મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1900–1700 BC

Jacob, Joseph & Egypt

Jacob wrestles with God and becomes Israel; Joseph is sold into slavery yet rises to save the world from famine.

840 કલમો · 1 પુસ્તક આવરી લેવાયું

  1. ઊત્પત્તિ ૩૭:૩૫આશરે ઈ.પૂ. ૧૭૨૮

    તેના સર્વ દીકરાઓ તથા તેની સર્વ દીકરીઓ તેને દિલાસો આપવા માટે આવીને ઊભા રહ્યાં. પણ તેણે દિલાસો પામવાની ના પાડી. તેણે કહ્યું, “હું નિશ્ચે શોક કરતો શેઓલમાં મારા દીકરાની પાસે જઈશ.” તેનો પિતા તેને સારુ રડ્યો.

  2. ઊત્પત્તિ ૩૭:૩૬આશરે ઈ.પૂ. ૧૭૨૮

    પેલા મિદ્યાનીઓએ યૂસફને મિસરમાં ફારુનના રક્ષકોના સરદાર પોટીફારને વેચી દીધો.

  3. ઊત્પત્તિ ૩૮:૧આશરે ઈ.પૂ. ૧૭૩૯

    ¶ તે સમયે યહૂદા તેના ભાઈઓની પાસેથી જઈને હીરા નામે એક અદુલ્લામીને ત્યાં રહ્યો.

  4. ઊત્પત્તિ ૩૮:૨આશરે ઈ.પૂ. ૧૭૩૯

    ત્યાં યહૂદા એક કનાની માણસની દીકરી જેનું નામ શૂઆ હતું તેને મળ્યો. તેણે તેની સાથે લગ્ન કર્યું અને તેની સાથે સંબંધ કર્યો.

  5. ઊત્પત્તિ ૩૮:૩આશરે ઈ.પૂ. ૧૭૩૮

    ¶ શૂઆ સગર્ભા થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ એર પાડ્યું.

  6. ઊત્પત્તિ ૩૮:૪આશરે ઈ.પૂ. ૧૭૩૭

    તે ફરીથી ગર્ભવતી થઈ અને દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ ઓનાન પાડ્યું.

  7. ઊત્પત્તિ ૩૮:૫આશરે ઈ.પૂ. ૧૭૩૬

    તેણે ત્રીજા દીકરાને જન્મ આપ્યો અને તેનું નામ શેલા પાડ્યું. ત્યારે યહૂદા ખઝીબમાં રહેતો હતો.

  8. ઊત્પત્તિ ૩૮:૬આશરે ઈ.પૂ. ૧૭૩૬

    ¶ યહૂદાએ તેના જયેષ્ઠ દીકરા એરનાં લગ્ન કરાવ્યાં. તેની પત્નીનું નામ તામાર હતું.

  9. ઊત્પત્તિ ૩૮:૭આશરે ઈ.પૂ. ૧૭૩૬

    યહૂદાનો જયેષ્ઠ દીકરો એર ઈશ્વરની દ્રષ્ટિએ દુષ્ટ હતો. તેથી ઈશ્વરે તેને મરણાધીન કર્યો.

  10. ઊત્પત્તિ ૩૮:૮આશરે ઈ.પૂ. ૧૭૨૨

    ¶ યહૂદાએ ઓનાનને કહ્યું, “તું તારા ભાઈની પત્ની પર પ્રેમ કર. તેના પ્રત્યે ભાઈની ફરજ બજાવ અને તારા ભાઈને સારુ સંતાન નિપજાવ.”

  11. ઊત્પત્તિ ૩૮:૯આશરે ઈ.પૂ. ૧૭૨૨

    ઓનાને વિચાર્યું કે એ સંતાન તેનું નહિ ગણાય. તેથી, જયારે પણ તે તેના ભાઈની પત્નીની પાસે જતો, ત્યારે તેના ભાઈના નામે સંતાન ન અપાય તે માટે તે પોતાનું વીર્ય તેના ભાભીના અંગમાં જવા દેવાને બદલે બહાર વેડફી દેતો હતો.

  12. ઊત્પત્તિ ૩૮:૧૦આશરે ઈ.પૂ. ૧૭૨૨

    તેનું આ કૃત્ય ઈશ્વરની નજરમાં ખરાબ હતું. તેથી ઈશ્વરે તેને પણ મરણાધીન કર્યો.

  13. ઊત્પત્તિ ૩૮:૧૧આશરે ઈ.પૂ. ૧૭૨૨

    ¶ પછી યહૂદાએ તેની પુત્રવધૂ તામારને કહ્યું કે, “મારો દીકરો શેલા પુખ્ત વયનો થાય, ત્યાં સુધી તું તારા પિતાના ઘરમાં વિધવા તરીકે રહે.” કેમ કે તેણે વિચાર્યું કે, “કદાચ તે પણ તેના ભાઈઓની જેમ મૃત્યુ પામે.” પછી તામાર જઈને તેના પિતાના ઘરમાં રહી.

  14. ઊત્પત્તિ ૩૮:૧૨આશરે ઈ.પૂ. ૧૭૨૨

    ¶ ઘણાં દિવસો પછી, યહૂદાની પત્ની શૂઆ મૃત્યુ પામી. યહૂદા દિલાસો પામ્યા પછી તે તેના મિત્ર હીરા અદુલ્લામી સાથે તેના ઘેટાં કાતરનારાઓની પાસે તિમ્ના ગયો.

  15. ઊત્પત્તિ ૩૮:૧૩આશરે ઈ.પૂ. ૧૭૨૨

    તામારને ખબર મળી, “જો, તારાં સસરા તેના ઘેટાં કાતરવાને તિમ્ના જઈ રહ્યો છે.”

  16. ઊત્પત્તિ ૩૮:૧૪આશરે ઈ.પૂ. ૧૭૨૨

    તેણે તેની વૈધવ્ય અવસ્થાનાં વસ્ત્ર તેના શરીર પરથી ઉતાર્યા અને ઘૂંઘટથી પોતાને આચ્છાદિત કરીને એનાઈમના દરવાજા પાસે, તિમ્નાના માર્ગની બાજુએ જઈને બેઠી. કેમ કે તેણે જાણ્યું કે શેલા મોટો થયો છે, પણ તેને તેની પત્ની થવા માટે આપવામાં આવી નથી.

  17. ઊત્પત્તિ ૩૮:૧૫આશરે ઈ.પૂ. ૧૭૨૨

    ¶ જયારે યહૂદાએ તેને જોઈ, ત્યારે તેણે વિચાર્યું કે તે ગણિકા હશે, કેમ કે તેણે તેનું મુખ ઢાંક્યું હતું.

  18. ઊત્પત્તિ ૩૮:૧૬આશરે ઈ.પૂ. ૧૭૨૨

    તે માર્ગની બાજુએ તેની પાસે ગયો અને કહ્યું, “ચાલ, મને તારી સાથે સંબંધ બાંધવા દે.” કેમ કે તે તેની પુત્રવધૂ છે એ તે જાણતો નહોતો. તેણે કહ્યું, “મારી સાથે સંબંધ બાંધવાના બદલામાં તું મને શું આપીશ?

  19. ઊત્પત્તિ ૩૮:૧૭આશરે ઈ.પૂ. ૧૭૨૨

    ¶ તેણે કહ્યું, “ટોળાંમાંથી એક લવારું હું તને મોકલી આપું છું.” તેણીએ કહ્યું, જ્યાં સુધી તું તે ના મોકલે ત્યાં સુધી તું મને કશું ગીરવે આપું?

  20. ઊત્પત્તિ ૩૮:૧૮આશરે ઈ.પૂ. ૧૭૨૨

    તેણે કહ્યું, હું તને શું ગીરવે આપી શકું? તેણે કહ્યું, “તારી મુદ્રા, તારો અછોડો તથા તારા હાથમાંની લાકડી.” તેણે તેને તે આપ્યાં. પછી તે તેની પાસે ગયો. તેના સંસર્ગથી તે ગર્ભવતી થઈ.

  21. ઊત્પત્તિ ૩૮:૧૯આશરે ઈ.પૂ. ૧૭૨૨

    ¶ તે ઊઠીને ચાલી. પછી તેણે તેનો ઘુંઘટ ઉતાર્યો અને તેનાં વૈધવ્યનાં વસ્ત્ર પહેર્યા.

  22. ઊત્પત્તિ ૩૮:૨૦આશરે ઈ.પૂ. ૧૭૨૨

    તે સ્ત્રીના હાથમાંથી ગીરવે મૂકેલી વસ્તુ લેવા માટે યહૂદાએ તેના મિત્ર અદુલ્લામીની સાથે લવારું મોકલ્યું, પણ તે તેને મળી નહિ.

  23. ઊત્પત્તિ ૩૮:૨૧આશરે ઈ.પૂ. ૧૭૨૨

    ¶ પછી અદુલ્લામીએ તે જગ્યાના માણસોને પૂછ્યું, “જે ગણિકા એનાઈમ પાસેના માર્ગ પર હતી તે ક્યાં છે?” તેઓએ કહ્યું, “અહીં તો કોઈ ગણિકા નથી.”

  24. ઊત્પત્તિ ૩૮:૨૨આશરે ઈ.પૂ. ૧૭૨૨

    તે યહૂદાની પાસે પાછો આવ્યો અને કહ્યું, “મને તે મળી નથી. ત્યાંના માણસોએ પણ કહ્યું કે, ‘અહીં કોઈ ગણિકા ન હતી.’”

  25. ઊત્પત્તિ ૩૮:૨૩આશરે ઈ.પૂ. ૧૭૨૨

    યહૂદાએ કહ્યું, “તે ભલે તેની પાસે વસ્તુઓ રાખે, રખેને આપણે શરમજનક સ્થિતિમાં મુકાઈએ. તેને લીધે, મેં આ લવારું મોકલ્યું, પણ તને તે મળી નહિ.”