મુખ્ય સામગ્રી પર જાઓ

circa 2100–1900 BC

Abraham: The Covenant

God calls Abram from Ur, establishes an everlasting covenant, and promises a son through whom all nations will be blessed.

394 કલમો · 1 પુસ્તક આવરી લેવાયું

  1. ઊત્પત્તિ ૨૨:૨આશરે ઈ.પૂ. ૧૮૭૨

    પછી ઈશ્વરે કહ્યું, “તારો એકનો એક દીકરો, ઇસહાક, જેના પર તું ખૂબ પ્રેમ કરે છે, તેને લઈને મોરિયા દેશમાં જા. અને ત્યાંના પર્વતોમાંના હું તને બતાવું તે પર તું તેનું દહનીયાર્પણ કર.”

  2. ઊત્પત્તિ ૨૨:૩આશરે ઈ.પૂ. ૧૮૭૨

    તેથી ઇબ્રાહિમ વહેલી સવારે ઊઠ્યો અને તેણે ગધેડા પર જીન બાંધ્યું. તેના બે યુવાન ચાકરોને તથા દીકરા ઇસહાકને તેની સાથે લીધા. દહનીયાર્પણને સારુ લાકડાં પણ લીધાં. ઈશ્વરે જે જગ્યા બતાવી હતી ત્યાં તેઓ ગયા.

  3. ઊત્પત્તિ ૨૨:૪આશરે ઈ.પૂ. ૧૮૭૨

    ¶ ત્રીજા દિવસે ઇબ્રાહિમે દૂરથી તે જગ્યાને નિહાળી.

  4. ઊત્પત્તિ ૨૨:૫આશરે ઈ.પૂ. ૧૮૭૨

    ઇબ્રાહિમે તેના જુવાનોને કહ્યું, “તમે અહીં ગધેડા પાસે રહો, હું તથા ઇસહાક ત્યાં ઉપર જઈશું. અમે અર્પણ કરીને તમારી પાસે પાછા આવીશું.”

  5. ઊત્પત્તિ ૨૨:૬આશરે ઈ.પૂ. ૧૮૭૨

    પછી ઇબ્રાહિમે દહનીયાર્પણ માટેનાં લાકડાં ઊંચકી લેવા માટે પોતાના દીકરા ઇસહાકને આપ્યાં. તેણે પોતાના હાથમાં અગ્નિ તથા છરો લીધાં અને તેઓ બન્ને સાથે પર્વત પર ગયા.

  6. ઊત્પત્તિ ૨૨:૭આશરે ઈ.પૂ. ૧૮૭૨

    ¶ ઇસહાકે તેના પિતા ઇબ્રાહિમને કહ્યું, “મારા પિતા” અને તેણે કહ્યું, “બોલ, મારા દીકરા, હું આ રહ્યો.” તેણે કહ્યું, “જુઓ, અહીં અગ્નિ તથા લાકડાં તો છે, પણ દહનીયાર્પણને માટે ઘેટું ક્યાં છે?

  7. ઊત્પત્તિ ૨૨:૮આશરે ઈ.પૂ. ૧૮૭૨

    ઇબ્રાહિમે કહ્યું, “મારા દીકરા, દહનીયાર્પણને સારુ ઈશ્વર પોતે ઘેટું પૂરું પાડશે.” અને તેઓ આગળ ચાલ્યા.

  8. ઊત્પત્તિ ૨૨:૯આશરે ઈ.પૂ. ૧૮૭૨

    ¶ જે જગ્યા વિશે ઈશ્વરે તેમને કહ્યું હતું, ત્યાં તેઓ પહોંચ્યા ત્યારે ઇબ્રાહિમે ત્યાં વેદી બનાવી અને તેના પર લાકડાં ગોઠવ્યાં. પછી તેના દીકરા ઇસહાકને બાંધીને તેને વેદી પરનાં લાકડાં પર મૂક્યો.

  9. ઊત્પત્તિ ૨૨:૧૦આશરે ઈ.પૂ. ૧૮૭૨

    ઇબ્રાહિમે તેના દીકરાને મારવાને માટે હાથમાં છરો લીધો.

  10. ઊત્પત્તિ ૨૨:૧૧આશરે ઈ.પૂ. ૧૮૭૨

    ¶ પછી તેણે છરો ઉગામ્યો એવામાં ઈશ્વરના દૂતે આકાશમાંથી તેને હાંક મારીને કહ્યું, “ઇબ્રાહિમ, ઇબ્રાહિમ!” અને તેણે કહ્યું, “બોલો, હું અહીં છું.”

  11. ઊત્પત્તિ ૨૨:૧૨આશરે ઈ.પૂ. ૧૮૭૨

    દૂતે તેને કહ્યું, “તારા દીકરા પર તારો હાથ ઉગામીશ નહિ અને તેને કશી ઈજા કરીશ નહિ, કેમ કે મને ખાતરી થઈ છે કે તેં તારા એકનાએક દીકરાને, મારાથી પાછો રાખ્યો નથી. તું ઈશ્વરની બીક રાખે છે.”

  12. ઊત્પત્તિ ૨૨:૧૩આશરે ઈ.પૂ. ૧૮૭૨

    ¶ ઇબ્રાહિમે ઉપર જોયું અને ત્યાં એક ઘેટો જોયો. તેનાં શિંગડાં ઝાડીમાં ભરાયેલાં હતા. ઇબ્રાહિમે તેના દીકરાને બદલે એ ઘેટાંનું દહનીયાર્પણ કર્યું.

  13. ઊત્પત્તિ ૨૨:૧૪આશરે ઈ.પૂ. ૧૮૭૨

    પછી તેણે દહનીયાર્પણની એ જગ્યાનું નામ “યહોવાહ-યિરેહ “પાડ્યું.” તે આજ સુધી એ નામે ઓળખાય છે તેનો અર્થ એ છે કે, “ઈશ્વરના પર્વત પર ઈશ્વર પૂરું પાડે છે.”

  14. ઊત્પત્તિ ૨૨:૧૫આશરે ઈ.પૂ. ૧૮૭૨

    ¶ ઈશ્વરના દૂતે આકાશમાંથી ઇબ્રાહિમ સાથે ફરીથી વાત કરી,

  15. ઊત્પત્તિ ૨૨:૧૬આશરે ઈ.પૂ. ૧૮૭૨

    અને કહ્યું કે, “આ ઈશ્વરની વાણી છે, “મેં પોતાના સમ ખાધા છે, તેં એ કામ કર્યું છે અને તારા એકનાએક દીકરાને તેં પાછો રાખ્યો નથી,

  16. ઊત્પત્તિ ૨૨:૧૭આશરે ઈ.પૂ. ૧૮૭૨

    તેથી નિશ્ચે હું તને આશીર્વાદ આપીશ અને આકાશના તારા તથા સમુદ્ર કિનારાની રેતી જેટલાં તારાં સંતાન વધારીશ; અને તારાં સંતાન તેમના શત્રુઓના નગરના પ્રવેશદ્વારને કબજે કરશે.

  17. ઊત્પત્તિ ૨૨:૧૮આશરે ઈ.પૂ. ૧૮૭૨

    ¶ તારા વંશજોથી પૃથ્વીના સર્વ લોક આશીર્વાદિત થશે, કેમ કે તેં મારું કહ્યું માન્યું છે.”

  18. ઊત્પત્તિ ૨૨:૧૯આશરે ઈ.પૂ. ૧૮૭૨

    પછી ઇબ્રાહિમ તથા ઇસહાક પોતાના જુવાન ચાકરો પાસે પાછા આવ્યા, ત્યાંથી તેઓ બેરશેબા આવ્યા અને ત્યાં રહ્યા.

  19. ઊત્પત્તિ ૨૨:૨૦આશરે ઈ.પૂ. ૧૮૬૨

    ¶ પછી ઇબ્રાહિમને જણાવવામાં આવ્યું કે, “તારા ભાઈ નાહોરની પત્ની મિલ્કાએ દીકરાઓને જન્મ આપ્યો છે.”

  20. ઊત્પત્તિ ૨૨:૨૧આશરે ઈ.પૂ. ૧૮૬૨

    તેઓનાં નામ આ પ્રમાણે છે: તેનો મોટો દીકરો ઉસ, તેનો ભાઈ બૂઝ, પછી કમુએલ અરામનો પિતા,

  21. ઊત્પત્તિ ૨૨:૨૨આશરે ઈ.પૂ. ૧૮૬૨

    કેસેદ, હઝો, પિલ્દાશ, યિદલાફ અને બથુએલ.

  22. ઊત્પત્તિ ૨૨:૨૩આશરે ઈ.પૂ. ૧૮૬૨

    ¶ રિબકા બથુએલની દીકરી હતી. ઇબ્રાહિમના ભાઈ નાહોરને માટે મિલ્કાએ આ આઠ દીકરાઓને જન્મ આપ્યો હતો.

  23. ઊત્પત્તિ ૨૨:૨૪આશરે ઈ.પૂ. ૧૮૬૨

    બથુએલની ઉપપત્ની, રઉમાએ પણ ચાર બાળકો ટેબા, ગાહામ, તાહાશ તથા માકાને જન્મ આપ્યો.

  24. ઊત્પત્તિ ૨૩:૧આશરે ઈ.પૂ. ૧૮૬૦

    ¶ સારાના આયુષ્યનાં વર્ષો એકસો સત્તાવીસ હતાં.

  25. ઊત્પત્તિ ૨૩:૨આશરે ઈ.પૂ. ૧૮૬૦

    તે કનાન દેશના હેબ્રોનમાં આવેલા કિર્યાથ-આર્બામાં મરણ પામી. ઇબ્રાહિમે સારાને માટે શોક પાળ્યો અને રુદન કર્યું.