મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1900–1700 BC

Jacob, Joseph & Egypt

Jacob wrestles with God and becomes Israel; Joseph is sold into slavery yet rises to save the world from famine.

840 કલમો · 1 પુસ્તક આવરી લેવાયું

  1. ઊત્પત્તિ ૩૮:૨૪આશરે ઈ.પૂ. ૧૭૨૨

    ¶ પછી આશરે ત્રણેક મહિના પછી યહૂદાને ખબર મળી કે, “તેની પુત્રવધૂ તામારે વ્યભિચાર કર્યો છે અને તે ગર્ભવતી થઈ છે.” યહૂદાએ કહ્યું, “તેને અહીં લાવો અને સળગાવી દો.”

  2. ઊત્પત્તિ ૩૮:૨૫આશરે ઈ.પૂ. ૧૭૨૨

    જયારે તેને ત્યાં લાવવામાં આવી ત્યારે તેણે પેલા પુરાવા સાથે તેના સસરાને સંદેશ કહેવડાવ્યો કે, “આ વસ્તુઓ જેની છે, તેનાથી હું ગર્ભવતી થયેલી છું” તેણે કહ્યું, “આ મુદ્રા, અછોડો તથા લાકડી કોનાં છે, તે મહેરબાની કરીને તું ઓળખી લે.”

  3. ઊત્પત્તિ ૩૮:૨૬આશરે ઈ.પૂ. ૧૭૨૨

    યહૂદાએ એ વસ્તુઓને ઓળખી અને કહ્યું, “તે મારા કરતાં ન્યાયી છે, કારણ કે મેં તેને મારા દીકરા શેલાને પત્ની તરીકે ન આપી. તે પછી તેણે તેની સાથે સંબંધ બાંધ્યો નહિ.

  4. ઊત્પત્તિ ૩૮:૨૭આશરે ઈ.પૂ. ૧૭૨૨

    ¶ તેની પ્રસૂતિના સમયે એમ થયું કે, તેના પેટમાં જોડિયાં બાળકો હતાં.

  5. ઊત્પત્તિ ૩૮:૨૮આશરે ઈ.પૂ. ૧૭૨૨

    જન્મ આપતી વખતે પ્રથમના એક બાળકે તેનો હાથ બહાર કાઢ્યો તેથી દાસીએ તેનો હાથ પકડ્યો અને તેના હાથ પર લાલ દોરો બાંધ્યો. તેણે કહ્યું, “આનો જન્મ પ્રથમ થયો છે.”

  6. ઊત્પત્તિ ૩૮:૨૯આશરે ઈ.પૂ. ૧૭૨૧

    ¶ પછી તેણે તેનો હાથ પાછો ખેંચ્યો ત્યારે, તેના ભાઈનો જન્મ થયો અને દાસીએ કહ્યું, તું કેમ કરીને જન્મ પામ્યો? તેણે તેનું નામ પેરેસ પાડ્યું.

  7. ઊત્પત્તિ ૩૮:૩૦આશરે ઈ.પૂ. ૧૭૨૧

    પછી તેનો ભાઈ, જેને હાથે લાલ દોરો હતો તે જન્મ પામયો. તેનું નામ ઝેરાહ પડ્યું.

  8. ઊત્પત્તિ ૩૯:૧આશરે ઈ.પૂ. ૧૭૨૮

    ¶ યૂસફને મિસરમાં લાવવામાં આવ્યો. ત્યાં જે ઇશ્માએલીઓ તેને લઈને આવ્યા હતા, તેઓની પાસેથી પોટીફાર નામનો એક મિસરી, જે ફારુનનો એક અમલદાર તથા રક્ષકોનો સરદાર હતો, તેણે યૂસફને વેચાતો લીધો.

  9. ઊત્પત્તિ ૩૯:૨આશરે ઈ.પૂ. ૧૭૨૮

    ઈશ્વર યૂસફની સાથે હતા. પોટીફાર ઘણા સંપત્તિવાન માણસ હતો. યૂસફે તેના માલિક, મિસરી પોટીફારના ઘરમાં વસવાટ કર્યો.

  10. ઊત્પત્તિ ૩૯:૩આશરે ઈ.પૂ. ૧૭૨૮

    ¶ તેના માલિકે જોયું કે ઈશ્વર યૂસફની સાથે છે અને તે જે કંઈ કરે છે તેમાં ઈશ્વર તેને સફળ કરે છે.

  11. ઊત્પત્તિ ૩૯:૪આશરે ઈ.પૂ. ૧૭૨૮

    તેથી યૂસફ તેની દ્રષ્ટિમાં કૃપાપાત્ર થયો અને તેણે પોટીફારની સેવા કરી. પોટીફારે તેને તેના ઘરનો કારભારી ઠરાવીને તેનું જે સર્વ હતું તે તેનો વહીવટ તેના હાથમાં સોંપ્યો.

  12. ઊત્પત્તિ ૩૯:૫આશરે ઈ.પૂ. ૧૭૨૮

    ¶ તેણે તેના ઘરનો તથા તેની સર્વ મિલકતનો કારભારી તેને ઠરાવ્યો, ત્યાર પછીથી ઈશ્વરે યૂસફને લીધે મિસરીના ઘરને આશીર્વાદ આપ્યો. ઘરમાં તથા ખેતરમાં જે સર્વ તેનું હતું તે પર ઈશ્વરનો આશીર્વાદ હતો.

  13. ઊત્પત્તિ ૩૯:૬આશરે ઈ.પૂ. ૧૭૨૮

    પોટીફારનું જે હતું તે સર્વ તેણે યૂસફના હાથમાં સોંપ્યું. તે જે અન્ન ખાતો તે સિવાય તેનું પોતાનું શું શું છે, એ કંઈપણ તે જાણતો નહોતો. યૂસફ સુંદર તથા આકર્ષક હતો.

  14. ઊત્પત્તિ ૩૯:૭આશરે ઈ.પૂ. ૧૭૧૯

    ¶ પછી એવું થયું કે તેના માલિક પોટીફારની પત્નીએ યૂસફ પર કુદ્રષ્ટિ કરીને કહ્યું, “મારી સાથે સૂઈ જા.”

  15. ઊત્પત્તિ ૩૯:૮આશરે ઈ.પૂ. ૧૭૧૯

    પણ તેણે ઇનકાર નકાર કરીને તેના માલિકની પત્નીને કહ્યું, “જો, ઘરમાં શું શું મારા હવાલામાં છે તે મારો માલિક જાણતો નથી અને તેણે તેનું જે સર્વ છે તે મારા હાથમાં સોંપ્યું છે.

  16. ઊત્પત્તિ ૩૯:૯આશરે ઈ.પૂ. ૧૭૧૯

    આ ઘરમાં મારા કરતાં કોઈ મોટો નથી. તેણે તારા વિના બીજા કશા જ પર મારા માટે રોક લગાવી નથી, કેમ કે તું તેની પત્ની છે. તો પછી આવું મોટું દુષ્કર્મ કરીને હું શા માટે ઈશ્વરનો અપરાધી થાઉં?”

  17. ઊત્પત્તિ ૩૯:૧૦આશરે ઈ.પૂ. ૧૭૧૯

    ¶ દરરોજ તે યૂસફને મોહપાશમાં આકર્ષતી હતી, પણ તેણે તેના પર મોહિત થવાનો તથા તેની સાથે રહેવાનો ઇનકાર કર્યો.

  18. ઊત્પત્તિ ૩૯:૧૧આશરે ઈ.પૂ. ૧૭૧૯

    એક દિવસે એમ થયું કે યૂસફ પોતાનું કામ કરવા માટે ઘરમાં ગયો. ઘરનું અન્ય કોઈ માણસ અંદર ન હતું.

  19. ઊત્પત્તિ ૩૯:૧૨આશરે ઈ.પૂ. ૧૭૧૯

    ત્યારે પોટીફારની સ્ત્રીએ યૂસફના વસ્ત્રો પકડીને કહ્યું, “મારી સાથે સૂઈ જા.” પણ તે તેનું વસ્ત્ર તેના હાથમાં રહેવા દઈને નાસીને બહાર જતો રહ્યો.

  20. ઊત્પત્તિ ૩૯:૧૩આશરે ઈ.પૂ. ૧૭૧૯

    ¶ જયારે સ્ત્રીએ જોયું કે તે તેનું વસ્ત્ર તેના હાથમાં મૂકીને બહાર નાસી ગયો છે,

  21. ઊત્પત્તિ ૩૯:૧૪આશરે ઈ.પૂ. ૧૭૧૯

    ત્યારે તેણે તેના ઘરમાંનાં માણસોને બોલાવીને તેઓને કહ્યું, “જુઓ, મારો પતિ પોટીફાર આપણું અપમાન કરવાને આ હિબ્રૂ માણસને આપણી પાસે લાવ્યો છે. તે મારી સાથે સુવા માટે મારી પાસે આવ્યો એટલે મેં બૂમ પાડી.

  22. ઊત્પત્તિ ૩૯:૧૫આશરે ઈ.પૂ. ૧૭૧૯

    અને મેં જયારે બૂમ પાડી, ત્યારે તે સાંભળીને તે તેનું વસ્ત્ર મારા હાથમાં રહેવા દઈને નાસી ગયો અને બહાર જતો રહ્યો.”

  23. ઊત્પત્તિ ૩૯:૧૬આશરે ઈ.પૂ. ૧૭૧૯

    ¶ તેનો પતિ ઘરે આવ્યો ત્યાં સુધી તેણે તેનું વસ્ત્ર પોતાની પાસે રાખી મૂક્યું.

  24. ઊત્પત્તિ ૩૯:૧૭આશરે ઈ.પૂ. ૧૭૧૯

    તેણે તેના પતિ સમક્ષ ખુલાસો કર્યો કે, “આ હિબ્રૂ દાસ કે જેને તું આપણા ઘરમાં લાવ્યો છે, તે મારી આબરુ લેવા માટે મારી પાસે આવ્યો હતો.

  25. ઊત્પત્તિ ૩૯:૧૮આશરે ઈ.પૂ. ૧૭૧૯

    પણ જયારે મેં બૂમ પાડી, ત્યારે તે તેનું વસ્ત્ર મારી પાસે રહેવા દઈને નાસી છૂટ્યો.”