મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. પુનર્નિયમ ૧:૧૩આશરે ઈ.પૂ. ૧૪૫૧

    માટે તમે પોતપોતાના કુળોમાંથી જ્ઞાની, બુદ્ધિમાન અને અનુભવી માણસોને પસંદ કરો. હું તેઓને તમારા અધિકારીઓ ઠરાવીશ.”

  2. પુનર્નિયમ ૧:૧૪આશરે ઈ.પૂ. ૧૪૫૧

    પછી તમે મને ઉત્તર આપ્યો હતો અને કહ્યું હતું કે, જે વાત તેં કહી છે તે પ્રમાણે કરવું તે સારું છે.

  3. પુનર્નિયમ ૧:૧૫આશરે ઈ.પૂ. ૧૪૫૧

    “તેથી તમારાં કુળોમાંના આગેવાનો જેઓ બુદ્ધિમાન અને અનુભવી પુરુષો હતા તેઓને લઈને મેં તમારા અધિકારીઓ ઠરાવ્યા. એટલે તમારાં કુળો પ્રમાણે હજાર-હજારના આગેવાનો તથા સો-સોના આગેવાનો, પચાસ-પચાસના આગેવાનો દસ-દસના આગેવાનો તથા અમલદારો ઠરાવ્યા.

  4. પુનર્નિયમ ૧:૧૬આશરે ઈ.પૂ. ૧૪૫૧

    અને તે સમયે મેં તમારા ન્યાયીધીશોને એવી આજ્ઞા કરી હતી કે, તમારા ભાઈઓ વચ્ચેની તકરાર તમારે સાંભળવી. અને ભાઈ ભાઈની વચ્ચે તથા ભાઈ અને તેની સાથેના પરદેશી વચ્ચે તમારે નિષ્પક્ષ ન્યાય કરવો.

  5. પુનર્નિયમ ૧:૧૭આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ ન્યાય કરતી વખતે તમારે આંખની શરમ રાખવી નહિ; નાના તથા મોટા સૌનું સરખી રીતે સાંભળવું. માણસનું મોં જોઈને તમારે બીવું નહિ, કેમ કે ન્યાય કરવો એ ઈશ્વરનું કામ છે. જો કોઈ મુકદમો તમને અઘરો લાગે તો તે તમારે મારી પાસે લાવવો એટલે તે હું સંભાળીશ.

  6. પુનર્નિયમ ૧:૧૮આશરે ઈ.પૂ. ૧૪૫૧

    અને તમારે શું કરવું તે સર્વ વિષે મેં તમને તે સમયે આજ્ઞા આપી હતી.

  7. પુનર્નિયમ ૧:૧૯આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ અને આપણે હોરેબ પર્વત છોડીને જે વિશાળ અને ભયંકર અરણ્ય તમે જોયું તે અરણ્ય, ઈશ્વર આપણા યહોવાહે આપેલી આજ્ઞા પ્રમાણે અમોરીઓના પર્વતીય પ્રદેશને રસ્તે ચાલતાં આપણે ઓળગ્યું. અને આપણે કાદેશ બાર્નેઆ આવ્યા.

  8. પુનર્નિયમ ૧:૨૦આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ ત્યારે મેં તમને કહ્યું કે, “અમોરીઓનો જે પહાડી પ્રદેશ ઈશ્વર આપણા યહોવાહે આપણને આપવાનું વચન આપ્યું હતું, તેમાં તમે આવી પહોંચ્યા છો.

  9. પુનર્નિયમ ૧:૨૧આશરે ઈ.પૂ. ૧૪૫૧

    જુઓ, ઈશ્વર તમારા યહોવાહે તે દેશ તમારી આગળ મૂક્યો છે; ઈશ્વર તમારા પિતૃઓના યહોવાહે તમને કહ્યું તે પ્રમાણે આગળ વધીને તેનો કબજો લો. બીશો નહિ અને ગભરાશો નહિ.”

  10. પુનર્નિયમ ૧:૨૨આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ અને તમે સર્વએ મારી પાસે આવીને કહ્યું કે, “આપણે માણસો મોકલીએ, એ માટે કે તેઓ આપણે વાસ્તે દેશની બાતમી કાઢે અને આપણે કયે રસ્તે આગળ જવું અને કયાં નગરો આપણા રસ્તામાં આવશે તે વિષે તેઓ પાછા આવીને આપણને ખબર આપે.”

  11. પુનર્નિયમ ૧:૨૩આશરે ઈ.પૂ. ૧૪૫૧

    અને એ સૂચના મને સારી લાગી; તેથી મેં દરેક કુળમાંથી એકેક માણસ એટલે તમારામાંથી બાર માણસો પસંદ કર્યા.

  12. પુનર્નિયમ ૧:૨૪આશરે ઈ.પૂ. ૧૪૫૧

    અને તેઓ પાછા ફરીને પર્વત પર ચઢ્યા અને એશ્કોલની ખીણમાં જઈને તેની જાસૂસી કરી.

  13. પુનર્નિયમ ૧:૨૫આશરે ઈ.પૂ. ૧૪૫૧

    અને તેઓ તે દેશનાં ફળ પોતાની સાથે લઈને આપણી પાસે આવ્યા. અને તેઓ એવી ખબર લાવ્યા કે, જે ભૂમિ આપણા ઈશ્વર યહોવાહ આપણને આપવાના છે તે ભૂમિ સારી છે.

  14. પુનર્નિયમ ૧:૨૬આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ “પણ તમે ત્યાં જવા નહિ ચાહતા ઈશ્વર તમારા યહોવાહની આજ્ઞાનો અનાદર કર્યો.

  15. પુનર્નિયમ ૧:૨૭આશરે ઈ.પૂ. ૧૪૫૧

    અને તમે લોકોએ તમારા તંબુમાં બબડાટ કરીને કહ્યું કે, ‘યહોવાહ આપણને ધિક્કારે છે, તેથી જ તેમણે આપણને મિસરમાંથી બહાર લાવીને અમોરીઓના હાથમાં સોંપી દીધા છે જેથી તેઓ આપણા સૌનો નાશ કરે.

  16. પુનર્નિયમ ૧:૨૮આશરે ઈ.પૂ. ૧૪૫૧

    હવે આગળ અમે કયાં જઈએ? “તે લોકો આપણા કરતાં કદમાં મોટા અને શક્તિશાળી છે; તેઓનાં નગરો મોટાં અને તેના કોટ ગગન જેટલા ઊંચા છે; અને વળી ત્યાં અનાકપુત્રો પણ અમારા જોવામાં આવ્યા છે. એવું કહીને અમારા ભાઈઓએ અમને ભયભીત કરી નાખ્યા છે.”

  17. પુનર્નિયમ ૧:૨૯આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ ત્યારે મેં તમને કહ્યું કે, “ડરો નહિ અને તેઓથી બી ન જાઓ.

  18. પુનર્નિયમ ૧:૩૦આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તમારા ઈશ્વર યહોવાહ તમારી આગળ જશે અને તમે મિસરમાં હતા ત્યારે તમારા માટે જે પરાક્રમી કૃત્યો કર્યા હતા તેમ તે તમારા માટે લડશે.

  19. પુનર્નિયમ ૧:૩૧આશરે ઈ.પૂ. ૧૪૫૧

    અરણ્યમાં પણ તમે જોયું તેમ જ આ જગ્યાએ આવ્યા ત્યાં સુધી જે માર્ગે તમે ગયા ત્યાં જેમ પિતા પોતાના દીકરાને ઊંચકી લે તેમ ઈશ્વર તમારા યહોવાહે તમને ઊંચકી લીધા છે.”

  20. પુનર્નિયમ ૧:૩૨આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ આ બધી બાબતોમાં પણ તમે તમારા ઈશ્વર ફક્ત યહોવાહ પર વિશ્વાસ કર્યો નહિ,

  21. પુનર્નિયમ ૧:૩૩આશરે ઈ.પૂ. ૧૪૫૧

    રસ્તે તમારા માટે તંબુ બાંધવાની જગ્યા શોધવા, કયા માર્ગે તમારે જવું તે બતાવવાને યહોવાહ રાત્રે અગ્નિરૂપે અને દિવસે મેઘરૂપે તમારી આગળ ચાલતા હતા.

  22. પુનર્નિયમ ૧:૩૪આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ યહોવાહ તમારો અવાજ સાંભળીને કોપાયમાન થયા; તેમણે સમ ખાઈને કહ્યું કે,

  23. પુનર્નિયમ ૧:૩૫આશરે ઈ.પૂ. ૧૪૫૧

    “જે સારો દેશ તમારા પૂર્વજોને આપવાને મેં સમ ખાધા હતા, તે આ ખરાબ પેઢીના માણસોમાંથી એક પણ જોશે નહિ.

  24. પુનર્નિયમ ૧:૩૬આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ફક્ત યફૂન્નેનો દીકરો કાલેબ તે દેશ જોશે. જે ભૂમિમાં તે ફર્યો છે તે હું તેને તથા તેના સંતાનોને આપીશ, કેમ કે તે સંપૂર્ણપણે યહોવાહને અનુસર્યો છે.”

  25. પુનર્નિયમ ૧:૩૭આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ વળી તમારા લીધે યહોવાહે મારા પર પણ ગુસ્સે થઈને કહ્યું કે, “તું પણ તેમાં પ્રવેશ કરશે નહિ;