મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. રિમ્મોનપેરેસથી નીકળીને તેઓએ લિબ્નાહમાં છાવણી કરી.

  2. લિબ્નાહથી નીકળીને તેઓએ રિસ્સાહમાં છાવણી કરી.

  3. રિસ્સાહથી નીકળીને તેઓએ કહેલાથાહમાં છાવણી કરી.

  4. ¶ કહેલાથાહથી નીકળીને તેઓએ શેફેર પર્વત આગળ છાવણી કરી.

  5. શેફેર પર્વતથી નીકળીને તેઓએ હરાદાહમાં છાવણી કરી.

  6. હરાદાહથી નીકળીને તેમણે માકેહેલોથમાં છાવણી કરી.

  7. માકેહેલોથથી નીકળી તેઓએ તાહાથમાં છાવણી કરી.

  8. ¶ તાહાથથી નીકળીને તેઓએ તેરાહમાં છાવણી કરી.

  9. તેરાહથી નીકળીને તેઓએ મિથ્કાહમાં છાવણી કરી.

  10. મિથ્કાહમાંથી નીકળીને તેઓએ હાશ્મોનાહમાં છાવણી કરી.

  11. હાશ્મોનાહથી નીકળીને તેઓએ મોસેરોથમાં છાવણી કરી.

  12. ¶ મોસેરોથથી નીકળીને તેઓએ બનીયાઅકાનમાં છાવણી કરી.

  13. બનીયાઅકાનથી નીકળીને તેઓએ હોર-હાગિદગાદમાં છાવણી કરી.

  14. હોર-હાગિદગાદથી નીકળીને તેઓએ યોટબાથાહમાં છાવણી કરી.

  15. યોટબાથાહથી નીકળીને તેઓએ આબ્રોનામાં છાવણી કરી.

  16. ¶ આબ્રોનાથી નીકળીને તેઓએ એસ્યોન-ગેબેરમાં છાવણી કરી.

  17. એસ્યોન-ગેબેરથી નીકળીને તેઓએ કાદેશમાં એટલે કે સીનના અરણ્યમાં છાવણી કરી.

  18. કાદેશથી નીકળીને તેઓએ અદોમની સરહદે આવેલા હોર પર્વત આગળ છાવણી કરી.

  19. ¶ યહોવાહની આજ્ઞા પ્રમાણે હારુન યાજક હોર પર્વત ઉપર ગયો અને ઇઝરાયલી લોકોના મિસર દેશમાંથી બહાર આવ્યા પછી ચાળીસમાં વર્ષે, એટલે પાંચમા મહિનાના પ્રથમ દિવસે તે ત્યાં મૃત્યુ પામ્યો.

  20. હારુન હોર પર્વત પર મરણ પામ્યો ત્યારે તે એકસો તેવીસ વર્ષનો હતો.

  21. ¶ કનાની દેશના નેગેબમાં રહેતા અરાદના કનાની રાજાએ ઇઝરાયલી લોકોના આવવા વિષે સાંભળ્યું.

  22. ¶ તેઓએ હોર પર્વતથી નીકળીને સાલ્મોનામાં છાવણી કરી.

  23. સાલ્મોનાથી નીકળીને તેઓએ પૂનોનમાં છાવણી કરી.

  24. પૂનોનથી નીકળીને તેઓએ ઓબોથમાં છાવણી કરી.

  25. ¶ ઓબોથથી નીકળીને તેઓએ મોઆબીઓની સરહદમાં આવેલા ઈયે-અબારીમમાં છાવણી કરી.