- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 2100–1900 BC
Abraham: The Covenant
God calls Abram from Ur, establishes an everlasting covenant, and promises a son through whom all nations will be blessed.
આ કાળની કલમો
- ઊત્પત્તિ ૨૪:૩૩આશરે ઈ.પૂ. ૧૮૫૭
¶ તેઓએ તેની આગળ જમવાનું પીરસ્યું, પરંતુ તેણે કહ્યું, “મારે જે કહેવાનું છે એ જણાવ્યાં અગાઉ હું જમીશ નહિ.” તેથી લાબાને કહ્યું, “બોલ.”
- ઊત્પત્તિ ૨૪:૩૪આશરે ઈ.પૂ. ૧૮૫૭
તેણે કહ્યું, “હું ઇબ્રાહિમનો ચાકર છું.”
- ઊત્પત્તિ ૨૪:૩૫આશરે ઈ.પૂ. ૧૮૫૭
ઈશ્વરે મારા માલિકને ઘણો આશીર્વાદ આપ્યો છે અને તે મહાન થયો છે. તેમણે તેને ઘેટાં, ઊંટો, ગધેડાં તથા અન્ય જાનવરો, ચાંદી, સોનું, દાસો અને દાસીઓ આપ્યાં છે.
- ઊત્પત્તિ ૨૪:૩૬આશરે ઈ.પૂ. ૧૮૫૭
¶ મારા માલિકની પત્ની સારાએ તેની વૃદ્ધાવસ્થામાં દીકરાને જન્મ આપ્યો છે અને તેની પાસે જે છે તે બધું મારા માલિકે તેને આપ્યું છે.
- ઊત્પત્તિ ૨૪:૩૭આશરે ઈ.પૂ. ૧૮૫૭
મારા માલિકે ઈશ્વરની સમક્ષતામાં મને એવું કહ્યું, ‘જે કનાનીઓના દેશમાં હું રહું છું તેઓની દીકરીઓમાંથી મારા દીકરાને સારુ તું પત્ની ન લાવ.
- ઊત્પત્તિ ૨૪:૩૮આશરે ઈ.પૂ. ૧૮૫૭
પણ મારા પિતાના ઘરે તથા મારા સગાંઓની પાસે તું જા અને મારા દીકરાને સારુ તું પત્ની લાવ.”
- ઊત્પત્તિ ૨૪:૩૯આશરે ઈ.પૂ. ૧૮૫૭
¶ મેં મારા માલિકને કહ્યું, ‘કદાચ તે કન્યા મારી સાથે આવે નહિ તો?’
- ઊત્પત્તિ ૨૪:૪૦આશરે ઈ.પૂ. ૧૮૫૭
પણ તેણે મને કહ્યું, ‘જે ઈશ્વરની આગળ હું ચાલુ છું તેઓ તેમના દૂતને તારી સાથે મોકલશે અને તારો માર્ગ સફળ કરશે, કે જેથી મારાં સગાંઓમાંથી તથા મારા પિતાના ઘરમાંથી મારા દીકરાને સારુ તું કન્યા લાવી શકે.
- ઊત્પત્તિ ૨૪:૪૧આશરે ઈ.પૂ. ૧૮૫૭
પણ જો તું મારા કુટુંબીઓ પાસે જાય અને તેઓ ત્યાંથી તને કન્યા આપે નહિ, તો તું મારા સોગનથી છૂટો થશે.”
- ઊત્પત્તિ ૨૪:૪૨આશરે ઈ.પૂ. ૧૮૫૭
¶ તેથી આજે જયારે હું કૂવાની પાસે આવી પહોંચ્યો ત્યારે મેં પ્રાર્થના કરી, ‘મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર, કૃપા કરો, નિશ્ચે મારી મુસાફરીમાં જો તમે મને સફળતા આપવાના જ હોય,
- ઊત્પત્તિ ૨૪:૪૩આશરે ઈ.પૂ. ૧૮૫૭
તો હું અહીં કૂવા પાસે ઊભો છું. ત્યારે એવું થવા દો કે જે યુવતી અહીં પાણી ભરવા આવે અને તેને હું કહું, “કૃપા કરીને તારી ગાગરમાંથી થોડું પાણી મને પીવડાવ,”
- ઊત્પત્તિ ૨૪:૪૪આશરે ઈ.પૂ. ૧૮૫૭
અને તે યુવતી મને કહે, “પીઓ અને તમારા ઊંટોને સારુ પણ હું પાણી ભરીશ.” તે જ મારા માલિકના દીકરાને સારુ ઈશ્વરથી પસંદ કરાયેલી યુવતી હોય.”
- ઊત્પત્તિ ૨૪:૪૫આશરે ઈ.પૂ. ૧૮૫૭
¶ હું પ્રાર્થના કરી રહ્યો તે પહેલાં, રિબકા ખભા પર ગાગર લઈને ત્યાં આવી અને તેણે કૂવા પાસે આવીને પાણી ભર્યું. તેથી મેં તેને કહ્યું, ‘કૃપા કરીને મને પાણી પીવડાવ”
- ઊત્પત્તિ ૨૪:૪૬આશરે ઈ.પૂ. ૧૮૫૭
તેણે ઉતાવળ કરીને ખભા પરથી ગાગર ઉતારીને કહ્યું, ‘પીઓ અને તમારા ઊંટોને પણ હું પાણી પીવડાવીશ.’ મેં પાણી પીધું અને તેણે ઊંટોને પણ પીવડાવ્યું.
- ઊત્પત્તિ ૨૪:૪૭આશરે ઈ.પૂ. ૧૮૫૭
¶ મેં તેને પૂછ્યું, ‘તું કોની દીકરી છે?’ તેણે કહ્યું, ‘હું મારા દાદાદાદી નાહોર અને મિલ્કાના દીકરા બથુએલની દીકરી છું.’ પછી મેં તેના નાકમાં નથની અને તેના બન્ને હાથમાં બંગડી પહેરાવી,
- ઊત્પત્તિ ૨૪:૪૮આશરે ઈ.પૂ. ૧૮૫૭
અને મેં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની આરાધના કરી અને મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર, જેમણે તેના દીકરાને સારુ મારા માલિકનાં સ્વજનોમાંથી કન્યા લેવા માટે મને સાચા માર્ગે દોરી લાવ્યા હતા તેમની સ્તુતિ કરી.
- ઊત્પત્તિ ૨૪:૪૯આશરે ઈ.પૂ. ૧૮૫૭
¶ તે માટે, હવે, જો તમે મારા માલિકની સાથે વિશ્વાસ તથા કૃપાથી વર્તવાના હોય તો મને સંમતિ દર્શાવો, જો સંમત ના હો તો પણ મને જણાવો, કે જેથી હું પાછો વળું.”
- ઊત્પત્તિ ૨૪:૫૦આશરે ઈ.પૂ. ૧૮૫૭
¶ પછી લાબાને તથા બથુએલે ઉત્તર આપ્યો, “એ વાત તો ઈશ્વરથી નક્કી થયેલી છે; અમે તને આમ કે તેમ કહી શકતા નથી.
- ઊત્પત્તિ ૨૪:૫૧આશરે ઈ.પૂ. ૧૮૫૭
હવે જો, રિબકા તારી સમક્ષ છે, તેને લગ્ન માટે લઈ જા, જેથી ઈશ્વરના કહ્યા પ્રમાણે તે તારા માલિકના દીકરાની પત્ની થાય.”
- ઊત્પત્તિ ૨૪:૫૨આશરે ઈ.પૂ. ૧૮૫૭
¶ ઇબ્રાહિમના ચાકરે તેઓની વાત સાંભળી ત્યારે તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની સ્તુતિ કરી.
- ઊત્પત્તિ ૨૪:૫૩આશરે ઈ.પૂ. ૧૮૫૭
તે ચાકરે વસ્ત્રો અને ચાંદીના તથા સોનાના દાગીના રિબકાને આપ્યાં, તેના ભાઈને તથા તેની માતાને પણ કિંમતી ભેટો આપી.
- ઊત્પત્તિ ૨૪:૫૪આશરે ઈ.પૂ. ૧૮૫૭
¶ પછી તેણે અને તેની સાથે જે માણસો હતા તેઓએ ખાધું પીધું. રાત્રે મુકામ કર્યો. તેઓ સવારે ઊઠ્યા, ત્યારે તેણે કહ્યું, “મને મારા માલિકને ત્યાં જવાને વિદાય કરો.”
- ઊત્પત્તિ ૨૪:૫૫આશરે ઈ.પૂ. ૧૮૫૭
રિબકાના ભાઈ તથા માતાએ કહ્યું, “રિબકાને અમારી સાથે ઓછામાં ઓછા દસેક દિવસ રહેવા દે. ત્યાર પછી તે આવશે.”
- ઊત્પત્તિ ૨૪:૫૬આશરે ઈ.પૂ. ૧૮૫૭
¶ પણ તેણે તેઓને કહ્યું, “ઈશ્વરે મારો માર્ગ સફળ કર્યો છે, માટે તમે મને રોકશો નહિ. મને વિદાય કરો કે હું મારા માલિક પાસે જાઉં.”
- ઊત્પત્તિ ૨૪:૫૭આશરે ઈ.પૂ. ૧૮૫૭
તેઓએ કહ્યું, “અમે દીકરીને બોલાવીને તેને પૂછીએ.”