- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 2100–1900 BC
Abraham: The Covenant
God calls Abram from Ur, establishes an everlasting covenant, and promises a son through whom all nations will be blessed.
આ કાળની કલમો
- ઊત્પત્તિ ૧૫:૧૪આશરે ઈ.પૂ. ૧૯૧૧
¶ તેઓ જે લોકોની સેવા કરશે, તે લોકોનો ન્યાય હું કરીશ અને ત્યાર પછી તેઓ ઘણી સંપત્તિ લઈને ત્યાંથી મુક્ત થઈને બહાર આવશે.
- ઊત્પત્તિ ૧૫:૧૫આશરે ઈ.પૂ. ૧૯૧૧
પણ તું પોતાના પૂર્વજોની પાસે શાંતિએ જશે અને તું ઘણી વૃદ્ધ ઉંમરે મૃત્યુ પામશે અને દફનાવાશે.
- ઊત્પત્તિ ૧૫:૧૬આશરે ઈ.પૂ. ૧૯૧૧
તારા વંશજો ત્યાંથી ચોથી પેઢીમાં અહીં પાછા આવશે, કેમ કે અત્યારે અહીં રહેતા અમોરીઓના પાપનો ઘડો ત્યારે ભરાઈ જશે અથવા તેઓ શિક્ષાને પાત્ર થશે.”
- ઊત્પત્તિ ૧૫:૧૭આશરે ઈ.પૂ. ૧૯૧૧
¶ સૂર્ય આથમતાં અંધારું થયું, ત્યારે જુઓ, એક સળગતી સગડી તથા બળતી મશાલ એ ટુકડાંઓની વચ્ચેથી પસાર થઈ.
- ઊત્પત્તિ ૧૫:૧૮આશરે ઈ.પૂ. ૧૯૧૧
તે જ દિવસે ઈશ્વરે ઇબ્રામ સાથે કરાર કરીને કહ્યું, “મિસરની નદીથી તે મોટી નદી ફ્રાત સુધી આ દેશ મેં તારા વંશજોને આપ્યો છે.
- ઊત્પત્તિ ૧૫:૧૯આશરે ઈ.પૂ. ૧૯૧૧
કેનીઓનો, કનિઝીઓનો, કાદમોનીઓનો;
- ઊત્પત્તિ ૧૫:૨૦આશરે ઈ.પૂ. ૧૯૧૧
હિત્તીઓનો, પરિઝીઓનો, રફાઈઓનો;
- ઊત્પત્તિ ૧૫:૨૧આશરે ઈ.પૂ. ૧૯૧૧
અમોરીઓનો, કનાનીઓનો, ગિર્ગાશીઓનો તથા યબૂસીઓનો દેશ તેઓને આપ્યો છે.”
- ઊત્પત્તિ ૧૬:૧આશરે ઈ.પૂ. ૧૯૧૨
¶ હવે ઇબ્રામની પત્ની સારાયને બાળકો થતાં ન હતાં. તેની એક મિસરી દાસી હતી. તેનું નામ હાગાર હતું.
- ઊત્પત્તિ ૧૬:૨આશરે ઈ.પૂ. ૧૯૧૨
તેથી સારાયે ઇબ્રામને કહ્યું, “જો, ઈશ્વરે મને બાળકો થવા દીધાં નથી. માટે તું મારી દાસી સાથે સૂઈ જા, કદાપિ તેનાથી હું બાળક પ્રાપ્ત કરું.” ઇબ્રામે સારાયનું કહ્યું માન્યું.
- ઊત્પત્તિ ૧૬:૩આશરે ઈ.પૂ. ૧૯૧૧
ઇબ્રામ કનાન દેશમાં દસ વર્ષ રહ્યો પછી તેની પત્ની સારાયે તેની મિસરી દાસી હાગારને તેના પતિ ઇબ્રામને પત્ની તરીકે આપી.
- ઊત્પત્તિ ૧૬:૪આશરે ઈ.પૂ. ૧૯૧૧
ઇબ્રામના હાગાર સાથેના સંબંધથી તે ગર્ભવતી થઈ. જયારે તેણે જાણ્યું કે હું ગર્ભવતી થઈ છું ત્યારે તેણે તેની શેઠાણીનો તિરસ્કાર કર્યો.
- ઊત્પત્તિ ૧૬:૫આશરે ઈ.પૂ. ૧૯૧૧
¶ પછી સારાયે ઇબ્રામને કહ્યું, “મારી સાથે આ ખોટું થયું છે. મેં મારી દાસી તને આપી અને જયારે ખાતરી થઈ કે તે ગર્ભવતી થઈ છે ત્યારે તેની દ્રષ્ટિમાં હું તુચ્છ થઈ છું. મારી અને તારી વચ્ચે ઈશ્વર ન્યાય કરો.”
- ઊત્પત્તિ ૧૬:૬આશરે ઈ.પૂ. ૧૯૧૧
“પણ ઇબ્રામે સારાયને કહ્યું, “તારી દાસી તારા અધિકારમાં છે, જે તને સારું લાગે તે તેને કર.” તેથી સારાયે તેની સાથે કઠોર વર્તાવ કર્યો. એટલે તેની પાસેથી હાગાર ભાગી ગઈ.
- ઊત્પત્તિ ૧૬:૭આશરે ઈ.પૂ. ૧૯૧૧
¶ અરણ્યમાં શૂરના માર્ગે પાણીનો જે ઝરો હતો તેની પાસે ઈશ્વરના દૂતે તેને જોઈ.
- ઊત્પત્તિ ૧૬:૮આશરે ઈ.પૂ. ૧૯૧૧
દૂતે તેને કહ્યું, “સારાયની દાસી હાગાર, તું ક્યાંથી આવી અને ક્યાં જઈ રહી છે?” અને તેણે કહ્યું, “મારી શેઠાણી સારાયની પાસેથી હું નાસી જઈ રહી છું.”
- ઊત્પત્તિ ૧૬:૯આશરે ઈ.પૂ. ૧૯૧૧
¶ ઈશ્વરના દૂતે તેને કહ્યું, “તું તારી શેઠાણી પાસે પાછી જા. અને તેની આધીનતામાં રહે.”
- ઊત્પત્તિ ૧૬:૧૦આશરે ઈ.પૂ. ૧૯૧૧
વળી ઈશ્વરના દૂતે તેને કહ્યું, “હું તારો વંશ ઘણો વધારીશ. તારા વંશમાં અસંખ્ય સંતાનો થશે.”
- ઊત્પત્તિ ૧૬:૧૧આશરે ઈ.પૂ. ૧૯૧૧
¶ દૂતે તેને એ પણ કહ્યું, “તું ગર્ભવતી છે. તું દીકરાને જન્મ આપશે. તેને તું ઇશ્માએલ નામ આપજે. કેમ કે ઈશ્વરે તારું દુઃખ સાંભળ્યું છે.
- ઊત્પત્તિ ૧૬:૧૨આશરે ઈ.પૂ. ૧૯૧૧
તે માણસો મધ્યે જંગલના ગર્દભ જેવો થશે. તેનો હાથ દરેકની વિરુદ્ધ તથા દરેકનો હાથ તેની વિરુદ્ધ થશે અને તે પોતાના સર્વ ભાઈઓની વચ્ચે દુશ્મનાવટથી રહેશે.”
- ઊત્પત્તિ ૧૬:૧૩આશરે ઈ.પૂ. ૧૯૧૧
¶ “પછી તેણે ઈશ્વર; જેઓ તેની સાથે વાત કરતા હતા તેમનું નામ “એલ-રોઈ” પાડ્યું, કેમ કે તેણે કહ્યું, “ઈશ્વરે મારા પર દ્રષ્ટિ કરી છે શું?”
- ઊત્પત્તિ ૧૬:૧૪આશરે ઈ.પૂ. ૧૯૧૧
તે માટે તે ઝરાનું નામ બેર-લાહાય-રોઈ રાખવામાં આવ્યું; તે કાદેશ તથા બેરેદની વચ્ચે આવેલો છે.
- ઊત્પત્તિ ૧૬:૧૫આશરે ઈ.પૂ. ૧૯૧૦
¶ હાગારે ઇબ્રામના દીકરાને જન્મ આપ્યો અને ઇબ્રામે હાગારથી જન્મેલા તેના દીકરાનું નામ ઇશ્માએલ પાડ્યું.
- ઊત્પત્તિ ૧૬:૧૬આશરે ઈ.પૂ. ૧૯૧૦
જયારે હાગારે ઇશ્માએલને જન્મ આપ્યો ત્યારે ઇબ્રામ છ્યાસી વર્ષનો હતો.
- ઊત્પત્તિ ૧૭:૧આશરે ઈ.પૂ. ૧૮૯૭
¶ ઇબ્રામ નવાણું વર્ષનો થયો ત્યારે ઈશ્વરે તેને દર્શન આપીને કહ્યું, “હું સર્વસમર્થ ઈશ્વર છું, તું મારી આગળ ચાલ અને પ્રામાણિક થા.