મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. પુનર્નિયમ ૨:૧૭આશરે ઈ.પૂ. ૧૪૫૩

    યહોવાહે મને કહ્યું કે,

  2. પુનર્નિયમ ૨:૧૮આશરે ઈ.પૂ. ૧૪૫૩

    તું આજે આર એટલે કે મોઆબની સરહદ પાર કરવાનો છે;

  3. પુનર્નિયમ ૨:૧૯આશરે ઈ.પૂ. ૧૪૫૩

    અને જયારે તું આમ્મોનપુત્રોની નજીક આવે ત્યારે તેઓને સતાવીશ નહિ કે તેઓની સાથે લડીશ પણ નહિ; કારણ કે, હું તમને આમ્મોનપુત્રોના દેશમાંથી વતન આપવાનો નથી. કેમ કે મેં તે પ્રદેશ વતન તરીકે લોતપુત્રોને આપ્યો છે.”

  4. પુનર્નિયમ ૨:૨૦આશરે ઈ.પૂ. ૧૪૫૩

    ¶ તે પણ રફાઈઓનો દેશ ગણાય છે; અગાઉ રફાઈઓ તેમાં રહેતા હતા. જો કે આમ્મોનીઓ તેઓને ઝામઝુમીઓ એવું નામ આપે છે.

  5. પુનર્નિયમ ૨:૨૧આશરે ઈ.પૂ. ૧૪૫૩

    તે લોક પણ અનાકીઓની જેમ બળવાન તથા કદાવર હતા. તેઓની સંખ્યા ઘણી હતી; પરંતુ યહોવાહે આમ્મોનીઓ આગળથી તેઓનો નાશ કર્યો અને તેઓ તેઓના વતનમાં દાખલ થઈને તેઓની જગ્યાએ વસ્યા.

  6. પુનર્નિયમ ૨:૨૨આશરે ઈ.પૂ. ૧૪૫૩

    જેમ હોરીઓનો નાશ કરીને યહોવાહે સેઈરવાસી એસાવપુત્રો માટે કર્યું હતું તેમ જ; અને તેઓએ તેઓનું વતન લઈ લીધું. અને તેઓની જગ્યાએ તેઓ આજ સુધી વસ્યા.

  7. પુનર્નિયમ ૨:૨૩આશરે ઈ.પૂ. ૧૪૫૩

    ¶ અને આવ્વીઓ જેઓ ગાઝા સુધીના ગામોમાં રહેતા હતા, તેઓનો કાફતોરીઓએ કાફતોરીમમાંથી ધસી આવીને નાશ કર્યો અને તેઓની જગ્યાએ રહ્યા.

  8. પુનર્નિયમ ૨:૨૪આશરે ઈ.પૂ. ૧૪૫૩

    ¶ “હવે તમે ઊઠો, આગળ ચાલો અને આર્નોનની ખીણ ઓળંગો; જુઓ, મેં હેશ્બોનના રાજા અમોરી સીહોનને તેમ જ તેના દેશને તમારા હાથમાં સોંપી દીધો છે. તેનું વતન જીતવાનું શરૂ કરો અને તેની સાથે યુદ્ધ કરો.

  9. પુનર્નિયમ ૨:૨૫આશરે ઈ.પૂ. ૧૪૫૩

    હું આજથી આકાશ નીચેની સર્વ પ્રજાઓ પર તમારો ડર તથા ધાક એવો બેસાડીશ કે તેઓ તમારી ખ્યાતી સાંભળી ધ્રૂજશે અને તીવ્ર વેદનાથી દુઃખી થશે.”

  10. પુનર્નિયમ ૨:૨૬આશરે ઈ.પૂ. ૧૪૫૩

    ¶ અને કદેમોથના અરણ્યમાંથી મેં હેશ્બોનના રાજા સીહોન પાસે સંદેશવાહકો મોકલ્યા કે, તેઓ શાંતિનો સંદેશો લઈને કહે કે,

  11. પુનર્નિયમ ૨:૨૭આશરે ઈ.પૂ. ૧૪૫૩

    “અમને તારા દેશમાં થઈને જવા દે; અમે રસ્તે જ ચાલીશું; ડાબે કે જમણે હાથે વળીશું નહિ.

  12. પુનર્નિયમ ૨:૨૮આશરે ઈ.પૂ. ૧૪૫૩

    ¶ ખાવાને માટે અન્ન અમને પૈસા લઈને વેચાતું આપજે જેથી અમે ખાઈએ; પીવાને પાણી પણ તું મને પૈસા લઈને આપજે જેથી હું પીવું; ફક્ત તારા દેશમાંથી થઈને અમને પગે ચાલીને જવા દે;

  13. પુનર્નિયમ ૨:૨૯આશરે ઈ.પૂ. ૧૪૫૩

    જ્યાં સુધી અમે યર્દન નદી ઓળંગીને અમારા ઈશ્વર યહોવાહ અમને જે દેશ આપવાના છે ત્યાં પહોંચીએ ત્યાં સુધી જેમ સેઈરમાં વસતા એસાવપુત્રો તથા આરમાં વસતા મોઆબીઓ મારી સાથે વર્ત્યા તેમ તું અમારી સાથે વર્તજે.”

  14. પુનર્નિયમ ૨:૩૦આશરે ઈ.પૂ. ૧૪૫૩

    ¶ પરંતુ હેશ્બોનના રાજા સીહોને આપણને પોતાના દેશમાં થઈને જવા દેવાની ના પાડી; કેમ કે ઈશ્વર તમારા યહોવાહ તેનું મન કઠણ અને હૃદય હઠીલું કર્યું હતું કે તે તેને તારા હાથમાં સોંપે, જેમ આજે છે તેમ.

  15. પુનર્નિયમ ૨:૩૧આશરે ઈ.પૂ. ૧૪૫૩

    અને યહોવાહે મને કહ્યું, ‘જો મેં સીહોનને તથા તેના દેશને તને સ્વાધીન કરવાનો આરંભ કર્યો છે. વતન પ્રાપ્ત કરવાનું શરૂ કર કે જેથી તું તે દેશનો વારસો પામે.”

  16. પુનર્નિયમ ૨:૩૨આશરે ઈ.પૂ. ૧૪૫૩

    ¶ “ત્યારે સીહોન તથા તેના સર્વ લોક યાહાસ આગળ આપણી સામે લડાઈ કરવાને બહાર નીકળી આવ્યા.

  17. પુનર્નિયમ ૨:૩૩આશરે ઈ.પૂ. ૧૪૫૩

    પરંતુ આપણા ઈશ્વર યહોવાહે તેને આપણને સ્વાધીન કરી દીધો. અને આપણે તેને તથા તેના પુત્રોને તથા તેના સર્વ લોકોને હરાવ્યા.

  18. પુનર્નિયમ ૨:૩૪આશરે ઈ.પૂ. ૧૪૫૩

    ¶ આપણે તેનાં સર્વ નગરો જીતી લીધા. અને વસ્તીવાળાં સર્વ નગરોનો, તેઓની સ્ત્રીઓ તથા બાળકો શુદ્ધા તેઓનો પૂરો નાશ કર્યો. કોઈને પણ જીવતા રહેવા દીધા નહિ.

  19. પુનર્નિયમ ૨:૩૫આશરે ઈ.પૂ. ૧૪૫૩

    ફક્ત જે નગરો આપણે જીતી લીધાં હતાં તેમની લૂંટ સાથે આપણે પોતાને સારુ જાનવરો લીધા.

  20. પુનર્નિયમ ૨:૩૬આશરે ઈ.પૂ. ૧૪૫૩

    ¶ આર્નોનની ખીણની સરહદ પર આવેલા અરોએર તથા ખીણની અંદરના નગરથી માંડીને ગિલ્યાદ સુધી એક પણ નગર એવું મજબૂત નહોતું કે આપણાથી જિતાય નહિ. ઈશ્વર આપણા યહોવાહે આપણા સર્વ શત્રુઓ પર વિજય આપ્યો.

  21. પુનર્નિયમ ૨:૩૭આશરે ઈ.પૂ. ૧૪૫૩

    ફક્ત આમ્મોનપુત્રોના દેશની નજીક તથા યાબ્બોક નદીના કાંઠા પરનો આખો પ્રદેશ, પર્વતીય પ્રદેશના નગરો તથા જે જગ્યા વિષે આપણા ઈશ્વર યહોવાહે આપણને મના કરી હતી ત્યાં આપણે ગયા જ નહિ.

  22. પુનર્નિયમ ૩:૧આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ ત્યારબાદ આપણે પાછા વળીને બાશાનના માર્ગે આગળ વધ્યા. બાશાનનો રાજા ઓગ પોતે તથા તેના સર્વ લોક એડ્રેઇ આગળ આપણી સામે યુદ્ધ કરવા માટે નીકળી આવ્યા.

  23. પુનર્નિયમ ૩:૨આશરે ઈ.પૂ. ૧૪૫૨

    યહોવાહે મને કહ્યું, “તેનાથી તું બીશ નહિ; કારણ કે, મેં તેને તેના સર્વ લોકને અને તેના દેશને તારા હાથમાં સોંપ્યા છે. અને અમોરીનો રાજા સીહોન જે હેશ્બોનમાં રહેતો હતો તેને તેં જેવું કર્યું તેવુ જ તેને પણ કર.”

  24. પુનર્નિયમ ૩:૩આશરે ઈ.પૂ. ૧૪૫૨

    ¶ તેથી ઈશ્વર આપણા યહોવાહે બાશાનના રાજા ઓગ અને તેના સર્વ લોકને આપણા હાથમાં સોંપી દીધા. આપણે તેઓને પરાજિત કર્યા. તેઓમાંનું કોઈ પણ જીવતું રહ્યું નહિ.

  25. પુનર્નિયમ ૩:૪આશરે ઈ.પૂ. ૧૪૫૨

    તે સમયે આપણે તેઓનાં સર્વ નગરો જીતી લીધા. એટલે તેઓની પાસેથી જીતી લીધું ના હોય એવું એક પણ નગર ન હતું. સાઠ નગરો તથા આર્ગોબનો આખો પ્રદેશ એટલે કે બાશાનમાં ઓગનું રાજ્ય આપણે જીતી લીધું.