદ્ધ પોતાના માણસોના બે ભાગ પાડીને તેઓ પર હુમલો કર્યો અને દમસ્કસની ડાબી બાજુના હોબા સુધી તેઓનો પીછો કર્યો.
- ઊત્પત્તિ ૧૪:૧૬આશરે ઈ.પૂ. ૧૯૧૩
પછી તે પોતાના સંબંધી લોતને, તેની સંપત્તિને, સ્ત્રીઓને તથા બીજા દાસોને પાછા લાવ્યો.
- ઊત્પત્તિ ૧૪:૧૭આશરે ઈ.પૂ. ૧૯૧૩
¶ કદોરલાઓમેર તથા તેની સાથે જે રાજાઓ હતા, તેઓને હરાવીને ઇબ્રામ પાછો આવતો હતો ત્યારે તેને મળવા સારુ સદોમનો રાજા શાવેહની ખીણમાં એટલે રાજાની ખીણમાં આવ્યો.
- ઊત્પત્તિ ૧૪:૧૮આશરે ઈ.પૂ. ૧૯૧૩
સાલેમનો રાજા મલ્ખીસદેક, રોટલી તથા દ્રાક્ષારસ લઈને આવ્યો. તે પરાત્પર ઈશ્વરનો યાજક હતો.
- ઊત્પત્તિ ૧૪:૧૯આશરે ઈ.પૂ. ૧૯૧૩
¶ તેણે ઇબ્રામ આશીર્વાદ આપીને કહ્યું, “પરાત્પર ઈશ્વર, જે આકાશ તથા પૃથ્વીના ઉત્પન્નકર્તા છે તેમનાંથી ઇબ્રામ આશીર્વાદિત થાઓ.
- ઊત્પત્તિ ૧૪:૨૦આશરે ઈ.પૂ. ૧૯૧૩
જે સર્વશ્રેષ્ઠ ઈશ્વરે તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યા છે, પરાત્પર ઈશ્વરની સ્તુતિ થાઓ.” પછી ઇબ્રામે સર્વ સંપત્તિમાંથી તેને દસમો ભાગ આપ્યો.
- ઊત્પત્તિ ૧૪:૨૧આશરે ઈ.પૂ. ૧૯૧૩
¶ સદોમના રાજાએ ઇબ્રામને કહ્યું, “મને માણસો આપ અને પોતાને સારુ સંપત્તિ લઈ લે.”
- ઊત્પત્તિ ૧૪:૨૨આશરે ઈ.પૂ. ૧૯૧૩
ઇબ્રામે સદોમના રાજાને કહ્યું, “પરાત્પર ઈશ્વર યહોવાહ કે, જેમણે આકાશ તથા પૃથ્વીને ઉત્પન્ન કર્યાં, તેમને મેં ગંભીરતાપૂર્વક વચન આપ્યું છે કે,
- ઊત્પત્તિ ૧૪:૨૩આશરે ઈ.પૂ. ૧૯૧૩
હું તારી પાસે સૂતળી કે ચંપલની દોરીનો ટુકડોય અથવા તારી અન્ય કોઈપણ વસ્તુ લઈશ નહિ, રખેને તું કહે કે, ‘મેં ઇબ્રામને આપ્યું તેથી તે ધનવાન થયો છે”
- ઊત્પત્તિ ૧૪:૨૪આશરે ઈ.પૂ. ૧૯૧૩
જુવાનોએ જે ખાધું છે તે હું સ્વીકારું છું, મારી સાથે જે ભાઈઓ આવ્યા તેઓને એટલે કે આનેર, એશ્કોલ તથા મામરેને તે મેળવેલી સંપત્તિમાંથી હિસ્સો આપજે.”
- ઊત્પત્તિ ૧૫:૧આશરે ઈ.પૂ. ૧૯૧૧
¶ પછી ઈશ્વરના વચન દર્શનમાં ઇબ્રામ પાસે આવ્યું અને કહ્યું, “ઇબ્રામ, તું બીશ નહિ! હું તારી રક્ષા કરીશ તથા મોટું પ્રતિફળ આપીશ.”
- ઊત્પત્તિ ૧૫:૨આશરે ઈ.પૂ. ૧૯૧૧
ઇબ્રામે કહ્યું, “પ્રભુ ઈશ્વર, તમે મને શું આપશો? કેમ કે હું નિ:સંતાન છું અને મારા ઘરનો વારસ આ દમસ્કસનો એલીએઝેર બનશે.”
- ઊત્પત્તિ ૧૫:૩આશરે ઈ.પૂ. ૧૯૧૧
ઇબ્રામે કહ્યું, “તમે મને હજી સુધી સંતાન આપ્યું નથી, માટે મારા ઘરનો કારભારી મારો વારસ થશે.”
- ઊત્પત્તિ ૧૫:૪આશરે ઈ.પૂ. ૧૯૧૧
¶ પછી ઈશ્વરના વચન તેની પાસે આવ્યું અને કહ્યું, “એ તારો વારસ થશે નહિ, પણ તેના બદલે તારો જે પુત્ર જન્મશે તે જ તારો વારસ થશે.”
- ઊત્પત્તિ ૧૫:૫આશરે ઈ.પૂ. ૧૯૧૧
પછી ઈશ્વર ઇબ્રામને રાત્રે ઘરની બહાર આકાશ નીચે લઈ ગયા અને કહ્યું, “તું ઊંચે આકાશ તરફ જો અને ગણી શકે તો તારાઓ ગણ,” પછી તેમણે તેને કહ્યું, “એ તારાઓ જેટલાં તારા સંતાન થશે.”
- ઊત્પત્તિ ૧૫:૬આશરે ઈ.પૂ. ૧૯૧૧
¶ તેણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તેમણે તે તેના ન્યાયીપણાના અર્થે માન્ય રાખ્યો.
- ઊત્પત્તિ ૧૫:૭આશરે ઈ.પૂ. ૧૯૧૧
ઈશ્વરે તેને કહ્યું, “આ દેશ વતન તરીકે તને આપવા માટે ખાલદીઓના નગર ઉરમાંથી તને અહીં લઈ આવનાર ઈશ્વર હું છું.”
- ઊત્પત્તિ ૧૫:૮આશરે ઈ.પૂ. ૧૯૧૧
તેણે કહ્યું, “પ્રભુ ઈશ્વર, હું તેનો વારસો પામીશ, એની ખાતરી મને કેવી રીતે થાય?”
- ઊત્પત્તિ ૧૫:૯આશરે ઈ.પૂ. ૧૯૧૧
¶ પછી તેમણે તેને કહ્યું, “મારે માટે ત્રણ વર્ષની એક વાછરડી, ત્રણ વર્ષની બકરી, ત્રણ વર્ષનું ઘેટું, એક હોલું અને કબૂતરનું બચ્ચું લે.”
- ઊત્પત્તિ ૧૫:૧૦આશરે ઈ.પૂ. ૧૯૧૧
તેણે એ સર્વ લીધાં, તેઓને વચ્ચેથી બે ભાગમાં કાપ્યા અને દરેકના અડધા ભાગને સામસામા મૂક્યા, પણ તેણે પક્ષીઓને કાપ્યાં નહિ.
- ઊત્પત્તિ ૧૫:૧૧આશરે ઈ.પૂ. ૧૯૧૧
જયારે શિકારી પક્ષી તે મૃત દેહ ઉપર ધસી આવ્યાં ત્યારે ઇબ્રામે તેઓને ઉડાડી દીધાં.
- ઊત્પત્તિ ૧૫:૧૨આશરે ઈ.પૂ. ૧૯૧૧
¶ પછી સૂર્ય આથમતો હતો ત્યારે ઇબ્રામ ભરનિદ્રામાં પડ્યો અને તેના પર ભયંકર અંધકાર આવી પડ્યો.
- ઊત્પત્તિ ૧૫:૧૩આશરે ઈ.પૂ. ૧૯૧૧
પછી ઈશ્વરે ઇબ્રામને કહ્યું, “તું નિશ્ચે જાણી લે કે, તારા વંશજો વિદેશમાં ભટકશે, ગુલામ બનશે અને તેઓ પર ચારસો વર્ષ સુધી જુલમ ગુજારવામાં આવશે.