મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1900–1700 BC

Jacob, Joseph & Egypt

Jacob wrestles with God and becomes Israel; Joseph is sold into slavery yet rises to save the world from famine.

840 કલમો · 1 પુસ્તક આવરી લેવાયું

  1. ઊત્પત્તિ ૩૭:૧૦આશરે ઈ.પૂ. ૧૭૨૮

    જેવું તેણે તેના ભાઈઓને કહ્યું તેવું તેણે તેના પિતાને પણ કહ્યું અને તેના પિતાએ તેને ધમકાવ્યો. તેણે તેને કહ્યું, “જે સ્વપ્ન તને આવ્યું તે શું છે? તારી આગળ જમીન સુધી નમવાને હું, તારી માતા તથા તારા ભાઈઓ શું ખરેખર આવીશું?”

  2. ઊત્પત્તિ ૩૭:૧૧આશરે ઈ.પૂ. ૧૭૨૮

    તેના ભાઈઓને તેના પર અદેખાઈ આવી, પણ તેના પિતાએ તે વાત મનમાં રાખી.

  3. ઊત્પત્તિ ૩૭:૧૨આશરે ઈ.પૂ. ૧૭૨૮

    ¶ તેના ભાઈઓ તેઓના પિતાના ટોળાં ચરાવવાને શખેમમાં ગયા.

  4. ઊત્પત્તિ ૩૭:૧૩આશરે ઈ.પૂ. ૧૭૨૮

    ઇઝરાયલે યૂસફને કહ્યું, “શું તારા ભાઈઓ શખેમમાં ઘેટાંબકરાં ચરાવતા નથી? હું તને તેઓની પાસે મોકલું છું.” યૂસફે તેને કહ્યું, “હું તૈયાર છું.”

  5. ઊત્પત્તિ ૩૭:૧૪આશરે ઈ.પૂ. ૧૭૨૮

    તેણે તેને કહ્યું, “હવે જા, તારા ભાઈઓ તથા ટોળાં સારાં છે કે નહિ તે જો અને મારી પાસે ખબર લઈ આવ.” પછી યાકૂબે તેને હેબ્રોનની ખીણમાંથી રવાના કર્યો અને યૂસફ શખેમમાં ગયો.

  6. ઊત્પત્તિ ૩૭:૧૫આશરે ઈ.પૂ. ૧૭૨૮

    ¶ જુઓ, યૂસફ ખેતરમાં ભટકતો હતો એટલામાં એક માણસ તેને મળ્યો. તે માણસે તેને પૂછ્યું, “તું કોને શોધે છે?”

  7. ઊત્પત્તિ ૩૭:૧૬આશરે ઈ.પૂ. ૧૭૨૮

    યૂસફે કહ્યું, “હું મારા ભાઈઓને શોધું છું. કૃપા કરી, મને કહે કે, તેઓ અમારા પશુઓનાં ટોળાંને ક્યાં ચરાવે છે?”

  8. ઊત્પત્તિ ૩૭:૧૭આશરે ઈ.પૂ. ૧૭૨૮

    તે માણસે કહ્યું, “તેઓ દોથાન તરફ ગયા છે, કેમ કે મેં તેઓને એવું કહેતાં સાંભળ્યાં હતા કે, “ચાલો આપણે દોથાન જઈએ.” યૂસફે પોતાના ભાઈઓની પાછળ જઈને દોથાનમાં તેઓને શોધી કાઢ્યાં.

  9. ઊત્પત્તિ ૩૭:૧૮આશરે ઈ.પૂ. ૧૭૨૮

    ¶ તેઓએ તેને દૂરથી જોયો અને તેઓની પાસે તે આવી પહોંચે તે અગાઉ તેને મારી નાખવાને પેંતરો રચ્યો.

  10. ઊત્પત્તિ ૩૭:૧૯આશરે ઈ.પૂ. ૧૭૨૮

    તેના ભાઈઓએ એકબીજાને કહ્યું, “જુઓ, આ સ્વપ્નપતિ આવી રહ્યો છે.

  11. ઊત્પત્તિ ૩૭:૨૦આશરે ઈ.પૂ. ૧૭૨૮

    હવે ચાલો, આપણે તેને મારી નાખીને કોઈએક ખાડામાં નાખી દઈએ. પછી આપણે જાહેર કરીશું કે, ‘કોઈ જંગલી પશુ તેને ખાઈ ગયું છે.’ પછી તેના સ્વપ્નનું શું થાય છે તે આપણે જોઈશું.”

  12. ઊત્પત્તિ ૩૭:૨૧આશરે ઈ.પૂ. ૧૭૨૮

    ¶ રુબેને તે સાંભળ્યું અને ભાઈઓના હાથમાંથી તેણે તેને છોડાવ્યો. તેણે કહ્યું, “આપણે તેનો જીવ લેવો નથી.”

  13. ઊત્પત્તિ ૩૭:૨૨આશરે ઈ.પૂ. ૧૭૨૮

    તેઓના હાથમાંથી તેને છોડાવીને તેના પિતાને સોંપવા માટે રુબેને તેઓને કહ્યું, “તેનું લોહી ન વહેવડાવીએ. પણ આ અરણ્યમાં જે ખાડો છે તેમાં તેને નાખી દઈએ; પણ તેને કશી ઈજા કરીએ નહિ.”

  14. ઊત્પત્તિ ૩૭:૨૩આશરે ઈ.પૂ. ૧૭૨૮

    ¶ યૂસફ જયારે તેના ભાઈઓની પાસે પહોંચ્યો, ત્યારે તેઓએ તેના અંગ પરનો ઝભ્ભો ઝૂંટવી લીધો.

  15. ઊત્પત્તિ ૩૭:૨૪આશરે ઈ.પૂ. ૧૭૨૮

    તેઓએ તેને પકડીને ખાડામાં નાખી દીધો. પણ તે ખાડો ખાલી હતો અને તેમાં પાણી ન હતું.

  16. ઊત્પત્તિ ૩૭:૨૫આશરે ઈ.પૂ. ૧૭૨૮

    ¶ પછી તેઓ ભોજન કરવા માટે નીચે બેઠા. તેઓએ તેમની આંખો ઊંચી કરીને જોયું, તો, ઇશ્માએલીઓનો સંઘ ગિલ્યાદથી આવતો હતો. પોતાની સાથે સુગંધીઓ, ઔષધ તથા બોળથી લાદેલાં ઊંટોને લઈને તેઓ મિસર દેશમાં જતા હતા.

  17. ઊત્પત્તિ ૩૭:૨૬આશરે ઈ.પૂ. ૧૭૨૮

    યહૂદાએ તેના ભાઈઓને કહ્યું, “જો આપણે આપણા ભાઈને મારી નાખીને તેનું લોહી સંતાડી દઈએ તો તેથી આપણને શું મળે?

  18. ઊત્પત્તિ ૩૭:૨૭આશરે ઈ.પૂ. ૧૭૨૮

    ¶ ચાલો, આપણે તેને ઇશ્માએલીઓને વેચી દઈએ અને આપણે તેને કશું નુકસાન કરીએ નહિ. કેમ કે તે આપણો ભાઈ તથા આપણા કુટુંબનો છે.” તેના ભાઈઓએ તેનું કહેવું સ્વીકાર્યું.

  19. ઊત્પત્તિ ૩૭:૨૮આશરે ઈ.પૂ. ૧૭૨૮

    મિદ્યાની વેપારીઓ તેઓની પાસેથી પસાર થઈને જતા હતા ત્યારે યૂસફના ભાઈઓએ તેને ખાડામાંથી બહાર લાવીને વીસ ચાંદીના સિક્કામાં યૂસફને ઇશ્માએલીઓને વેચી દીધો. ઇશ્માએલીઓ મિસરમાં લઈ ગયા.

  20. ઊત્પત્તિ ૩૭:૨૯આશરે ઈ.પૂ. ૧૭૨૮

    ¶ રુબેન પાછો ખાડાની પાસે આવ્યો અને જુઓ, યૂસફ તો ખાડામાં નહોતો. તેણે તેનાં વસ્ત્રો ફાડીને શોક પ્રદર્શિત કર્યો.

  21. ઊત્પત્તિ ૩૭:૩૦આશરે ઈ.પૂ. ૧૭૨૮

    તેણે તેના ભાઈઓની પાસે પાછા આવીને કહ્યું, “યુસફ ક્યાં છે? અને હું ક્યાં જાઉં?”

  22. ઊત્પત્તિ ૩૭:૩૧આશરે ઈ.પૂ. ૧૭૨૮

    ¶ પછી તેઓએ એક બકરું કાપ્યું અને યૂસફના ઝભ્ભાને લઈને તેના લોહીમાં પલાળ્યો.

  23. ઊત્પત્તિ ૩૭:૩૨આશરે ઈ.પૂ. ૧૭૨૮

    પછી તેઓ તે ઝભ્ભાને તેના પિતાની પાસે લાવ્યા અને તે બતાવીને કહ્યું, “આ ઝભ્ભો અમને મળ્યો છે. કૃપા કરી ઓળખ, તે તારા દીકરાનો ઝભ્ભો છે કે નહિ?”

  24. ઊત્પત્તિ ૩૭:૩૩આશરે ઈ.પૂ. ૧૭૨૮

    યાકૂબે તે ઓળખીને કહ્યું, “તે મારા દીકરાનો ઝભ્ભો છે. કોઈ જંગલી પશુએ તેને ફાડી ખાધો છે. ચોક્કસ યૂસફને ફાડી ખાવામાં આવ્યો છે.”

  25. ઊત્પત્તિ ૩૭:૩૪આશરે ઈ.પૂ. ૧૭૨૮

    ¶ યાકૂબે તેનાં વસ્ત્રો ફાડયાં અને તેની કમરે ટાટ બાંધ્યું. તેણે તેના દીકરાને માટે ઘણાં દિવસો સુધી શોક કર્યો.