- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 2100–1900 BC
Abraham: The Covenant
God calls Abram from Ur, establishes an everlasting covenant, and promises a son through whom all nations will be blessed.
આ કાળની કલમો
- ઊત્પત્તિ ૨૫:૧૬આશરે ઈ.પૂ. ૧૮૨૧
તેઓનાં ગામો તથા મુકામો પ્રમાણે તેઓનાં નામ એ હતાં; તેઓના કુળોના બાર સરદારો હતા.
- ઊત્પત્તિ ૨૫:૧૭આશરે ઈ.પૂ. ૧૭૭૩
¶ ઇશ્માએલનું આયુષ્ય એકસો સાડત્રીસ વર્ષનું હતું. પછી તે મરણ પામ્યો અને તેના પૂર્વજોની સાથે વિલીન થઈ ગયો.
- ઊત્પત્તિ ૨૫:૧૮આશરે ઈ.પૂ. ૧૭૭૩
હવીલાથી આશ્શૂર જતા મિસર દેશની સામેના શૂર સુધી તેઓ વસ્યા હતા. તેઓ તેમના ભાઈઓના વિરોધી હતા.
- ઊત્પત્તિ ૨૫:૧૯આશરે ઈ.પૂ. ૧૮૯૬
¶ ઇબ્રાહિમના દીકરા ઇસહાકની વંશાવળી આ છે: ઇબ્રાહિમ ઇસહાકનો પિતા હતો.
- ઊત્પત્તિ ૨૫:૨૦આશરે ઈ.પૂ. ૧૮૫૬
ઇસહાકે અરામી લાબાનની બહેન પાદ્દાનારામના અરામી બથુએલની દીકરી રિબકા સાથે લગ્ન કર્યાં ત્યારે તે ચાળીસ વર્ષનો હતો.
- ઊત્પત્તિ ૨૫:૨૧આશરે ઈ.પૂ. ૧૮૩૭
ઇસહાકની પત્ની નિઃસંતાન હતી માટે તેણે તેને સારુ ઈશ્વરને પ્રાર્થના કરી. ઈશ્વરે તેની પ્રાર્થનાનો જવાબ આપ્યો અને તેની પત્ની રિબકા ગર્ભવતી થઈ.
- ઊત્પત્તિ ૨૫:૨૨આશરે ઈ.પૂ. ૧૮૩૬
તેના પેટમાં છોકરાઓ ધક્કામુક્કી કરતા હતા. એટલે તેને થયું કે, “મારી સાથે આમ કેમ બન્યું?” તે વિષે તેણે ઈશ્વરને પૃચ્છા કરી.
- ઊત્પત્તિ ૨૫:૨૩આશરે ઈ.પૂ. ૧૮૩૬
¶ ઈશ્વરે તેને કહ્યું, “તારા પેટમાં બે કુળ છે અત્યારથી જ બે પ્રજાઓ અલગ થશે. એક પ્રજા બીજી પ્રજા કરતાં બળવાન થશે અને મોટો દીકરો નાનાનો દાસ થશે.”
- ઊત્પત્તિ ૨૫:૨૪આશરે ઈ.પૂ. ૧૮૩૬
¶ જયારે તેની ગર્ભવસ્થાના દિવસો પૂરા થયા, ત્યારે તેના પેટમાં જોડિયા નર બાળકો હતા.
- ઊત્પત્તિ ૨૫:૨૫આશરે ઈ.પૂ. ૧૮૩૬
જે પ્રથમ જન્મ્યો તેનો વર્ણ લાલ રુંવાટીવાળા વસ્ત્ર જેવો હતો. તેમણે તેનું નામ એસાવ પાડ્યું.
- ઊત્પત્તિ ૨૫:૨૬આશરે ઈ.પૂ. ૧૮૩૬
ત્યાર પછી એસાવની એડી હાથમાં પકડીને તેનો ભાઈ જન્મ્યો. તેનું નામ યાકૂબ પાડવામાં આવ્યું. તેણે તેઓને જન્મ આપ્યો ત્યારે ઇસહાક સાઠ વર્ષનો હતો.
- ઊત્પત્તિ ૨૫:૨૭આશરે ઈ.પૂ. ૧૮૩૬
¶ તે છોકરાઓ મોટા થયા. એસાવ કુશળ શિકારી તથા જંગલમાં ફરનાર માણસ હતો; પણ યાકૂબ શાંત પ્રકૃતિનો હતો. તે પોતાનો સમય તંબુમાં વિતાવતો હતો.
- ઊત્પત્તિ ૨૫:૨૮આશરે ઈ.પૂ. ૧૮૩૬
હવે ઇસહાક એસાવ પર પ્રેમ રાખતો હતો કેમ કે જે પશુઓનો તે શિકાર કરતો તે ઇસહાક ખાતો હતો. પણ રિબકા યાકૂબ પર પ્રેમ રાખતી હતી.
- ઊત્પત્તિ ૨૫:૨૯આશરે ઈ.પૂ. ૧૮૦૫
¶ એક દિવસે યાકૂબે શાક રાંધ્યું હતું, ત્યારે એસાવ ખેતરમાંથી આવ્યો. તે થાકેલો હતો.
- ઊત્પત્તિ ૨૫:૩૦આશરે ઈ.પૂ. ૧૮૦૫
એસાવે યાકૂબને કહ્યું, “પેલા લાલ શાકમાંથી મને ખાવાને આપ કેમ કે હું થાકી ગયો છું!” તે માટે તેનું નામ અદોમ કહેવાયું.
- ઊત્પત્તિ ૨૫:૩૧આશરે ઈ.પૂ. ૧૮૦૫
¶ યાકૂબે કહ્યું, “પહેલાં તું મને તારું જ્યેષ્ઠપણું વેચાતું આપ.”
- ઊત્પત્તિ ૨૫:૩૨આશરે ઈ.પૂ. ૧૮૦૫
એસાવે કહ્યું, “જો, હું મરવાની અણી પર છું. આ વરિષ્ઠપદ મારે કશા કામમાં આવવાનું નથી.”
- ઊત્પત્તિ ૨૫:૩૩આશરે ઈ.પૂ. ૧૮૦૫
યાકૂબે કહ્યું, “પહેલા તું મારી આગળ સોગન લે.” એસાવે સોગન લીધા અને પોતાનું જ્યેષ્ઠપણું યાકૂબને વેચી દીધું.
- ઊત્પત્તિ ૨૫:૩૪આશરે ઈ.પૂ. ૧૮૦૫
યાકૂબે એસાવને રોટલી તથા મસૂરનું બનાવેલું શાક આપ્યાં. તેણે ખાધું, પીધું અને પછી તે ઊઠીને પોતાને રસ્તે ચાલ્યો ગયો. આ રીતે એસાવે પોતાની વરિષ્ઠતાને તુચ્છ ગણી.