- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
આ કાળની કલમો
- 1 કરિંથીઓને ૧૬:૫આશરે ઈ.સ. ૫૯
¶ હું મકદોનિયા થઈને જવાનો છું; તેથી મકદોનિયા પાર કર્યાં પછી હું તમારી પાસે આવીશ.
- 1 કરિંથીઓને ૧૬:૬આશરે ઈ.સ. ૫૯
હું કદાચ તમારી સાથે રહીશ, અથવા શિયાળો પણ ગાળીશ કે, જેથી મારે જ્યાં જવાનું છે ત્યાં તમે મને પહોંચાડો.
- 1 કરિંથીઓને ૧૬:૭આશરે ઈ.સ. ૫૯
¶ કેમ કે હમણાં જતા તમને મળવાની મારી ઇચ્છા નથી; પણ જો ઈશ્વરની ઇચ્છા હશે તો હું થોડા સમય સુધી તમારી સાથે રહેવાની આશા રાખું છું.
- 1 કરિંથીઓને ૧૬:૮આશરે ઈ.સ. ૫૯
પણ હું પચાસમાના પર્વ સુધી એફેસસમાં જ રહીશ;
- 1 કરિંથીઓને ૧૬:૯આશરે ઈ.સ. ૫૯
કેમ કે એક મહાન કાર્ય સફળ થાય એવું દ્વાર મારે માટે ઉઘાડવામાં આવ્યું છે. જોકે વિરોધીઓ પણ ઘણાં છે.
- 1 કરિંથીઓને ૧૬:૧૦આશરે ઈ.સ. ૫૯
¶ પણ જો તિમોથી આવે તો તે તમારી સાથે નિર્ભય રહે, તે વિષે સંભાળ રાખજો, કેમ કે મારી માફક તે પણ પ્રભુનું કામ કરે છે.
- 1 કરિંથીઓને ૧૬:૧૧આશરે ઈ.સ. ૫૯
એ માટે કોઈ તેને તુચ્છ ગણે નહીં; પણ શાંતિથી તમે તેને મારી પાસે પહોંચાડજો, કેમ કે ભાઈઓની સાથે તેના આવવાની પ્રતિક્ષા હું કરું છું.
- 1 કરિંથીઓને ૧૬:૧૨આશરે ઈ.સ. ૫૯
હવે, ભાઈ આપોલસ વિષે મારે આટલું કહેવું છે કે ભાઈઓની સાથે તે તમારી પાસે આવે માટે મેં તેને બહુ વિનંતી કરી; પણ હમણાં ત્યાં આવવાની તેની ઇચ્છા નથી; પણ જયારે અનુકૂળ પ્રસંગ મળશે ત્યારે તે આવશે.
- 1 કરિંથીઓને ૧૬:૧૩આશરે ઈ.સ. ૫૯
¶ જાગૃત રહો, વિશ્વાસમાં સ્થિર રહો, સામર્થ્ય બતાવો, બળવાન થાઓ.
- 1 કરિંથીઓને ૧૬:૧૪આશરે ઈ.સ. ૫૯
તમે જે કંઈ કરો તે પ્રેમથી કરો.
- 1 કરિંથીઓને ૧૬:૧૫આશરે ઈ.સ. ૫૯
¶ ભાઈઓ, તમે સ્તેફનાસના કુટુંબને જાણો છો કે, તે અખાયાનું પ્રથમફળ વિશ્વાસી છે, તેઓ સંતોની સેવામાં હંમેશા સક્રિય રહ્યા છે માટે હું તમને વિનંતી કરું છું કે,
- 1 કરિંથીઓને ૧૬:૧૬આશરે ઈ.સ. ૫૯
તમે એવા માણસોને અને અન્ય જેઓ સેવામાં પરિશ્રમ કરે છે તેઓને પણ આધીન થાઓ.
- 1 કરિંથીઓને ૧૬:૧૭આશરે ઈ.સ. ૫૯
¶ સ્તેફનાસ તથા ફોર્તુનાતસ તથા અખાઈક્સના આવવાથી હું હર્ષ પામ્યો છું; કેમ કે તમારું જે કામ અધૂરું હતું તે તેઓએ પૂરું કર્યું છે.
- 1 કરિંથીઓને ૧૬:૧૮આશરે ઈ.સ. ૫૯
તેઓએ મારા તથા તમારા આત્માને પણ ઉત્તેજિત કર્યા. માટે એવા માણસોને માન આપો.
- 1 કરિંથીઓને ૧૬:૧૯આશરે ઈ.સ. ૫૯
¶ આસિયાના વિશ્વાસી સમુદાય તમને સલામ પાઠવે છે. આકુલા, પ્રિસ્કા તથા તેઓના ઘરમાં મળતા વિશ્વાસી સમુદાયના સર્વ પ્રભુમાં તમને સલામ પાઠવે છે.
- 1 કરિંથીઓને ૧૬:૨૦આશરે ઈ.સ. ૫૯
સર્વ ભાઈઓ પણ તમને સલામ પાઠવે છે. પવિત્ર ચુંબનથી એકબીજાને ક્ષેમકુશળ કહેજો.
- 1 કરિંથીઓને ૧૬:૨૧આશરે ઈ.સ. ૫૯
¶ હું પાઉલ મારે પોતાને હાથે તમને સલામ લખું છું.
- 1 કરિંથીઓને ૧૬:૨૨આશરે ઈ.સ. ૫૯
જો કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પ્રેમ કરતો ન હોય, તો તે શાપિત થાઓ.
- 1 કરિંથીઓને ૧૬:૨૩આશરે ઈ.સ. ૫૯
આપણા પ્રભુ આવવાનાં છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો.
- 1 કરિંથીઓને ૧૬:૨૪આશરે ઈ.સ. ૫૯
ખ્રિસ્ત ઈસુમાં મારો પ્રેમ તમો સર્વની સાથે હો. આમીન.
- 2 કરિંથીઓને ૧:૧આશરે ઈ.સ. ૬૦
¶ કરિંથમાંના ઈશ્વરના વિશ્વાસી સમુદાયને તથા તેની સાથે સમગ્ર અખાયામાંના સર્વ સંતોને, પાઉલ જે ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત છે, તે તથા ભાઈ તિમોથી લખે છે
- 2 કરિંથીઓને ૧:૨આશરે ઈ.સ. ૬૦
ઈશ્વર આપણા પિતા તથા ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ થાઓ.
- 2 કરિંથીઓને ૧:૩આશરે ઈ.સ. ૬૦
¶ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર તથા પિતા, જે દયાના તથા સર્વ દિલાસાના ઈશ્વર છે તેમની સ્તુતિ થાઓ.
- 2 કરિંથીઓને ૧:૪આશરે ઈ.સ. ૬૦
તેઓ અમારી સર્વ વિપત્તિમાં અમને દિલાસો આપે છે, કે જેથી અમે પોતે ઈશ્વરથી જે દિલાસો પામીએ છીએ, તેને લીધે જેઓ ગમે તેવી વિપત્તિમાં હોય તેઓને અમે દિલાસો આપવાને શક્તિમાન થઈએ.
- 2 કરિંથીઓને ૧:૫આશરે ઈ.સ. ૬૦
¶ કેમ કે જેમ ખ્રિસ્તને કારણે ઘણાં દુઃખ અમારા પર આવે છે, તેમ ખ્રિસ્ત દ્વારા અમને પણ ઘણો દિલાસો મળે છે.