મુખ્ય સામગ્રી પર જાઓ

circa 2100–1900 BC

Abraham: The Covenant

God calls Abram from Ur, establishes an everlasting covenant, and promises a son through whom all nations will be blessed.

394 કલમો · 1 પુસ્તક આવરી લેવાયું

  1. ઊત્પત્તિ ૨૩:૩આશરે ઈ.પૂ. ૧૮૬૦

    ¶ પછી ઇબ્રાહિમે સારાના મૃતદેહ પાસે ઊભા રહીને હેથના દીકરાઓને કહ્યું,

  2. ઊત્પત્તિ ૨૩:૪આશરે ઈ.પૂ. ૧૮૬૦

    “હું તમારી મધ્યે વિદેશી છું. કૃપા કરી મને મારી મૃત પત્નીને દફનાવવા માટે તમારા લોકોમાં જગ્યા આપો.”

  3. ઊત્પત્તિ ૨૩:૫આશરે ઈ.પૂ. ૧૮૬૦

    ¶ હેથના દીકરાઓએ ઇબ્રાહિમને ઉત્તર આપ્યો,

  4. ઊત્પત્તિ ૨૩:૬આશરે ઈ.પૂ. ૧૮૬૦

    “મારા માલિક, અમારું સાંભળ. અમારી મધ્યે તો તું ઈશ્વરના રાજકુમાર જેવો છે. જે જગ્યા તને પસંદ પડે ત્યાં અમારી કોઈપણ કબરમાં તારી મૃત પત્નીને દફનાવ. તેને દફનાવવાને માટે અમારામાંથી કોઈપણ પોતાની કબર આપવાની ના નહિ પાડે.”

  5. ઊત્પત્તિ ૨૩:૭આશરે ઈ.પૂ. ૧૮૬૦

    ¶ ઇબ્રાહિમે ઊઠીને તે દેશના લોકોને, એટલે હેથના દીકરાઓને પ્રણામ કર્યા.

  6. ઊત્પત્તિ ૨૩:૮આશરે ઈ.પૂ. ૧૮૬૦

    તેણે તેઓની સાથે વાતચીત કરીને કહ્યું, “હું અહીં મારી મૃત પત્નીને દફનાવું, એવી જો તમારી સંમતિ હોય, તો મારું સાંભળો. મારે માટે સોહારના દીકરા એફ્રોનને વિનંતી કરો.

  7. ઊત્પત્તિ ૨૩:૯આશરે ઈ.પૂ. ૧૮૬૦

    તેને પૂછો કે માખ્પેલાની ગુફા જે તેની પોતાની માલિકીની છે અને જે તેના ખેતરની સરહદ પર છે, તે પૂરતી કિંમતે તમારી મધ્યે કબરને માટે મને સુપ્રત કરે.”

  8. ઊત્પત્તિ ૨૩:૧૦આશરે ઈ.પૂ. ૧૮૬૦

    ¶ હવે એફ્રોન હેથના દીકરાઓ સાથે જ બેઠેલો હતો. અને પોતાના નગરના દરવાજામાં પેસનારા હેથના સર્વ દીકરાઓના સાંભળતાં એફ્રોન હિત્તીએ ઇબ્રાહિમને ઉત્તર આપ્યો,

  9. ઊત્પત્તિ ૨૩:૧૧આશરે ઈ.પૂ. ૧૮૬૦

    “એવું નહિ, મારા માલિક. મારું સાંભળ. હું ખેતર અને તેમાં ગુફા છે તે પણ તને હું આપું છું. મારા લોકોના દીકરાઓના દેખતાં તે હું તને તારી મૃત પત્નીને દફનાવવા માટે આપું છું.”

  10. ઊત્પત્તિ ૨૩:૧૨આશરે ઈ.પૂ. ૧૮૬૦

    ¶ પછી દેશના લોકોની આગળ ઇબ્રાહિમે પ્રણામ કર્યા.

  11. ઊત્પત્તિ ૨૩:૧૩આશરે ઈ.પૂ. ૧૮૬૦

    તેણે તે દેશના લોકોના સાંભળતાં એફ્રોનને કહ્યું, “પણ જો તારી મરજી હોય તો કૃપા કરી મારું સંભાળ. હું ખેતરને માટે કિંમત ચૂકવીશ. મારી પાસેથી રૂપિયા લે. ત્યાં હું મારી મૃત પત્નીને દફનાવીશ.”

  12. ઊત્પત્તિ ૨૩:૧૪આશરે ઈ.પૂ. ૧૮૬૦

    ¶ એફ્રોને ઇબ્રાહિમને ઉત્તર આપ્યો,

  13. ઊત્પત્તિ ૨૩:૧૫આશરે ઈ.પૂ. ૧૮૬૦

    “કૃપા કરી, મારા માલિક, મારું સાંભળ. ચારસો શેકેલ ચાંદીના સિક્કાની જમીન, તે મારી અને તારી વચ્ચે શા લેખામાં છે? જા તારી મૃત પત્નીને ત્યાં દફનાવ.”

  14. ઊત્પત્તિ ૨૩:૧૬આશરે ઈ.પૂ. ૧૮૬૦

    ઇબ્રાહિમે એફ્રોનનું સાંભળ્યું અને તેણે હેથના દીકરાઓના સંભાળતાં કહ્યું હતું એટલા પ્રમાણમાં ચારસો શેકેલ ચાંદીના સિક્કા અંદાજે સાતસો એંસી રૂપિયા એફ્રોનને ચૂકવ્યા.

  15. ઊત્પત્તિ ૨૩:૧૭આશરે ઈ.પૂ. ૧૮૬૦

    ¶ તેથી માખ્પેલામાં મામરેની આગળ એફ્રોનનું જે ખેતર, જે ગુફા તથા ખેતરની ચારે બાજુની સરહદની અંદર જે સર્વ વૃક્ષો તે,

  16. ઊત્પત્તિ ૨૩:૧૮આશરે ઈ.પૂ. ૧૮૬૦

    તેના નગરના દરવાજામાં સર્વ જનારાંની આગળ હેથના દીકરાઓની હાજરીમાં ઇબ્રાહિમને વતનને માટે સોંપવામાં આવ્યાં.

  17. ઊત્પત્તિ ૨૩:૧૯આશરે ઈ.પૂ. ૧૮૬૦

    ¶ તે પછી, ઇબ્રાહિમે કનાન દેશનું મામરે જે હેબ્રોન છે, તેની આગળ, માખ્પેલાના ખેતરની ગુફામાં પોતાની મૃત પત્ની સારાને દફનાવી.

  18. ઊત્પત્તિ ૨૩:૨૦આશરે ઈ.પૂ. ૧૮૬૦

    હેથના દીકરાઓએ ઇબ્રાહિમને કબ્રસ્તાનને માટે, તે ખેતરનો તથા તેમાંની ગુફાનો કબજો આપ્યો.

  19. ઊત્પત્તિ ૨૪:૧આશરે ઈ.પૂ. ૧૮૫૭

    ¶ ઇબ્રાહિમ વૃદ્ધ અને ઘણાં વર્ષનો થયો હતો અને ઈશ્વરે તેને સર્વ બાબતે પુષ્કળ આશીર્વાદ આપ્યાં હતા.

  20. ઊત્પત્તિ ૨૪:૨આશરે ઈ.પૂ. ૧૮૫૭

    તેણે પોતાના ઘરના સર્વસ્વના કારભારી વરિષ્ઠ ચાકરને કહ્યું, “મારી જાંઘ નીચે તારો હાથ મૂક

  21. ઊત્પત્તિ ૨૪:૩આશરે ઈ.પૂ. ૧૮૫૭

    અને પ્રભુ જે આકાશના તથા પૃથ્વીના ઈશ્વર છે, તેમના સોગન આપીને હું તને કહું છું કે, કનાનીઓ કે, જેઓમાં હું રહું છે તેઓની દીકરીઓમાંથી મારા દીકરાને સારુ તું પત્ની લાવીશ નહિ.

  22. ઊત્પત્તિ ૨૪:૪આશરે ઈ.પૂ. ૧૮૫૭

    પણ તું મારા દેશમાં મારા કુટુંબીઓ પાસે જા અને મારા દીકરા ઇસહાકને માટે કન્યા શોધી લાવ.”

  23. ઊત્પત્તિ ૨૪:૫આશરે ઈ.પૂ. ૧૮૫૭

    ¶ ચાકરે તેને કહ્યું, “કદાચ તે કન્યા મારી સાથે આ દેશમાં આવવા રાજી ન હોય તો? તો શું જ્યાંથી તું આવ્યો છું તે દેશમાં તારા દીકરાને વસવા માટે હું લઈ જાઉં?”

  24. ઊત્પત્તિ ૨૪:૬આશરે ઈ.પૂ. ૧૮૫૭

    ઇબ્રાહિમે તેને કહ્યું, “ધ્યાન રાખ કે તું મારા દીકરાને ત્યાં લઈ જઈશ નહિ!

  25. ઊત્પત્તિ ૨૪:૭આશરે ઈ.પૂ. ૧૮૫૭

    આકાશના પ્રભુ ઈશ્વર, જે મને મારા પિતાના ઘરમાંથી અને મારા સંબંધીઓના દેશમાંથી બહાર લાવ્યા અને જેમણે મને સોગન સાથે ખાતરીદાયક આપ્યું છે કે, ‘આ દેશ હું તારા સંતાનને આપીશ,’ તેઓ તારી આગળ પોતાના દૂતને મોકલશે અને ત્યાંથી તેઓ મારા દીકરાને માટે કન્યા મળે એવું કરશે.