મુખ્ય સામગ્રી પર જાઓ

circa 2100–1900 BC

Abraham: The Covenant

God calls Abram from Ur, establishes an everlasting covenant, and promises a son through whom all nations will be blessed.

394 કલમો · 1 પુસ્તક આવરી લેવાયું

  1. ઊત્પત્તિ ૨૪:૮આશરે ઈ.પૂ. ૧૮૫૭

    ¶ તોપણ જો તે કન્યા તારી સાથે આવવાને રાજી ન હોય, તો તું મારા આ સમથી મુક્ત થશે. કેવળ મારા દીકરાને તું અહીંથી ત્યાં લઈ જઈશ નહિ.”

  2. ઊત્પત્તિ ૨૪:૯આશરે ઈ.પૂ. ૧૮૫૭

    તેથી ચાકરે પોતાના માલિક ઇબ્રાહિમને વચન આપ્યું અને તે વાત સંબંધી સમ ખાધા.

  3. ઊત્પત્તિ ૨૪:૧૦આશરે ઈ.પૂ. ૧૮૫૭

    ¶ તે ચાકરે તેના માલિકનાં ઊંટોમાંથી દસ ઊંટ લીધાં અને તેના માલિક તરફથી વિવિધ પ્રકારની ઘણી ભેટો પણ પોતાની સાથે લીધી. તે લઈને તે રવાના થયો અને મુસાફરી કરીને અરામ-નાહરાઈમના નાહોરના શહેરમાં આવ્યો.

  4. ઊત્પત્તિ ૨૪:૧૧આશરે ઈ.પૂ. ૧૮૫૭

    સ્ત્રીઓના પાણી ભરવાના સમયે સંધ્યાકાળે તેણે ઊંટોને નગરની બહાર કૂવા પાસે બેસાડ્યાં.

  5. ઊત્પત્તિ ૨૪:૧૨આશરે ઈ.પૂ. ૧૮૫૭

    ¶ પછી તેણે પ્રાર્થના કરી, “પ્રભુ, મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર, આજે મારું કામ સફળ કરો. મારા માલિક ઇબ્રાહિમ પર દયા કરો.

  6. ઊત્પત્તિ ૨૪:૧૩આશરે ઈ.પૂ. ૧૮૫૭

    હું અહીં પાણીના ઝરા પાસે ઊભો છું અને નગરના માણસોની દીકરીઓ પાણી ભરવાને બહાર આવશે.

  7. ઊત્પત્તિ ૨૪:૧૪આશરે ઈ.પૂ. ૧૮૫૭

    ત્યારે એમ થવા દેજો કે જે યુવતીને હું એમ કહું કે, ‘કૃપા કરીને તારી ગાગર ઉતાર કે હું તેમાંથી પાણી પીઉં,’ ત્યારે તે મને એમ કહે કે, ‘પીઓ અને તમારા ઊંટોને પણ હું પાણી પીવડાવીશ,’ તે એ જ યુવતી હોય કે જેને તમે તમારા દાસ ઇસહાકને સારુ પસંદ કરેલી હોય. એનાથી મને ખાતરી થશે કે તમે મારા માલિક સાથે કરેલા કરાર અનુસાર વિશ્વાસુ વચનબદ્ધ રહેલા છો.”

  8. ઊત્પત્તિ ૨૪:૧૫આશરે ઈ.પૂ. ૧૮૫૭

    ¶ તેની આ પ્રાર્થના પૂરી થયા અગાઉ રિબકા ખભા પર ગાગર સાથે ત્યાં આવી. રિબકા, ઇબ્રાહિમના ભાઈ નાહોરની પત્ની મિલ્કાના દીકરા બથુએલની દીકરી હતી.

  9. ઊત્પત્તિ ૨૪:૧૬આશરે ઈ.પૂ. ૧૮૫૭

    તે ઘણી સુંદર અને યુવાન હતી. કોઈ પુરુષ સાથે તેણે સંબંધ બાંધ્યો ન હતો. તે કૂવા પાસે આવી અને પોતાની ગાગર ભરીને નીચે ઊતરી.

  10. ઊત્પત્તિ ૨૪:૧૭આશરે ઈ.પૂ. ૧૮૫૭

    ¶ તેને જોઈને ચાકર દોડીને તેની પાસે ગયો અને કહ્યું, “કૃપા કરીને તારી ગાગરમાંથી થોડું પાણી મને પીવા માટે આપ.”

  11. ઊત્પત્તિ ૨૪:૧૮આશરે ઈ.પૂ. ૧૮૫૭

    તેણે કહ્યું, “મારા માલિક, પીઓ,” અને તેણે ઉતાવળ કરીને પોતાની ગાગર હાથ પરથી ઉતારીને તેને પાણી પાયું.

  12. ઊત્પત્તિ ૨૪:૧૯આશરે ઈ.પૂ. ૧૮૫૭

    ¶ તેને પાણી પીવડાવ્યા પછી તેણે કહ્યું, “તારાં ઊંટો પણ પાણી પી રહે ત્યાં સુધી હું તેમને સારું પાણી ભરીશ.”

  13. ઊત્પત્તિ ૨૪:૨૦આશરે ઈ.પૂ. ૧૮૫૭

    પછી તેણે ઝડપથી પોતાની ગાગર હવાડામાં ખાલી કરી અને પાણી ભરવાને ફરીથી કૂવા તરફ દોડી. તેણે તેનાં સર્વ ઊંટોને માટે પાણી ભર્યું.

  14. ઊત્પત્તિ ૨૪:૨૧આશરે ઈ.પૂ. ૧૮૫૭

    ¶ ઇબ્રાહિમના ચાકરે તેને જોઈ. ઈશ્વરે તેની મુસાફરી સફળ કરી છે કે નહિ, તે સમજવા માટે તે શાંત રહ્યો.

  15. ઊત્પત્તિ ૨૪:૨૨આશરે ઈ.પૂ. ૧૮૫૭

    ઊંટો પાણી પી રહ્યાં પછી એમ થયું કે તે માણસે અડધા તોલાની સોનાની એક નથની અને તેના હાથને સારુ દસ તોલા સોનાની બે બંગડી બહાર કાઢી.

  16. ઊત્પત્તિ ૨૪:૨૩આશરે ઈ.પૂ. ૧૮૫૭

    તેણે તેને પૂછ્યું, “તું કોની દીકરી છે? કૃપા કરી મને કહે કે શું અમારે માટે તારા પિતાના ઘરમાં ઉતારો મળી રહેશે?”

  17. ઊત્પત્તિ ૨૪:૨૪આશરે ઈ.પૂ. ૧૮૫૭

    ¶ રિબકાએ તેને કહ્યું, “મિલ્કાનો દીકરો બથુએલ, જે નાહોરનો દીકરો છે, તેની હું દીકરી છું.”

  18. ઊત્પત્તિ ૨૪:૨૫આશરે ઈ.પૂ. ૧૮૫૭

    વળી તેણે એ પણ કહ્યું, “અમારી પાસે ઘણો ઘાસચારો છે અને ઉતારાની જગ્યા પણ છે.”

  19. ઊત્પત્તિ ૨૪:૨૬આશરે ઈ.પૂ. ૧૮૫૭

    ¶ પછી તે માણસે માથું નમાવીને ઈશ્વરની સ્તુતિ કરી,

  20. ઊત્પત્તિ ૨૪:૨૭આશરે ઈ.પૂ. ૧૮૫૭

    અને કહ્યું, “મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર, જેમણે મારા માલિક સાથે કરેલા કરાર અનુસાર પોતાના વિશ્વાસુપણાનો તથા સત્યતાનો ત્યાગ કર્યો નથી, તેમની સ્તુતિ થાઓ. ઈશ્વર મારા માલિકના સગાંઓના ઘરે મને દોરી લાવ્યા છે.”

  21. ઊત્પત્તિ ૨૪:૨૮આશરે ઈ.પૂ. ૧૮૫૭

    ¶ પછી તે યુવતી દોડીને ઘરે ગઈ અને તેની માતાને અને તેના કુટુંબીઓને એ વાત જણાવી.

  22. ઊત્પત્તિ ૨૪:૨૯આશરે ઈ.પૂ. ૧૮૫૭

    રિબકાને એક ભાઈ હતો. તેનું નામ લાબાન હતું. લાબાન રસ્તાની બાજુ પરના પાણીના ઝરા પાસે ઊભેલા ઇબ્રાહિમના ચાકરની પાસે દોડી ગયો.

  23. ઊત્પત્તિ ૨૪:૩૦આશરે ઈ.પૂ. ૧૮૫૭

    તેણે નથની તથા પોતાની બહેનના હાથમાં બંગડીઓ જોઈ. જયારે તેણે તેની બહેન રિબકાએ કહેલી વાત સાંભળી કે, “તે માણસે મને એમ કહ્યું છે,” ત્યારે તે તે માણસની પાસે ગયો. તે કૂવા પાસે ઊંટો સાથે ઊભો હતો.

  24. ઊત્પત્તિ ૨૪:૩૧આશરે ઈ.પૂ. ૧૮૫૭

    ¶ લાબાને કહ્યું, “તું ઈશ્વરથી આશીર્વાદિત છે, આવ, બહાર કેમ ઊભો છે? મેં તારા માટે ઉતારો તથા ઊંટોને સારુ જગ્યા તૈયાર કરી છે.”

  25. ઊત્પત્તિ ૨૪:૩૨આશરે ઈ.પૂ. ૧૮૫૭

    તેથી તે માણસ ઘરમાં આવ્યો અને તેણે ઊંટો પરનો સામાન ઉતાર્યો. લાબાને ઊંટોને ઘાસચારો અને તેને તથા તેના સાથી માણસોનો અતિથિ સત્કાર કર્યો અને પાણી આપ્યું.