મુખ્ય સામગ્રી પર જાઓ

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 કલમો · 21 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. યાકૂબનો ૧:૧આશરે ઈ.સ. ૬૦

    ¶ વિખેરાઈ ગયેલા બારે કુળને, ઈશ્વરના તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં દાસ યાકૂબની સલામ.

  2. યાકૂબનો ૧:૨આશરે ઈ.સ. ૬૦

    ¶ મારા ભાઈઓ, જયારે તમને વિવિધ પ્રકારની કસોટીઓ થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ ગણો;

  3. યાકૂબનો ૧:૩આશરે ઈ.સ. ૬૦

    કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઊતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે.

  4. યાકૂબનો ૧:૪આશરે ઈ.સ. ૬૦

    ¶ તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાઓ અને કશામાં અપૂર્ણ રહો નહિ, માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો.

  5. યાકૂબનો ૧:૫આશરે ઈ.સ. ૬૦

    તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે અને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે માગે; એટલે તેને તે આપવામાં આવશે.

  6. યાકૂબનો ૧:૬આશરે ઈ.સ. ૬૦

    ¶ પરંતુ કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માગવું; કેમ કે જે કોઈ સંદેહ રાખીને માગે છે, તે પવનથી ઊછળતા તથા અફળાતા સમુદ્રના મોજાના જેવો છે.

  7. યાકૂબનો ૧:૭આશરે ઈ.સ. ૬૦

    એવા માણસે પ્રભુ તરફથી તેને કંઈ મળશે એવું ન ધારવું.

  8. યાકૂબનો ૧:૮આશરે ઈ.સ. ૬૦

    આવા પ્રકારના મનુષ્ય બે મનવાળો હોય છે અને પોતાના સઘળા માર્ગોમાં અસ્થિર છે.

  9. યાકૂબનો ૧:૯આશરે ઈ.સ. ૬૦

    ¶ જે ભાઈ ઊતરતા પદનો છે તે પોતાના ઉચ્ચપદમાં અભિમાન કરે;

  10. યાકૂબનો ૧:૧૦આશરે ઈ.સ. ૬૦

    જે શ્રીમંત છે, તે પોતાના ઊતરતા પદમાં અભિમાન કરે કેમ કે ઘાસનાં ફૂલની પેઠે તે વિલીન થઈ જશે.

  11. યાકૂબનો ૧:૧૧આશરે ઈ.સ. ૬૦

    કેમ કે સૂર્ય ઊગે છે અને ગરમ પવન વાય છે ત્યારે ઘાસ ચીમળાય છે; તેનું ફૂલ ખરી પડે છે અને તેના સૌંદર્યની શોભા નાશ પામે છે તેમ શ્રીમંત પણ તેના વ્યવહારમાં વિલીન થઈ જશે.

  12. યાકૂબનો ૧:૧૨આશરે ઈ.સ. ૬૦

    ¶ જે મનુષ્ય પરીક્ષણમાં પાર ઊતરે છે તે આશીર્વાદિત છે; કેમ કે પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાનું આશાવચન આપ્યું છે તે તેને મળશે.

  13. યાકૂબનો ૧:૧૩આશરે ઈ.સ. ૬૦

    કોઈનું પરીક્ષણ થયું હોય તો ઈશ્વરે મારું પરીક્ષણ કર્યું છે, એમ તેણે ન કહેવું; કેમ કે દુષ્ટતાથી ઈશ્વરનું કદાપિ પરીક્ષણ થતું નથી અને તે કોઈને પરીક્ષણમાં લાવતા પણ નથી.

  14. યાકૂબનો ૧:૧૪આશરે ઈ.સ. ૬૦

    ¶ પણ દરેક મનુષ્ય પોતાની દુષ્ટ ઇચ્છાઓથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે.

  15. યાકૂબનો ૧:૧૫આશરે ઈ.સ. ૬૦

    પછી દુષ્ટ ઇચ્છાઓ ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે.

  16. યાકૂબનો ૧:૧૬આશરે ઈ.સ. ૬૦

    મારા વહાલાં ભાઈઓ, તમે છેતરાતા નહિ.

  17. યાકૂબનો ૧:૧૭આશરે ઈ.સ. ૬૦

    ¶ દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે અને પ્રકાશોના પિતા જેમનાંમાં પરિવર્તન થતું નથી, તેમ જ જેમનાંમાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેમની પાસેથી ઊતરે છે.

  18. યાકૂબનો ૧:૧૮આશરે ઈ.સ. ૬૦

    તેમણે પોતાની ઇચ્છાથી સત્યનાં વચન દ્વારા આપણને જન્મ આપ્યો છે, જેથી આપણે તેમના ઉત્પન્ન કરેલાંઓમાં પ્રથમફળ જેવા થઈએ.

  19. યાકૂબનો ૧:૧૯આશરે ઈ.સ. ૬૦

    ¶ મારા વહાલાં ભાઈઓ, તમે તે જાણો છો. દરેક મનુષ્ય સાંભળવામાં ચપળ, બોલવામાં મંદ, તથા ક્રોધ કરવામાં નરમ થાય;

  20. યાકૂબનો ૧:૨૦આશરે ઈ.સ. ૬૦

    કેમ કે મનુષ્યના ક્રોધથી ઈશ્વરનું ન્યાયપણું કામ કરતું નથી.

  21. યાકૂબનો ૧:૨૧આશરે ઈ.સ. ૬૦

    માટે તમે સર્વ મલિનતા તથા દુષ્ટતાની અધિકતા તજી દો અને તમારા હૃદયમાં વાવેલું જે વચન તમારા આત્માનો ઉદ્ધાર કરવાને શક્તિમાન છે તેને નમ્રતાથી ગ્રહણ કરો.

  22. યાકૂબનો ૧:૨૨આશરે ઈ.સ. ૬૦

    ¶ તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને કેવળ સાંભળનારાં જ નહિ.

  23. યાકૂબનો ૧:૨૩આશરે ઈ.સ. ૬૦

    કેમ કે જે કોઈ માણસ વચન પાળતો નથી, પણ કેવળ સાંભળે છે, તે પોતાનું સ્વાભાવિક મુખ દર્પણમાં જોનાર મનુષ્યના જેવો છે.

  24. યાકૂબનો ૧:૨૪આશરે ઈ.સ. ૬૦

    કેમ કે તે પોતાને જુએ છે, પછી ત્યાંથી ખસી જાય છે, એટલે તે પોતે કેવો હતો, એ તે તરત ભૂલી જાય છે.

  25. યાકૂબનો ૧:૨૫આશરે ઈ.સ. ૬૦

    પણ જે મુક્તિના સંપૂર્ણ નિયમમાં ધ્યાનથી નિહાળે છે અને તેમાં રહે છે, જે સાંભળીને ભૂલી જનાર નહિ, પણ કામ કરનાર થાય છે, તે જ મનુષ્ય પોતાના વ્યવહારમાં આશીર્વાદિત થશે.