મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ગણના ૩૪:૧૪આશરે ઈ.પૂ. ૧૪૫૨

    રુબેનના વંશજોને તેઓના પિતૃઓના કુળ પ્રમાણે, ગાદના વંશજોના કુળને તથા મનાશ્શાના અર્ધકુળને તેઓનો વારસો વહેંચી આપવામાં આવ્યો છે.

  2. ગણના ૩૪:૧૫આશરે ઈ.પૂ. ૧૪૫૨

    આ બે કુળોને તથા અડધા કુળને તેઓના દેશનો ભાગ યરીખોની આગળ યર્દન નદીની પૂર્વ તરફ એટલે સૂર્યની ઉગમણી દિશા તરફ મળ્યો છે.”

  3. ગણના ૩૪:૧૬આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ યહોવાહે મૂસાને કહ્યું,

  4. ગણના ૩૪:૧૭આશરે ઈ.પૂ. ૧૪૫૨

    “જે માણસો તારા વારસા માટે આ દેશને વહેંચશે તેઓનાં નામ આ છે: એલાઝાર યાજક તથા નૂનનો દીકરો યહોશુઆ.

  5. ગણના ૩૪:૧૮આશરે ઈ.પૂ. ૧૪૫૨

    તેઓના કુળ માટે દેશની વહેંચણી કરવા તારે દરેક કુળમાંથી એક આગેવાન પસંદ કરવો.

  6. ગણના ૩૪:૧૯આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ તે માણસોનાં નામ આ પ્રમાણે છે: યહૂદાના કુળમાંથી યફૂન્નેનો દીકરો કાલેબ.

  7. ગણના ૩૪:૨૦આશરે ઈ.પૂ. ૧૪૫૨

    શિમયોનના વંશજોના કુળમાંથી આમ્મીહૂદનો દીકરો શમુએલ.

  8. ગણના ૩૪:૨૧આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ બિન્યામીનના કુળમાંથી કિસ્લોનનો દીકરો અલીદાદ.

  9. ગણના ૩૪:૨૨આશરે ઈ.પૂ. ૧૪૫૨

    દાનના વંશજોના કુળનો આગેવાન, યોગ્લીનો દીકરો બુક્કી.

  10. ગણના ૩૪:૨૩આશરે ઈ.પૂ. ૧૪૫૨

    યૂસફના વંશજોમાંથી, મનાશ્શાના વંશજોના કુળનો આગેવાન, એફોદનો દીકરો હાન્નીએલ.

  11. ગણના ૩૪:૨૪આશરે ઈ.પૂ. ૧૪૫૨

    એફ્રાઇમના વંશજોના કુળનો આગેવાન, શિફટાનનો દીકરો કમુએલ.

  12. ગણના ૩૪:૨૫આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ઝબુલોનના વંશજોના કુળનો આગેવાન, પાનાખનો દીકરો અલીસાફાન.

  13. ગણના ૩૪:૨૬આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ઇસ્સાખારના વંશજોના કુળનો આગેવાન, અઝઝાનનો દીકરો પાલ્ટીએલ.

  14. ગણના ૩૪:૨૭આશરે ઈ.પૂ. ૧૪૫૨

    આશેરના વંશજોના કુળનો આગેવાન, શલોમીનો દીકરો અહિહુદ,

  15. ગણના ૩૪:૨૮આશરે ઈ.પૂ. ૧૪૫૨

    નફતાલીના વંશજોના કુળનો આગેવાન, આમ્મીહૂદનો દીકરો પદાહએલ.”

  16. ગણના ૩૪:૨૯આશરે ઈ.પૂ. ૧૪૫૨

    યહોવાહે આ માણસોને કનાન દેશના વારસાનો ભાગ ઇઝરાયલના દરેક કુળને વહેંચવાની આજ્ઞા આપી હતી.

  17. ગણના ૩૫:૧આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ મોઆબના મેદાનમાં યર્દનને કિનારે યરીખો પાસે યહોવાહે મૂસાને કહ્યું,

  18. ગણના ૩૫:૨આશરે ઈ.પૂ. ૧૪૫૧

    “તું ઇઝરાયલ લોકોને આજ્ઞા કર કે, તેઓના દેશનો કેટલોક ભાગ લેવીઓને આપે. તેઓ તેમને કેટલાંક નગરો અને આસપાસની ગૌચર જમીન આપે.

  19. ગણના ૩૫:૩આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ આ નગરો લેવીઓને રહેવા માટે મળે. ગૌચરની જમીન તો તેમનાં અન્ય જાનવરો, ઉપરાંત ઘેટાંબકરાં માટે હશે.

  20. ગણના ૩૫:૪આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તમે લેવીઓને જે નગરો આપો તેની ગૌચરની જમીન નગરના કોટની ચારે બાજુએ એક હજાર હાથ હોય.

  21. ગણના ૩૫:૫આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ તમારે નગરની બહાર બે હજાર હાથ પૂર્વ તરફ, બે હજાર હાથ દક્ષિણ તરફ, બે હજાર હાથ પશ્ચિમ તરફ અને બે હજાર હાથ ઉત્તર તરફ માપવું. તેઓનાં નગરોનાં ગૌચર આ પ્રમાણે હોય. તે નગર મધ્યમાં રહે.

  22. ગણના ૩૫:૬આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ જે છ નગરો તમે લેવીઓને આપો તે આશ્રયનગરો તરીકે હોય. જેણે હત્યા કરી હોય તે ત્યાં નાસી જઈ શકે માટે તારે તેઓને આપવાં. ઉપરાંત બીજાં બેતાળીસ નગરો પણ આપવાં.

  23. ગણના ૩૫:૭આશરે ઈ.પૂ. ૧૪૫૧

    આમ, કુલ અડતાળીસ નગરો અને તેની આસપાસની ગૌચરની જમીન લેવીઓને આપવી.

  24. ગણના ૩૫:૮આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ ઇઝરાયલી લોકોનાં મોટા કુળો કે, જે કુળોની પાસે વધારે જમીન છે તે વધારે નગરો આપે. નાનાં કુળો થોડા નગરો આપે. દરેક કુળને જે ભાગ પ્રાપ્ત થયો છે તે પ્રમાણે લેવીઓને આપે.”

  25. ગણના ૩૫:૯આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ પછી યહોવાહે મૂસાને કહ્યું,