- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446–1406 BC
The Wilderness Years
Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.
આ કાળની કલમો
- ગણના ૩૧:૧૬આશરે ઈ.પૂ. ૧૪૫૨
¶ જુઓ, આ સ્ત્રીઓએ બલામની સલાહથી ઇઝરાયલી લોકો પાસે, પેઓરની બાબતમાં યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું, તેથી યહોવાહની જમાત મધ્યે મરકી ચાલી.
- ગણના ૩૧:૧૭આશરે ઈ.પૂ. ૧૪૫૨
તો હવે, બાળકો મધ્યેથી દરેક પુરુષને મારી નાખો, દરેક સ્ત્રી જે પુરુષ સાથે સૂઈ ગઈ હોય તેને મારી નાખો.
- ગણના ૩૧:૧૮આશરે ઈ.પૂ. ૧૪૫૨
¶ પણ તમારા માટે દરેક જુવાન કન્યાઓ લો જે ક્યારેય કોઈ માણસ સાથે સૂઈ ગઈ ના હોય.
- ગણના ૩૧:૧૯આશરે ઈ.પૂ. ૧૪૫૨
તમે સાત દિવસ સુધી છાવણીની બહાર એટલે ઇઝરાયલની છાવણીની બહાર રહો. તમારામાંના જે કોઈએ કોઈને મારી નાખ્યો હોય કે કોઈએ મરણ પામેલાનો સ્પર્શ કર્યો હોય, ત્રીજા દિવસે તથા સાતમા દિવસે તું તથા તારા કેદીઓ પોતાને શુદ્ધ કરો.
- ગણના ૩૧:૨૦આશરે ઈ.પૂ. ૧૪૫૨
તમારાં બધાં વસ્ત્ર, ચામડાની તથા બકરાના વાળથી બનેલી દરેક વસ્તુ તથા લાકડાની બનાવેલી દરેક વસ્તુથી પોતાને શુદ્ધ કરો.”
- ગણના ૩૧:૨૧આશરે ઈ.પૂ. ૧૪૫૨
¶ જે સૈનિકો યુદ્ધમાં ગયા હતા તેઓને એલાઝાર યાજકે કહ્યું, “યહોવાહે મૂસાને જે નિયમ આપ્યો તે આ છે:
- ગણના ૩૧:૨૨આશરે ઈ.પૂ. ૧૪૫૨
સોનું, ચાંદી, કાંસું, લોખંડ, કલાઈ અને સીસું,
- ગણના ૩૧:૨૩આશરે ઈ.પૂ. ૧૪૫૨
જે દરેક વસ્તુ અગ્નિનો સામનો કરી શકે, તે તમે અગ્નિમાં નાખો અને તે શુદ્ધ થશે. શુદ્ધિના પાણી વડે તે વસ્તુઓ શુદ્ધ કરવામાં આવે. જે કંઈ અગ્નિમાં ટકી ન શકે તેને તમે પાણીથી શુદ્ધ કરો.
- ગણના ૩૧:૨૪આશરે ઈ.પૂ. ૧૪૫૨
અને સાતમા દિવસે તમે તમારા વસ્ત્રો ધોઈ નાખો, ત્યાર પછી તમે શુદ્ધ થશો. ત્યાર પછી તમે ઇઝરાયલની છાવણીમાં પાછા આવો.”
- ગણના ૩૧:૨૫આશરે ઈ.પૂ. ૧૪૫૨
¶ યહોવાહે મૂસાને કહ્યું,
- ગણના ૩૧:૨૬આશરે ઈ.પૂ. ૧૪૫૨
“તું, એલાઝાર યાજક, જમાતના પિતૃઓના કુળના આગેવાનો મળીને, જે માણસો તથા પશુઓ કે જેઓની લૂંટ કરવામાં આવી તેઓની ગણતરી કરો.
- ગણના ૩૧:૨૭આશરે ઈ.પૂ. ૧૪૫૨
લૂંટના બે ભાગ પાડો. તેને જે સૈનિકો યુદ્ધમાં ગયા હતા તેઓ તથા બાકીની આખી જમાત વચ્ચે વહેંચો.
- ગણના ૩૧:૨૮આશરે ઈ.પૂ. ૧૪૫૨
¶ જે સૈનિકો યુદ્ધમાં ગયા હતા તેઓ પાસેથી કર લઈને મને આપો. દરેક પાંચસો પશુઓમાંથી એક પશુ, એટલે માણસોમાંથી તથા જાનવરોમાંથી, ગધેડામાંથી, ઘેટાં કે બકરામાંથી લેવાં.
- ગણના ૩૧:૨૯આશરે ઈ.પૂ. ૧૪૫૨
તેઓના અડધામાંથી તે લો અને મારા માટે ઉચ્છાલીયાર્પણ તરીકે એલાઝાર યાજકને તે આપો.
- ગણના ૩૧:૩૦આશરે ઈ.પૂ. ૧૪૫૨
¶ ઇઝરાયલી લોકોના અડધામાંથી, દર પચાસ વ્યક્તિમાંથી, ગધેડાંમાંથી, ઘેટા તથા બકરામાંથી તથા અન્ય જાનવરોમાંથી લેવાં. જે લેવીઓ યહોવાહના મંડપની સંભાળ લે છે તેઓને આપો.”
- ગણના ૩૧:૩૧આશરે ઈ.પૂ. ૧૪૫૨
તેથી યહોવાહે આજ્ઞા કરી હતી તે પ્રમાણે મૂસાએ તથા યાજક એલાઝારે કર્યું.
- ગણના ૩૧:૩૨આશરે ઈ.પૂ. ૧૪૫૨
¶ સૈનિકોએ જે લૂંટ લીધી હતી તેની યાદી: છ લાખ પંચોતેર હજાર ઘેટાં,
- ગણના ૩૧:૩૩આશરે ઈ.પૂ. ૧૪૫૨
બોતેર હજાર બળદો,
- ગણના ૩૧:૩૪આશરે ઈ.પૂ. ૧૪૫૨
એકસઠ હજાર ગધેડાં,
- ગણના ૩૧:૩૫આશરે ઈ.પૂ. ૧૪૫૨
બત્રીસ હજાર સ્ત્રીઓ જે ક્યારેય કોઈ માણસ સાથે સૂઈ ગઈ ન હતી.
- ગણના ૩૧:૩૬આશરે ઈ.પૂ. ૧૪૫૨
¶ યુદ્ધમાં ગયેલા સૈનિકોને લૂંટમાંથી જે અડધો ભાગ મળ્યો તે ત્રણ લાખ સાડત્રીસ હજાર ઘેટાં હતાં.
- ગણના ૩૧:૩૭આશરે ઈ.પૂ. ૧૪૫૨
ઘેટાંમાંથી યહોવાહનો ભાગ છસો પંચોતેર હતો.
- ગણના ૩૧:૩૮આશરે ઈ.પૂ. ૧૪૫૨
છત્રીસ હજાર બસો બળદમાંથી યહોવાહનો કર બોતેર હતો.
- ગણના ૩૧:૩૯આશરે ઈ.પૂ. ૧૪૫૨
¶ ત્રીસ હજારને પાંચસો ગધેડાં; જેમાંથી યહોવાહનો ભાગ એકસઠ હતો.
- ગણના ૩૧:૪૦આશરે ઈ.પૂ. ૧૪૫૨
જે માણસો સોળ હજાર હતા જેમાંથી યહોવાહનો કર બત્રીસ માણસોનો હતો.