- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1900–1700 BC
Jacob, Joseph & Egypt
Jacob wrestles with God and becomes Israel; Joseph is sold into slavery yet rises to save the world from famine.
આ કાળની કલમો
- ઊત્પત્તિ ૩૬:૩આશરે ઈ.પૂ. ૧૭૯૬
અને બાસમાથ જે ઇશ્માએલની દીકરી, નબાયોથની બહેન.
- ઊત્પત્તિ ૩૬:૪આશરે ઈ.પૂ. ૧૭૯૬
¶ આદાએ એસાવને માટે અલિફાઝને જન્મ આપ્યો અને બાસમાથે રેઉએલને જન્મ આપ્યો.
- ઊત્પત્તિ ૩૬:૫આશરે ઈ.પૂ. ૧૭૯૬
ઓહોલીબામાહએ યેઉશ, યાલામ તથા કોરાને જન્મ આપ્યાં. એસાવને કનાન દેશમાં જે દીકરા જન્મ્યા હતા તેઓ એ હતા.
- ઊત્પત્તિ ૩૬:૬આશરે ઈ.પૂ. ૧૭૪૦
¶ એસાવ તેની પત્નીઓ, તેના દીકરા, તેની દીકરીઓ, તેના ઘરના સર્વ લોકો, તેનાં સર્વ જાનવરો, તથા તેની સર્વ માલમિલકત જે તેણે કનાન દેશમાં મેળવી હતી, તે સર્વ લઈને તેના ભાઈ યાકૂબની પાસેથી બીજા દેશમાં ગયો.
- ઊત્પત્તિ ૩૬:૭આશરે ઈ.પૂ. ૧૭૪૦
તેણે આમ કર્યું કેમ કે તેઓની સંપત્તિ એટલી બધી હતી કે તેઓ એકસાથે રહી શકે તેમ ન હતું. જે દેશમાં તેઓ રહેતા હતા ત્યાં તેઓનાં જાનવરોને લીધે તેઓને કોઈ આશરો ન મળ્યો.
- ઊત્પત્તિ ૩૬:૮આશરે ઈ.પૂ. ૧૭૪૦
તેથી એસાવ એટલે જે અદોમ કહેવાય છે તેણે સેઈર પહાડ પર જઈને વસવાટ કર્યો.
- ઊત્પત્તિ ૩૬:૯આશરે ઈ.પૂ. ૧૭૪૦
¶ સેઈર પહાડ પરના અદોમી લોકના પૂર્વજ, એસાવની વંશાવળી આ પ્રમાણે છે.
- ઊત્પત્તિ ૩૬:૧૦આશરે ઈ.પૂ. ૧૭૭૪
એસાવના દીકરાઓ: એસાવની પત્ની આદાનો દીકરો અલિફાઝ; અને એસાવની પત્ની બાસમાથનો દીકરો રેઉએલ.
- ઊત્પત્તિ ૩૬:૧૧આશરે ઈ.પૂ. ૧૭૩૪
તેમાન, ઓમાર, સફો, ગાતામ તથા કનાઝ એ અલિફાઝના દીકરા હતા.
- ઊત્પત્તિ ૩૬:૧૨આશરે ઈ.પૂ. ૧૭૩૪
એસાવના દીકરા અલિફાઝની ઉપપત્ની તિમ્ના હતી, તેણે અલિફાઝને માટે અમાલેકને જન્મ આપ્યો. એસાવની પત્ની આદાના દીકરા એ છે.
- ઊત્પત્તિ ૩૬:૧૩આશરે ઈ.પૂ. ૧૭૩૪
¶ રેઉએલના દીકરા આ છે: નાહાથ, ઝેરાહ, શામ્મા તથા મિઝઝા. આ એસાવની પત્ની બાસમાથના દીકરા હતા.
- ઊત્પત્તિ ૩૬:૧૪આશરે ઈ.પૂ. ૧૭૧૨
સિબયોનની દીકરી અનાની દીકરી ઓહોલીબામાહ જે એસાવની પત્ની હતી તેના દીકરા આ છે: તેણે યેઉશ, યાલામ તથા કોરાને જન્મ આપ્યો.
- ઊત્પત્તિ ૩૬:૧૫આશરે ઈ.પૂ. ૧૭૧૨
¶ એસાવના વંશજોનાં સરદારો આ હતાં: એસાવના જ્યેષ્ઠ દીકરા અલિફાઝના દીકરા: તેમાન, ઓમાર, સફો, કનાઝ,
- ઊત્પત્તિ ૩૬:૧૬આશરે ઈ.પૂ. ૧૭૧૨
કોરા, ગાતામ તથા અમાલેક હતા. જે સરદારો અલિફાઝથી અદોમ દેશમાં થયા તેઓ એ છે. તેઓ આદાના પૌત્રો હતા.
- ઊત્પત્તિ ૩૬:૧૭આશરે ઈ.પૂ. ૧૭૧૨
¶ એસાવના દીકરા રેઉએલના કુટુંબો આ છે: નાહાથ, ઝેરાહ, શામ્મા, મિઝઝા. એ વંશજો રેઉએલથી અદોમ દેશમાં થયા. એ એસાવની પત્ની બાસમાથના દીકરા હતા.
- ઊત્પત્તિ ૩૬:૧૮આશરે ઈ.પૂ. ૧૭૧૨
એસાવની પત્ની ઓહોલીબામાહના દીકરા આ છે: યેઉશ, યાલામ, કોરા. એ સરદારોને એસાવની પત્ની ઓહોલીબામાહ જે અનાની દીકરી હતી તેણે જન્મ આપ્યાં હતા.
- ઊત્પત્તિ ૩૬:૧૯આશરે ઈ.પૂ. ૧૭૧૨
એસાવના દીકરા અને તેઓના સરદારો આ છે.
- ઊત્પત્તિ ૩૬:૨૦આશરે ઈ.પૂ. ૧૮૦૬
¶ સેઈર હોરીના દીકરા જે દેશના રહેવાસીઓ હતા તેઓ આ છે: લોટાન, શોબાલ, સિબયોન, અના,
- ઊત્પત્તિ ૩૬:૨૧આશરે ઈ.પૂ. ૧૮૦૦
દિશોન, એસેર તથા દિશાન. તે સેઈર હોરીઓના કુટુંબનાં સરદારો જે અદોમ દેશમાં થયા એ હતા.
- ઊત્પત્તિ ૩૬:૨૨આશરે ઈ.પૂ. ૧૭૫૬
લોટાનના દીકરા હોરી તથા હોમામ હતા. તિમ્ના લોટાનની બહેન હતી.
- ઊત્પત્તિ ૩૬:૨૩આશરે ઈ.પૂ. ૧૭૫૬
¶ શોબાલના દીકરા આ છે, એટલે આલ્વાન, માનાહાથ, એબાલ, શફો તથા ઓનામ.
- ઊત્પત્તિ ૩૬:૨૪આશરે ઈ.પૂ. ૧૭૫૬
સિબયોનના દીકરા આ છે, એટલે એયાહ તથા અના, જેને તેના પિતા સિબોનનાં ગધેડાં ચરાવતાં અરણ્યમાં ગરમ પાણીનાં ઝરા મળ્યા હતા તે એ છે.
- ઊત્પત્તિ ૩૬:૨૫આશરે ઈ.પૂ. ૧૭૫૬
¶ અનાનાં સંતાનો આ છે: દિશોન તથા અનાની દીકરી ઓહોલીબામાહ.
- ઊત્પત્તિ ૩૬:૨૬આશરે ઈ.પૂ. ૧૭૫૬
દિશોનના દીકરા આ છે; હેમ્દાન, એશ્બાન, યિથ્રાન તથા ખરાન.
- ઊત્પત્તિ ૩૬:૨૭આશરે ઈ.પૂ. ૧૭૫૬
એસેરના દીકરા આ છે; બિલ્હાન, ઝાવાન, તથા અકાન.