- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1900–1700 BC
Jacob, Joseph & Egypt
Jacob wrestles with God and becomes Israel; Joseph is sold into slavery yet rises to save the world from famine.
આ કાળની કલમો
- ઊત્પત્તિ ૩૬:૨૮આશરે ઈ.પૂ. ૧૭૫૬
દિશાનના દીકરા આ છે; ઉસ તથા આરાન.
- ઊત્પત્તિ ૩૬:૨૯આશરે ઈ.પૂ. ૧૭૫૬
હોરીઓના સરદારો આ છે; લોટાન, શોબાલ, સિબયોન તથા અના.
- ઊત્પત્તિ ૩૬:૩૦આશરે ઈ.પૂ. ૧૭૫૬
દિશોન, એસેર, દિશાન; સેઈર દેશમાં સરદારોની યાદી પ્રમાણે હોરીઓનું કુટુંબ એ છે.
- ઊત્પત્તિ ૩૬:૩૧આશરે ઈ.પૂ. ૧૭૫૬
¶ ઇઝરાયલીઓ પર કોઈ રાજાએ રાજ્ય કર્યા પહેલા અદોમ દેશમાં જે રાજાઓ રાજ્ય કરતા હતા તે આ છે:
- ઊત્પત્તિ ૩૬:૩૨આશરે ઈ.પૂ. ૧૭૫૬
બેઓરનો દીકરો બેલા અદોમમાં રાજ્ય કરતો હતો અને તેના શહેરનું નામ દિનહાબા હતું.
- ઊત્પત્તિ ૩૬:૩૩આશરે ઈ.પૂ. ૧૮૬૯
જયારે બેલા મૃત્યુ પામ્યો, ત્યારે તેની જગ્યાએ બોસરામાંના ઝેરાહનો દીકરો યોબાબ રાજા થયો.
- ઊત્પત્તિ ૩૬:૩૪આશરે ઈ.પૂ. ૧૮૨૭
¶ જયારે યોબાબ મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ તેમાન દેશના હુશામે રાજ કર્યું.
- ઊત્પત્તિ ૩૬:૩૫આશરે ઈ.પૂ. ૧૭૮૫
જયારે હુશામ મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ બદાદના દીકરા હદાદે રાજ કર્યું. તેણે મોઆબના પ્રદેશમાં મિદ્યાનીઓને હરાવ્યા હતા. તેના શહેરનું નામ અવીથ હતું.
- ઊત્પત્તિ ૩૬:૩૬આશરે ઈ.પૂ. ૧૭૪૩
જ્યારે હદાદ મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ માસરેકામાંના સામ્લાએ રાજ કર્યું.
- ઊત્પત્તિ ૩૬:૩૭આશરે ઈ.પૂ. ૧૭૦૧
જયારે સામ્લા મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ નદી પાસેના રહોબોથના શાઉલે રાજ કર્યું.
- ઊત્પત્તિ ૩૬:૩૮આશરે ઈ.પૂ. ૧૬૫૯
જયારે શાઉલ મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ આખ્બોરના દીકરા બાલ-હનાને રાજ કર્યું.
- ઊત્પત્તિ ૩૬:૩૯આશરે ઈ.પૂ. ૧૬૧૭
જયારે આખ્બોરનો દીકરો બાલ-હનાન મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ હદારે રાજ કર્યું. તેના શહેરનું નામ પાઉ હતું. તેની પત્નીનું નામ મહેટાબેલ હતું, તે માટ્રેદની દીકરી, મેઝાહાબની પૌત્રી હતી.
- ઊત્પત્તિ ૩૬:૪૦આશરે ઈ.પૂ. ૧૬૧૭
¶ એસાવના વંશજોના, તેમના કુટુંબનાં આગેવાનોના નામ તેમના પ્રદેશ પ્રમાણે આ છે: તિમ્ના, આલ્વાહ, યથેથ,
- ઊત્પત્તિ ૩૬:૪૧આશરે ઈ.પૂ. ૧૬૧૭
ઓહોલીબામાહ, એલા, પીનોન,
- ઊત્પત્તિ ૩૬:૪૨આશરે ઈ.પૂ. ૧૬૧૭
કનાઝ, તેમાન, મિબ્સાર,
- ઊત્પત્તિ ૩૬:૪૩આશરે ઈ.પૂ. ૧૬૧૭
માગ્દીએલ તથા ઇરામ; તેઓએ કબજે કરેલ દેશમાં તેમના વતન પ્રમાણે અદોમના કુટુંબોના વડા એ છે. અદોમીઓનો પિતા એસાવ છે.
- ઊત્પત્તિ ૩૭:૧આશરે ઈ.પૂ. ૧૭૨૮
¶ યાકૂબ તેનો પિતા જે દેશમાં રહેતો હતો તેમાં, એટલે કનાન દેશમાં રહ્યો.
- ઊત્પત્તિ ૩૭:૨આશરે ઈ.પૂ. ૧૭૨૮
યાકૂબના વંશ સંબંધિત આ વૃતાંત છે. યૂસફ સત્તર વર્ષનો જુવાન થયો, ત્યારે તે તેના ભાઈઓની સાથે ઘેટાંબકરાં સાચવતો હતો. તે તેના પિતાની પત્નીઓ બિલ્હા તથા ઝિલ્પાના દીકરાઓની સાથે હતો. યૂસફ તેઓના દુરાચારની જાણ તેના પિતાને કરતો રહેતો હતો.
- ઊત્પત્તિ ૩૭:૩આશરે ઈ.પૂ. ૧૭૨૮
¶ હવે ઇઝરાયલ તેના સર્વ દીકરાઓ કરતાં યૂસફ પર વિશેષ પ્રેમ રાખતો હતો, કેમ કે તે તેના વૃદ્ધાવસ્થાનો દીકરો હતો. તેણે તેને સારુ રંગબેરંગી ઝભ્ભો સીવડાવ્યો.
- ઊત્પત્તિ ૩૭:૪આશરે ઈ.પૂ. ૧૭૨૮
તેના ભાઈઓએ જાણ્યું કે તેઓનો પિતા તેના તમામ દીકરાઓમાંથી યૂસફ પર વિશેષ પ્રેમ કરે છે. તેથી તેઓ તેને નફરત કરતા હતા અને તેની સાથે શુદ્ધ હૃદયથી વાત કરતા નહોતા.
- ઊત્પત્તિ ૩૭:૫આશરે ઈ.પૂ. ૧૭૨૮
¶ યૂસફને સ્વપ્ન આવ્યું અને તેણે તેના ભાઈઓને તેના વિષે કહી સંભળાવ્યું. તેથી તેઓ તેને વધારે નફરત કરવા લાગ્યા.
- ઊત્પત્તિ ૩૭:૬આશરે ઈ.પૂ. ૧૭૨૮
તેણે તેઓને કહ્યું, “મેં જે સ્વપ્નમાં જોયું છે તે મહેરબાની કરી સાંભળો.”
- ઊત્પત્તિ ૩૭:૭આશરે ઈ.પૂ. ૧૭૨૮
¶ આપણે ખેતરમાં અનાજની પૂળીઓ બાંધતા હતા. ત્યારે મારી પૂળી ઊભી થઈ. તેની સામે તમારી પૂળીઓ ચારેતરફ ઊભી રહી. તેઓ મારી પૂળીની આગળ નમી.”
- ઊત્પત્તિ ૩૭:૮આશરે ઈ.પૂ. ૧૭૨૮
તેના ભાઈઓએ તેને કહ્યું, “શું તું ખરેખર અમારા પર રાજ કરશે? શું તું ખરેખર અમારા પર અધિકાર ચલાવશે? “તેઓ તેના સ્વપ્નને લીધે તથા તેની વાતને લીધે તેના પર વધારે નફરત કરવા લાગ્યા.
- ઊત્પત્તિ ૩૭:૯આશરે ઈ.પૂ. ૧૭૨૮
¶ તેને ફરી બીજું સ્વપ્ન આવ્યું. તે વિષે તેણે તેના ભાઈઓને કહ્યું, “જુઓ, મને બીજું એક સ્વપ્ન આવ્યું: સૂર્ય, ચંદ્ર તથા અગિયાર તારાઓ મારી આગળ નમ્યાં.”