- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 2100–1900 BC
Abraham: The Covenant
God calls Abram from Ur, establishes an everlasting covenant, and promises a son through whom all nations will be blessed.
આ કાળની કલમો
- ઊત્પત્તિ ૨૧:૧૧આશરે ઈ.પૂ. ૧૮૯૩
આ વાત ઇબ્રાહિમને પોતાના દીકરાને લીધે ઘણી દુઃખદાયક લાગી.
- ઊત્પત્તિ ૨૧:૧૨આશરે ઈ.પૂ. ૧૮૯૩
¶ પણ ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, “આ બાળક તથા તારી દાસીને લીધે તું ઉદાસ થઈશ નહિ. આ બાબત વિશે જે સર્વ સારાએ તને કહ્યું છે, તે સાંભળ, કેમ કે તારો વંશ ઇસહાકથી ગણાશે.
- ઊત્પત્તિ ૨૧:૧૩આશરે ઈ.પૂ. ૧૮૯૩
વળી તારી દાસીના દીકરાથી પણ હું એક દેશજાતિ ઉત્પન્ન કરીશ. કેમ કે તે પણ તારું સંતાન છે.”
- ઊત્પત્તિ ૨૧:૧૪આશરે ઈ.પૂ. ૧૮૯૨
¶ ઇબ્રાહિમ વહેલી સવારે ઊઠ્યો. તેણે રોટલી તથા પાણી ભરેલું એક પાત્ર લઈને હાગારના ખભા પર મૂક્યું. છોકરો તેને સોંપીને તેઓને વિદાય કર્યાં. હાગાર ત્યાંથી નીકળીને બેરશેબાના અરણ્યમાં ભટકતી ફરી.
- ઊત્પત્તિ ૨૧:૧૫આશરે ઈ.પૂ. ૧૮૯૨
રસ્તામાં પાત્રમાંનુ પાણી પૂરું થઈ ગયું ત્યારે તેણે છોકરાંને એક ઝાડ નીચે મૂક્યો.
- ઊત્પત્તિ ૨૧:૧૬આશરે ઈ.પૂ. ૧૮૯૨
પછી તે મીટર જેટલે અંતરે દૂર જઈને બેઠી, કેમ કે તેણે કહ્યું, “છોકરાનું મરણ હું કેવી રીતે જોઈ શકું?” બાળકની સામે બેસીને હાગારે ઊંચા અવાજે રુદન કર્યું.
- ઊત્પત્તિ ૨૧:૧૭આશરે ઈ.પૂ. ૧૮૯૨
¶ ઈશ્વરે છોકરાનો અવાજ સાંભળ્યો. ઈશ્વરના દૂતે આકાશમાંથી હાગારને હાંક મારીને કહ્યું, “હાગાર, તને શું થયું છે? ગભરાઈશ નહિ, કેમ કે છોકરો જ્યાં છે ત્યાંથી ઈશ્વરે તેનો અવાજ સાંભળ્યો છે.
- ઊત્પત્તિ ૨૧:૧૮આશરે ઈ.પૂ. ૧૮૯૨
ઊઠ, છોકરાંને તારા હાથમાં ઊંચકી લે; કેમ કે ઈશ્વર તેનાથી એક મોટી દેશજાતિ ઉત્પન્ન કરવાનો છે.
- ઊત્પત્તિ ૨૧:૧૯આશરે ઈ.પૂ. ૧૮૯૨
¶ પછી ઈશ્વરે તેની આંખો ઊઘાડી અને તેણે પાણીનો એક કૂવો જોયો. ત્યાં જઈને તેણે પાણીનું પાત્ર ભર્યું અને છોકરાંને પાણી પીવાને આપ્યું.
- ઊત્પત્તિ ૨૧:૨૦આશરે ઈ.પૂ. ૧૮૯૨
ઈશ્વર તે છોકરા સાથે હતા અને તે મોટો થયો. અરણ્યમાં રહીને તે ધનુર્ધારી થયો.
- ઊત્પત્તિ ૨૧:૨૧આશરે ઈ.પૂ. ૧૮૯૨
તે પારાનના અરણ્યમાં રહ્યો અને તેની માતાએ મિસર દેશની એક કન્યા સાથે તેનાં લગ્ન કરાવ્યાં.
- ઊત્પત્તિ ૨૧:૨૨આશરે ઈ.પૂ. ૧૮૮૬
¶ અબીમેલેખ અને તેના સેનાપતિ ફીકોલે ઇબ્રાહિમને કહ્યું, “જે સર્વ તું કરે છે તેમાં ઈશ્વર તારી સાથે છે.
- ઊત્પત્તિ ૨૧:૨૩આશરે ઈ.પૂ. ૧૮૮૬
તે માટે હવે અહીં મારી આગળ ઈશ્વરની હજૂરમાં કહે કે, મારી સાથે, મારા દીકરા સાથે અને મારા વંશજો સાથે, તું દગો નહિ કરે. વળી તારી સાથે જ વિશ્વસનીય કરાર કર્યો છે તે પ્રમાણે મારી સાથે આ દેશ કે જેમાં તું રહે છે તેમાં વર્તજે.”
- ઊત્પત્તિ ૨૧:૨૪આશરે ઈ.પૂ. ૧૮૮૬
અને ઇબ્રાહિમે કહ્યું, “હું ઈશ્વરની હજૂરમાં સમ લઈને કહું છું કે એમ કરીશ.”
- ઊત્પત્તિ ૨૧:૨૫આશરે ઈ.પૂ. ૧૮૮૬
¶ પછી અબીમેલેખના દાસોએ તેની પાસેથી પાણીનો જે કૂવો બળજબરીથી લઈ લીધો હતો તેના વિષે ઇબ્રાહિમે અબીમેલેખને ફરિયાદ કરી.
- ઊત્પત્તિ ૨૧:૨૬આશરે ઈ.પૂ. ૧૮૮૬
અબીમેલેખે કહ્યું, “એ કામ કોણે કર્યું છે, તે હું જાણતો નથી. આ પહેલાં તેં મને વાત કરી નથી અને આજ સુધી મેં તે વિષે સાંભળ્યું નથી.”
- ઊત્પત્તિ ૨૧:૨૭આશરે ઈ.પૂ. ૧૮૮૬
તેથી ઇબ્રાહિમે ઘેટાં તથા અન્ય જાનવરો લાવીને અબીમેલેખને આપ્યાં અને તે બન્નેએ કરાર કર્યો.
- ઊત્પત્તિ ૨૧:૨૮આશરે ઈ.પૂ. ૧૮૮૬
¶ પછી ઇબ્રાહિમે ટોળાંમાંથી સાત ઘેટીઓ લઈને અલગ રાખી.
- ઊત્પત્તિ ૨૧:૨૯આશરે ઈ.પૂ. ૧૮૮૬
અબીમેલેખે ઇબ્રાહિમને પૂછ્યું, “તેં આ સાત ઘેટીઓ લઈને અલગ રાખી તેનો અર્થ શો છે?”
- ઊત્પત્તિ ૨૧:૩૦આશરે ઈ.પૂ. ૧૮૮૬
તેણે જવાબ આપ્યો, “આ સાત ઘેટીઓ મારા હાથથી તું લે કે જેથી આ કૂવો મેં ખોદ્યો છે તેના વિષે તેઓ મારે માટે સાક્ષી થાય.”
- ઊત્પત્તિ ૨૧:૩૧આશરે ઈ.પૂ. ૧૮૮૬
¶ તે માટે તે જગ્યાનું નામ તેણે બેરશેબા આપ્યું, કેમ કે ત્યાં તે બન્નેએ ઈશ્વરની હજૂરમાં કરાર કર્યો હતો.
- ઊત્પત્તિ ૨૧:૩૨આશરે ઈ.પૂ. ૧૮૮૬
આમ તેઓએ બેરશેબામાં કરાર કર્યો અને પછી અબીમેલેખ અને તેનો સેનાપતિ ફીકોલ પલિસ્તીઓના દેશમાં પાછા ગયા.
- ઊત્પત્તિ ૨૧:૩૩આશરે ઈ.પૂ. ૧૮૮૬
¶ ઇબ્રાહિમે બેરશેબામાં એક એશેલ વૃક્ષ રોપ્યું. ત્યાં તેણે સનાતન પ્રભુ ઈશ્વરની સ્તુતિ કરી.
- ઊત્પત્તિ ૨૧:૩૪આશરે ઈ.પૂ. ૧૮૮૬
ઇબ્રાહિમ પલિસ્તીઓના દેશમાં ઘણાં દિવસો સુધી વિદેશીની જેમ રહ્યો.
- ઊત્પત્તિ ૨૨:૧આશરે ઈ.પૂ. ૧૮૭૨
¶ ત્યાર બાદ ઈશ્વરે ઇબ્રાહિમની આધીનતાની કસોટી કરી. તેમણે તેને કહ્યું, “ઇબ્રાહિમ!” ઇબ્રાહિમે કહ્યું, “હું આ રહ્યો.”