- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446–1406 BC
The Wilderness Years
Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.
આ કાળની કલમો
ઈયે-અબારીમથી નીકળીને તેઓએ દીબોનગાદમાં છાવણી કરી.
દીબોનગાદથી નીકળીને તેઓએ આલ્મોન દિબ્લાથાઈમમાં છાવણી કરી.
¶ આલ્મોન દિબ્લાથાઈમમાંથી નીકળીને તેઓએ નબોની સામે આવેલા અબારીમના પર્વતો આગળ છાવણી કરી.
અબારીમના પર્વતોથી નીકળીને તેઓએ યરીખોની સામે યર્દન નદીના કિનારે આવેલા મોઆબના મેદાનોમાં છાવણી કરી.
તેઓએ યર્દનને કિનારે, બેથ-યશીમોથથી આબેલ-શિટ્ટીમ સુધી મોઆબના મેદાનમાં છાવણી કરી.
¶ મોઆબના મેદાનોમાં યર્દનને કિનારે યરીખોની પાસે યહોવાહે મૂસાને કહ્યું,
“તું ઇઝરાયલી લોકોને કહે કે, ‘જયારે તમે યર્દન પાર કરીને કનાન દેશમાં જાઓ,
ત્યારે તમારે દેશના બધા રહેવાસીને તમારી આગળથી કાઢી મૂકવા. તમારે તેઓની બધી કોતરેલી મૂર્તિઓનો નાશ કરવો. તેઓની બધી ગાળેલી મૂર્તિઓનો તથા તેમના ઉચ્ચસ્થાનોનો તમારે નાશ કરવો.
¶ તમારે તે દેશનો કબજો લેવો અને તેમાં વસવાટ કરવો, કેમ કે, તે દેશ મેં તમને વતનને સારુ આપ્યો છે.
તમારે ચિઠ્ઠી નાખીને તે દેશ તમારા કુળ પ્રમાણે વહેંચી લેવો. વધારે સંખ્યા ધરાવતા કુળને વધારે વિસ્તાર ધરાવતા દેશનો ભાગ અને ઓછી સંખ્યા ધરાવતા કુળને ઓછો વિસ્તાર ધરાવતા દેશનો ભાગ વહેંચી આપવો. દરેક કુળના નામની ચિઠ્ઠી જ્યાં પડે તે પ્રદેશ તેને મળે. તમારા પિતૃઓના કુળો પ્રમાણે દેશનો વારસો તમને મળે.
¶ પણ જો તમે તે દેશના રહેવાસીઓને તમારી આગળથી હાંકી નહિ કાઢો, તો તેઓમાંના જેઓને તમે રહેવા દેશો તેઓ તમારી આંખમાં કણીરૂપ અને તમારા પડખામાં કાંટારૂપ થઈ પડશે. જે દેશમાં તમે વસો છો ત્યાં તેઓ તમારા જીવનો પર દુઃખ લાવશે.
અને એવું થશે કે મેં તે લોકોની જે દશા કરવાનું ધાર્યું હતું તે હું તમારી સાથે કરીશ.’”
- ગણના ૩૪:૧આશરે ઈ.પૂ. ૧૪૫૨
¶ યહોવાહે મૂસાને કહ્યું,
- ગણના ૩૪:૨આશરે ઈ.પૂ. ૧૪૫૨
ઇઝરાયલી લોકોને આજ્ઞા કરીને કહે, જ્યારે તમે કનાનના દેશમાં પ્રવેશ કરશો, ત્યારે કનાન દેશ અને તેની સરહદો તમારી થશે,
- ગણના ૩૪:૩આશરે ઈ.પૂ. ૧૪૫૨
તમારો દક્ષિણ ભાગ સીનના અરણ્યથી અદોમની સરહદ સુધી વિસ્તરશે. તમારી દક્ષિણ સરહદ ખારા સમુદ્રના પૂર્વના છેડાથી શરૂ થાય.
- ગણના ૩૪:૪આશરે ઈ.પૂ. ૧૪૫૨
¶ તમારી સરહદ વળીને આક્રાબ્બીમના ઢોળાવ તરફ સીનના અરણ્ય સુધી જાય. ત્યાંથી તે દક્ષિણમાં કાદેશ બાર્નેઆ સુધી અને આગળ હસારઆદ્દાર સુધી અને આગળ આસ્મોન સુધી જાય.
- ગણના ૩૪:૫આશરે ઈ.પૂ. ૧૪૫૨
ત્યાંથી તે સરહદ આસ્મોનથી વળીને મિસરનાં ઝરણાં અને સમુદ્ર સુધી જાય.
- ગણના ૩૪:૬આશરે ઈ.પૂ. ૧૪૫૨
¶ મોટો સમુદ્ર તથા તેનો કિનારો તે તમારી પશ્ચિમ સરહદ હશે.
- ગણના ૩૪:૭આશરે ઈ.પૂ. ૧૪૫૨
¶ તમારી ઉત્તરની સરહદ ભૂમધ્ય સમુદ્રથી શરૂ થઈ હોર પર્વત સુધી તેની સીમારેખા દોરવી,
- ગણના ૩૪:૮આશરે ઈ.પૂ. ૧૪૫૨
ત્યાંથી હોર પર્વતથી લબો હમાથ સુધી અને આગળ સદાદ સુધી જશે.
- ગણના ૩૪:૯આશરે ઈ.પૂ. ૧૪૫૨
ત્યાંથી તે સરહદ ઝિફ્રોન સુધી અને તેનો છેડો હસાર-એનાન સુધી પહોંચે. આ તમારી ઉત્તરની સરહદ થશે.
- ગણના ૩૪:૧૦આશરે ઈ.પૂ. ૧૪૫૨
¶ તમારી પૂર્વની સરહદ હસાર-એનાનથી શરૂ થઈ શફામ સુધી આંકવી.
- ગણના ૩૪:૧૧આશરે ઈ.પૂ. ૧૪૫૨
તે સરહદ શફામથી નીચે વળીને આયિનની પૂર્વે આવેલ રિબ્લાહ સુધી જશે. તે સરહદ ત્યાંથી કિન્નેરેથ સમુદ્ર સુધી પૂર્વ કિનારે પહોંચશે.
- ગણના ૩૪:૧૨આશરે ઈ.પૂ. ૧૪૫૨
ત્યાંથી તે સરહદ ઊતરીને યર્દન કિનારે જાય અને આગળ વધી ખારા સમુદ્ર સુધી આવે. આ દેશ તેની ચારે દિશાની સરહદો પ્રમાણે તમારો થશે.’”
- ગણના ૩૪:૧૩આશરે ઈ.પૂ. ૧૪૫૨
¶ મૂસાએ ઇઝરાયલી લોકોને આજ્ઞા કરીને કહ્યું “આ દેશ તમારે ચિઠ્ઠી નાખીને વહેંચી લેવો, યહોવાહે આ દેશ નવ કુળોને તથા અડધા કુળને આપવાની આજ્ઞા આપી છે.