મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ગણના ૩૫:૧૦આશરે ઈ.પૂ. ૧૪૫૧

    “તું ઇઝરાયલી લોકોને કહે, ‘જયારે તમે યર્દન પાર કરીને કનાન દેશમાં પ્રવેશ કરો.

  2. ગણના ૩૫:૧૧આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ત્યારે તમારે અમુક નગરોને તમારા માટે આશ્રયના નગરો તરીકે પસંદ કરવાં, જેમાં જે માણસે કોઈને અજાણતાં મારી નાખ્યો હોય તે આશ્રય લઈ શકે.

  3. ગણના ૩૫:૧૨આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ આ નગરો તમારા માટે બદલો લેનારના હાથમાંથી રક્ષણાર્થે થાય, મનુષ્યઘાતકને ઇનસાફને સારુ જમાતની આગળ ખડો કરવામાં ન આવે ત્યાં સુધી તે દોષી ન ઠરે.

  4. ગણના ૩૫:૧૩આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તેથી તમારે આશ્રયનાં નગરો તરીકે છ નગરો પસંદ કરવાં.

  5. ગણના ૩૫:૧૪આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ ત્રણ નગરો યર્દન નદીની પાર આપવાં અને ત્રણ નગરો કનાન દેશમાં આપવાં.

  6. ગણના ૩૫:૧૫આશરે ઈ.પૂ. ૧૪૫૧

    આ છ નગરો ઇઝરાયલી લોકો માટે, પરદેશીઓ માટે તથા તમારી મધ્યે રહેતા લોકો માટે આશ્રયનગરો ગણાશે. જેણે અજાણતા કોઈને મારી નાખ્યો હોય તે ત્યાં નાસી જાય.

  7. ગણના ૩૫:૧૬આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ પણ જો તે કોઈને લોખંડના સાધનથી એવી રીતે મારે કે તે મરી જાય, તો તે ખૂની ગણાશે, તે ખૂનીને દેહાંતદંડની સજા આપવામાં આવે.

  8. ગણના ૩૫:૧૭આશરે ઈ.પૂ. ૧૪૫૧

    જેથી મોત નીપજવાનો સંભવ હોય, એવો પથ્થર લઈને તે તેને મારે કે, જેથી જો પેલાનું મોત નીપજે, તો તે ખૂની છે, તે ખૂનીને દેહાતદંડની સજા થશે.

  9. ગણના ૩૫:૧૮આશરે ઈ.પૂ. ૧૪૫૧

    જો દોષી માણસ તેના શિકારને મારી નાખવા માટે લાકડાંના હથિયારથી મારે, જો તે શિકાર મરી જાય, તો તે ખૂની ગણાય. તે ખૂનીને દેહાંતદંડની સજા થશે.

  10. ગણના ૩૫:૧૯આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ લોહીનો બદલો લેનાર, પોતે જ ખૂનીને મારી નાખે.

  11. ગણના ૩૫:૨૦આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તેથી જો તેણે તેને દ્વેષથી ધક્કો માર્યો હોય અથવા છુપાઇને તેના પર કંઈ ફેંક્યું હોય અને જો તે વ્યક્તિ મરી જાય,

  12. ગણના ૩૫:૨૧આશરે ઈ.પૂ. ૧૪૫૧

    અથવા દ્વેષથી તેને તેના હાથથી મારીને નીચે ફેંકી દે અને જો તે વ્યક્તિ મરી જાય, તો જેણે તેને માર્યો છે તેને દેહાંતદંડની સજા મળે. લોહીનો બદલો લેનાર માણસ જ્યારે તે ખૂનીને મળે ત્યારે તે તેને મારી નાખે.

  13. ગણના ૩૫:૨૨આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ પણ જો કોઈ માણસ દુશ્મનાવટ વગર તેની પર પ્રહાર કરે અથવા તેને રાહ જોયા વગર તેને મારી નાખવાના ઇરાદાથી તેના ઉપર કોઈ હથિયાર ફેંકે,

  14. ગણના ૩૫:૨૩આશરે ઈ.પૂ. ૧૪૫૧

    અથવા કોઈ માણસનું મોત થાય એવો પથ્થર તેને ન દેખતાં તેણે તેના પર ફેંક્યો હોય, તેથી તેનું મોત નીપજ્યું હોય, પણ તે તેનો દુશ્મન ન હોય, તેમ જ તેનું નુકશાન કરવાનો તેનો ઇરાદો ન હોય. પણ કદાચ તે મરી જાય.

  15. ગણના ૩૫:૨૪આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ તો જમાત મારનાર તથા લોહીનું વેર લેનાર બન્ને વચ્ચે કાનૂનો પ્રમાણે ન્યાય કરે.

  16. ગણના ૩૫:૨૫આશરે ઈ.પૂ. ૧૪૫૧

    જમાત મારનારને લોહીનો બદલો લેનારના હાથથી રક્ષણ કરે, જમાત તેને જે આશ્રયનગરમાં તે નાસી ગયો હોય ત્યાં પાછો લાવે. પવિત્ર તેલથી જે યાજકનો અભિષિક્ત થયો હોય તેનું મૃત્યુ થાય ત્યાં સુધી તે ત્યાં રહે.

  17. ગણના ૩૫:૨૬આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ પણ જે આશ્રયનગરમાં દોષી માણસ નાસી ગયો હોય, તેની સરહદની બહાર તે સમયે તે જાય,

  18. ગણના ૩૫:૨૭આશરે ઈ.પૂ. ૧૪૫૧

    લોહીનો બદલો લેનાર તેને આશ્રયનગરની સરહદ બહાર મળે, જો તે તેને મારી નાખે, તો લોહીનો બદલો લેનારને માથે ખૂનનો દોષ ગણાય નહિ.

  19. ગણના ૩૫:૨૮આશરે ઈ.પૂ. ૧૪૫૧

    કેમ કે મુખ્ય યાજકનું મૃત્યુ થાય ત્યાં સુધી દોષી માણસે આશ્રયનગરમાં જ રહેવું. મુખ્ય યાજકના મૃત્યુ પછી તે વ્યક્તિ પોતાના વતનના દેશમાં પાછો જાય.

  20. ગણના ૩૫:૨૯આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ આ કાનૂનો તમારી વંશપરંપરા તમારાં સર્વ રહેઠાણોમાં તમારો ઇનસાફ કરવાનો કાયદો થાય.

  21. ગણના ૩૫:૩૦આશરે ઈ.પૂ. ૧૪૫૧

    જે કોઈ વ્યક્તિનું ખૂન કરે, ખૂની સાક્ષીઓને આધારે દેહાંતદંડ ભોગવે. ફક્ત એક જ સાક્ષીનો પુરાવો દેહાંતદંડ આપવા માટે પૂરતો ગણાય નહિ.

  22. ગણના ૩૫:૩૧આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ જે મનુષ્યઘાતકને ખૂનનો દોષ લાગ્યો હોય, તે ખૂનીનો જીવ તમારે કંઈ પણ મૂલ્ય આપીને લેવો નહિ. તેને મૃત્યુની સજા થવી જ જોઈએ.

  23. ગણના ૩૫:૩૨આશરે ઈ.પૂ. ૧૪૫૧

    મુખ્ય યાજકનું મરણ થાય ત્યાં સુધી આશ્રયનગરમાં રક્ષણ લેનાર મનુષ્યઘાતક પાસેથી કોઈ પણ પ્રકારની રકમ લઈને તેને ઘરે પાછા ફરવા માટેની રજા આપી શકાય નહિ.

  24. ગણના ૩૫:૩૩આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ એ પ્રમાણે તમે જે દેશમાં રહો છો તેને ભ્રષ્ટ ન કરશો, કેમ કે રક્ત એ તો દેશને ભ્રષ્ટ કરે છે. કેમ કે દેશમાં વહેવડાવેલા લોહીનું પ્રાયશ્ચિત તે રક્ત વહેવડારના રક્ત સિવાય થઈ શકતું નથી.

  25. ગણના ૩૫:૩૪આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તમે જે દેશમાં રહો છો તેને તમે અશુદ્ધ ન કરો, કેમ કે હું તેમાં રહું છું. હું યહોવાહ, ઇઝરાયલી લોકો મધ્યે રહું છું.’”