મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ગણના ૩૧:૪૧આશરે ઈ.પૂ. ૧૪૫૨

    યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે મૂસાએ એ કર એટલે યહોવાહનું ઉચ્છાલીયાર્પણ એલાઝાર યાજકને આપ્યું.

  2. ગણના ૩૧:૪૨આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ઇઝરાયલી લોકોનો જે અડધો ભાગ મૂસાએ યુદ્ધમાં ગયેલા સૈનિકો પાસેથી લીધો હતો તે,

  3. ગણના ૩૧:૪૩આશરે ઈ.પૂ. ૧૪૫૨

    જમાતનો અડધા ભાગમાં ત્રણ લાખ સાડત્રીસ હજાર પાંચસો ઘેટાં,

  4. ગણના ૩૧:૪૪આશરે ઈ.પૂ. ૧૪૫૨

    છત્રીસ હજાર બળદો,

  5. ગણના ૩૧:૪૫આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ત્રીસ હજાર પાંચસો ગધેડાં,

  6. ગણના ૩૧:૪૬આશરે ઈ.પૂ. ૧૪૫૨

    સોળ હજાર માણસો હતાં.

  7. ગણના ૩૧:૪૭આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ મૂસાએ ઇઝરાયલી લોકોના અડધા ભાગમાંથી દરેક પચાસ માણસમાંથી તથા પશુઓમાંથી એક લઈને યહોવાહના મંડપની સંભાળ રાખનાર લેવીઓને તે આપ્યાં.

  8. ગણના ૩૧:૪૮આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ પછી સૈન્યના સેનાપતિઓ, સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓ મૂસા પાસે આવ્યા.

  9. ગણના ૩૧:૪૯આશરે ઈ.પૂ. ૧૪૫૨

    તેઓએ મૂસાને કહ્યું, “જે સૈનિકો અમારા હાથ નીચે છે તેઓની તારા દાસોએ ગણતરી કરી છે, એક પણ માણસ ઓછો થયો નથી.

  10. ગણના ૩૧:૫૦આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ અમારા માટે યહોવાહની આગળ પ્રાયશ્ચિત કરવાને સારુ દરેક માણસને જે મળ્યું તે અમે યહોવાહને સારુ અર્પણ કરવાને લાવ્યા છીએ, એટલે સોનાનાં ઘરેણાં, સાંકળા, બંગડીઓ, વીંટીઓ, બુટીઓ તથા હારો લાવ્યા છીએ.”

  11. ગણના ૩૧:૫૧આશરે ઈ.પૂ. ૧૪૫૨

    મૂસાએ તથા યાજક એલાઝાર યાજકે તેઓની પાસેથી સોનું તથા હાથે ઘડેલાં સર્વ પાત્રો લીધાં.

  12. ગણના ૩૧:૫૨આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ ઉચ્છાલીયાર્પણનું સોનું સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓ પાસેથી યહોવાહને ચઢાવ્યું તેનું વજન સોળ હજાર સાતસો પચાસ શેકેલ હતું.

  13. ગણના ૩૧:૫૩આશરે ઈ.પૂ. ૧૪૫૨

    દરેક સૈનિકે પોતપોતાને માટે લૂંટ લઈ લીધી હતી.

  14. ગણના ૩૧:૫૪આશરે ઈ.પૂ. ૧૪૫૨

    મૂસા તથા એલાઝાર યાજક સહસ્રાધિપતિ તથા શતાધિપતિઓ પાસેથી સોનું લઈને યહોવાહ માટે ઇઝરાયલ લોકોના સ્મરણાર્થે મુલાકાતમંડપમાં લાવ્યા.

  15. ગણના ૩૨:૧આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ હવે રુબેનના તથા ગાદના વંશજો પાસે મોટી સંખ્યામાં જાનવરો હતાં. જયારે તેઓએ જોયું કે યાઝેરનો તથા ગિલ્યાદનો દેશ જાનવરો માટે અનુકૂળ જગ્યા છે.

  16. ગણના ૩૨:૨આશરે ઈ.પૂ. ૧૪૫૨

    તેથી રુબેન તથા ગાદના વંશજોએ મૂસા, એલાઝાર યાજક તથા સમાજના આગેવાનો પાસે આવીને કહ્યું કે,

  17. ગણના ૩૨:૩આશરે ઈ.પૂ. ૧૪૫૨

    “અટારોથ, દીબોન, યાઝેર, નિમ્રાહ, હેશ્બોન, એલઆલેહ, સબામ, નબો તથા બેઓન.

  18. ગણના ૩૨:૪આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ એટલે ઇઝરાયલી લોકોની આગળ જે દેશ પર યહોવાહે હુમલો કર્યો તે દેશ જાનવરોના માટે ખૂબ અનુકૂળ છે. તારા દાસો પાસે પુષ્કળ પશુસંપત્તિ છે.”

  19. ગણના ૩૨:૫આશરે ઈ.પૂ. ૧૪૫૨

    તેઓએ કહ્યું, “જો અમે તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યા હોય, તો અમને એટલે તારા દાસોને આ દેશ વતન તરીકે આપ. યર્દન પાર અમને લઈ ન જા.”

  20. ગણના ૩૨:૬આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ મૂસાએ ગાદ તથા રુબેનના વંશજોને કહ્યું, “શું તમારા ભાઈઓ યુદ્ધમાં જાય છે ત્યારે તમે અહીં બેસી રહેશો?

  21. ગણના ૩૨:૭આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ઇઝરાયલી લોકોને જે દેશ યહોવાહે આપ્યો છે તેમાં જવા માટે તેઓનાં હૃદય તમે કેમ નિરાશ કરો છો?

  22. ગણના ૩૨:૮આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ જ્યારે મેં તમારા પિતૃઓને કાદેશ બાર્નેઆથી દેશની જાસૂસી કરવા મોકલ્યા, ત્યારે તેઓએ એમ જ કર્યુ,

  23. ગણના ૩૨:૯આશરે ઈ.પૂ. ૧૪૫૨

    જ્યારે તેઓએ એશ્કોલ ખીણમાં જઈને તે દેશ જોયો ત્યારે તેઓએ ઇઝરાયલી લોકોનાં હૃદય નિરાશ કરી નાખ્યાં કે જેથી તેઓ જે દેશ યહોવાહે તેઓને આપ્યો છે તેમાં પ્રવેશ કરે નહિ.

  24. ગણના ૩૨:૧૦આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ આથી તે દિવસે યહોવાહ કોપાયમાન થયા. તેમણે સમ ખાઈને કહ્યું કે,

  25. ગણના ૩૨:૧૧આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ‘વીસ વર્ષના કે તેથી વધારે ઉંમરના જે માણસો મિસર દેશમાંથી બહાર આવ્યા તેઓમાંનો કોઈ પણ જે દેશ વિષે મેં ઇબ્રાહિમ, ઇસહાક તથા યાકૂબ આગળ સમ ખાધા તેને જોવા પામશે નહિ. કેમ કે તેઓ મારી પાછળ પૂરા મનથી ચાલ્યા નથી.