- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 2100–1900 BC
Abraham: The Covenant
God calls Abram from Ur, establishes an everlasting covenant, and promises a son through whom all nations will be blessed.
આ કાળની કલમો
- ઊત્પત્તિ ૨૪:૫૮આશરે ઈ.પૂ. ૧૮૫૭
તેથી તેઓએ રિબકાને બોલાવીને તેને પૂછ્યું, “શું તું આ માણસ સાથે જવા તૈયાર છે?” તેણે જવાબ આપ્યો, “હા હું જઈશ.”
- ઊત્પત્તિ ૨૪:૫૯આશરે ઈ.પૂ. ૧૮૫૭
¶ તેથી તેઓએ પોતાની બહેન રિબકાને, તેની દાઈને, ઇબ્રાહિમના દાસને તથા તેના માણસોને વિદાય કર્યા.
- ઊત્પત્તિ ૨૪:૬૦આશરે ઈ.પૂ. ૧૮૫૭
તેઓએ રિબકાને આશીર્વાદ આપતા તેને કહ્યું, “અમારી બહેન, તું કરોડોની માતા થજે અને તારા વંશજો પોતાના વેરીઓના પ્રવેશદ્વારને કબજે કરો.”
- ઊત્પત્તિ ૨૪:૬૧આશરે ઈ.પૂ. ૧૮૫૭
¶ પછી રિબકા તથા તેની દાઈઓ ઊઠીને ઊંટો પર બેઠી અને ઊંટો તે માણસની પાછળ ચાલ્યા. ચાકર રિબકાને લઈને પોતાને માર્ગે વળ્યો.
- ઊત્પત્તિ ૨૪:૬૨આશરે ઈ.પૂ. ૧૮૫૭
¶ હવે ઇસહાક બેર-લાહાય-રોઈને માર્ગે ચાલતો આવ્યો, કેમ કે તે નેગેબ દેશમાં રહેતો હતો.
- ઊત્પત્તિ ૨૪:૬૩આશરે ઈ.પૂ. ૧૮૫૭
¶ ઇસહાક સાંજે મનન કરવા માટે ખેતરમાં ગયો. ત્યારે તેણે પોતાની આંખો ઊંચી કરી તો તેણે ઊંટોને આવતાં જોયાં!
- ઊત્પત્તિ ૨૪:૬૪આશરે ઈ.પૂ. ૧૮૫૭
રિબકાએ નજર મિલાવીને જયારે ઇસહાકને જોયો, ત્યારે તે ઊંટ પરથી નીચે ઊતરી.
- ઊત્પત્તિ ૨૪:૬૫આશરે ઈ.પૂ. ૧૮૫૭
તેણે ચાકરને કહ્યું, “આ માણસ કોણ છે કે જે આપણને મળવાને ખેતરમાં આવે છે?” ચાકરે કહ્યું, “તે મારો માલિક છે.” તેથી તેણે પોતાના દુપટ્ટાથી મુખ પર આવરણ કર્યું.
- ઊત્પત્તિ ૨૪:૬૬આશરે ઈ.પૂ. ૧૮૫૭
¶ ચાકરે જે કર્યું હતું તે બધું તેણે ઇસહાકને કહી સંભળાવ્યું.
- ઊત્પત્તિ ૨૪:૬૭આશરે ઈ.પૂ. ૧૮૫૭
પછી ઇસહાક તેને પોતાની માતા સારાના તંબુમાં લાવ્યો અને તેણે રિબકાનો ઓવારણાં લીધા. રિબકા ઇસહાકની પત્ની થઈ. ઇસહાકે તેના પર પ્રેમ દર્શાવ્યો. માતાના મરણ પછી રિબકાએ ઇસહાકને ખૂબ દિલાસો આપ્યો.
- ઊત્પત્તિ ૨૫:૧આશરે ઈ.પૂ. ૧૮૫૩
¶ ઇબ્રાહિમે બીજી પત્ની સાથે લગ્ન કર્યા હતા. તેનું નામ કટૂરા હતું.
- ઊત્પત્તિ ૨૫:૨આશરે ઈ.પૂ. ૧૮૫૨
કટૂરાએ ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક તથા શૂઆને જન્મ આપ્યો.
- ઊત્પત્તિ ૨૫:૩આશરે ઈ.પૂ. ૧૮૨૪
શેબા તથા દેદાન એ યોકશાનના પુત્રો હતા. આશ્શૂરિમના લોકો, લટુશીમના લોકો તથા લઉમીમના લોકો દેદાનના વંશજો હતા.
- ઊત્પત્તિ ૨૫:૪આશરે ઈ.પૂ. ૧૮૦૪
એફા, એફેર, હનોખ, અબીદા તથા એલ્દાહ એ મિદ્યાનના પુત્રો હતા. એ બધા કટૂરાના વંશજો હતા.
- ઊત્પત્તિ ૨૫:૫આશરે ઈ.પૂ. ૧૮૨૯
¶ ઇબ્રાહિમે પોતાના વારસાની મિલકત ઇસહાકને આપી.
- ઊત્પત્તિ ૨૫:૬આશરે ઈ.પૂ. ૧૮૨૯
પણ પોતાની ઉપપત્નીના દીકરાઓને તેણે કેટલીક ચીજવસ્તુની બક્ષિસો આપીને તેઓને પોતાની તથા પોતાના દીકરા ઇસહાક પાસેથી પૂર્વ તરફના દેશમાં મોકલી દીધા.
- ઊત્પત્તિ ૨૫:૭આશરે ઈ.પૂ. ૧૮૨૧
¶ ઇબ્રાહિમે એકસો પંચોતેર વર્ષનું આયુષ્ય પૂરું કર્યું.
- ઊત્પત્તિ ૨૫:૮આશરે ઈ.પૂ. ૧૮૨૧
પછી ઘણી વૃદ્ધા ઉંમરે તે મરણ પામ્યો અને તે પોતાના પૂર્વજો સાથે મળી ગયો.
- ઊત્પત્તિ ૨૫:૯આશરે ઈ.પૂ. ૧૮૨૧
¶ તેના દીકરા ઇસહાકે તથા ઇશ્માએલે માખ્પેલાની ગુફામાં, એટલે મામરેની નજીક સોહાર હિત્તીના દીકરા એફ્રોનના ખેતરમાં, તેને દફનાવ્યો.
- ઊત્પત્તિ ૨૫:૧૦આશરે ઈ.પૂ. ૧૮૨૧
હેથના દીકરાઓ પાસેથી આ ખેતર ઇબ્રાહિમે વેચાતું લીધું હતું. તેમાં ઇબ્રાહિમને તેની પત્ની સારાની કબર પાસે દફનાવવામાં આવ્યો.
- ઊત્પત્તિ ૨૫:૧૧આશરે ઈ.પૂ. ૧૮૨૧
ઇબ્રાહિમના મરણ પછી, તેના દીકરા ઇસહાકને ઈશ્વરે આશીર્વાદ આપ્યો અને ઇસહાક બેર-લાહાય-રોઈ પાસે રહ્યો.
- ઊત્પત્તિ ૨૫:૧૨આશરે ઈ.પૂ. ૧૮૨૧
¶ હવે ઇબ્રાહિમનો દીકરો ઇશ્માએલ, જેને સારાની દાસી હાગાર મિસરીએ જન્મ આપ્યો હતો, તેની વંશાવળી આ પ્રમાણે છે.
- ઊત્પત્તિ ૨૫:૧૩આશરે ઈ.પૂ. ૧૮૨૧
¶ ઇશ્માએલના દીકરાઓનાં નામ તેઓની પેઢીઓ પ્રમાણે આ છે: ઇશ્માએલનો પ્રથમજનિત નબાયોથ, ત્યાર પછી કેદાર, આદબએલ, મિબ્સામ,
- ઊત્પત્તિ ૨૫:૧૪આશરે ઈ.પૂ. ૧૮૨૧
મિશમા, દુમા, માસ્સા,
- ઊત્પત્તિ ૨૫:૧૫આશરે ઈ.પૂ. ૧૮૨૧
હદાદ, તેમાં, યટુર, નાફીશ તથા કેદમા ઇશ્માએલના દીકરા હતા.