- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
આ કાળની કલમો
- 1 કરિંથીઓને ૧૫:૧૩આશરે ઈ.સ. ૫૯
પણ જો મૃત્યુ પામેલાઓનું પુનરુત્થાન નથી તો ખ્રિસ્ત પણ સજીવન થયા નથી.
- 1 કરિંથીઓને ૧૫:૧૪આશરે ઈ.સ. ૫૯
અને જો ખ્રિસ્ત સજીવન થયા નથી. તો અમે જે ઉપદેશ કરીએ છીએ તે વ્યર્થ, અને તમે જે વિશ્વાસ કરો છો તે પણ વ્યર્થ છે.
- 1 કરિંથીઓને ૧૫:૧૫આશરે ઈ.સ. ૫૯
¶ અને અમે ઈશ્વરના જૂઠા સાક્ષીઓ ઠરીએ છીએ, કારણ કે અમે ઈશ્વર વિષે એવી સાક્ષી આપી, કે તેમણે ખ્રિસ્તને સજીવન કર્યાં, પણ જો મૂએલાં ઊઠતાં નથી, તો ઈસુને પણ સજીવન કરવામાં આવ્યા નથી.
- 1 કરિંથીઓને ૧૫:૧૬આશરે ઈ.સ. ૫૯
કેમ કે જો મૂએલાંઓનું પુનરુત્થાન નથી, તો ખ્રિસ્ત પણ સજીવન થયા નથી.
- 1 કરિંથીઓને ૧૫:૧૭આશરે ઈ.સ. ૫૯
અને જો ખ્રિસ્ત સજીવન થયા નથી, તો તમારો વિશ્વાસ વ્યર્થ છે; હજી સુધી તમે તમારા પાપમાં જ છો.
- 1 કરિંથીઓને ૧૫:૧૮આશરે ઈ.સ. ૫૯
¶ અને ખ્રિસ્તમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓ પણ નાશ પામ્યા છે.
- 1 કરિંથીઓને ૧૫:૧૯આશરે ઈ.સ. ૫૯
જો કેવળ આ જીવન માટે જ આપણી આશા ખ્રિસ્તમાં છે, તો સર્વ માણસો કરતાં આપણે વધારે દયાપાત્ર છીએ.
- 1 કરિંથીઓને ૧૫:૨૦આશરે ઈ.સ. ૫૯
¶ પણ હવે ખ્રિસ્ત મૃત્યુ પામેલાઓમાંથી સજીવન થયા છે, અને તે ઊંઘી ગયેલાંઓનું પ્રથમફળ થયા છે.
- 1 કરિંથીઓને ૧૫:૨૧આશરે ઈ.સ. ૫૯
કેમ કે માણસથી મરણ થયું, એ જ રીતે માણસથી મૂએલાંઓનું પુનરુત્થાન પણ થયું છે.
- 1 કરિંથીઓને ૧૫:૨૨આશરે ઈ.સ. ૫૯
¶ કેમ કે જેમ આદમમાં સર્વ મરે છે, તેમ ખ્રિસ્તમાં સર્વ સજીવન થશે.
- 1 કરિંથીઓને ૧૫:૨૩આશરે ઈ.સ. ૫૯
પણ પ્રત્યેક પોતપોતાને અનુક્રમે: ખ્રિસ્ત પ્રથમફળ, ત્યાર પછી જ્યારે તે આવશે ત્યારે જેઓ ખ્રિસ્તનાં છે તેઓને સજીવન કરવામાં આવશે.
- 1 કરિંથીઓને ૧૫:૨૪આશરે ઈ.સ. ૫૯
¶ જયારે ખ્રિસ્ત ઈશ્વરને એટલે પિતાને રાજ્ય સોંપી દેશે, ત્યારે સમગ્ર સત્તા, સર્વ અધિકાર તથા પરાક્રમ નષ્ટ કરશે ત્યારે અંત આવશે.
- 1 કરિંથીઓને ૧૫:૨૫આશરે ઈ.સ. ૫૯
કેમ કે સર્વ શત્રુઓને તે પોતાના પગ તળે કચડી નહિ નાખે, ત્યાં સુધી તેમણે રાજ કરવું જોઈએ.
- 1 કરિંથીઓને ૧૫:૨૬આશરે ઈ.સ. ૫૯
જે છેલ્લો શત્રુ નાશ પામશે તે તો મરણ છે.
- 1 કરિંથીઓને ૧૫:૨૭આશરે ઈ.સ. ૫૯
¶ કેમ કે ઈશ્વરે પોતાના પગ નીચે બધાને આધીન કર્યાં છે; પણ જયારે તેમણે કહ્યું કે, ‘સર્વ આધીન કરાયા છે, ત્યારે સર્વને આધીન કરનાર જુદા છે, તે સ્પષ્ટ દેખાય છે.’”
- 1 કરિંથીઓને ૧૫:૨૮આશરે ઈ.સ. ૫૯
પણ જયારે સર્વ તેમને આધીન કરાશે, ઈસુ આધીન થયેલાઓને આધીન નહિ થાય પણ પિતાને આધીન થશે એ સારુ કે ઈશ્વર સર્વમાં સર્વોચ્ચ થાય.
- 1 કરિંથીઓને ૧૫:૨૯આશરે ઈ.સ. ૫૯
¶ જો એવું ના હોય તો જેઓ મૃત્યુ પામેલાઓને માટે બાપ્તિસ્મા પામ્યા, તેઓનું શું થશે? જો મૂએલાઓનું પુનરુત્થાન નથી તો મૂએલાંઓને માટે તેઓ શા માટે બાપ્તિસ્મા પામે છે?
- 1 કરિંથીઓને ૧૫:૩૦આશરે ઈ.સ. ૫૯
અમે પણ વારંવાર જોખમમાં શા માટે પડીએ છીએ?
- 1 કરિંથીઓને ૧૫:૩૧આશરે ઈ.સ. ૫૯
¶ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં તમારા વિષે મારો જે આનંદ છે તેની ખાતરી સાથે કહું છું કે, ‘હું દિનપ્રતિદિન મરું છું.
- 1 કરિંથીઓને ૧૫:૩૨આશરે ઈ.સ. ૫૯
જો એફેસસમાં જંગલી જાનવરોની સાથે લડ્યો તો મને શો લાભ છે? જો મૂએલાઓનું પુનરુત્થાન નથી તો આપણે ખાઈએ કે પીઈએ એમાં શું ખોટું છે. કેમ કે કાલે મરવાના છીએ.
- 1 કરિંથીઓને ૧૫:૩૩આશરે ઈ.સ. ૫૯
¶ ખાસ યાદ રાખો; ખરાબ સંગત સારા આચરણને બગાડે છે.
- 1 કરિંથીઓને ૧૫:૩૪આશરે ઈ.સ. ૫૯
ન્યાયી સભાનતાથી જીવો અને પાપ કરો નહીં. કેમ કે કેટલાક ઈશ્વર વિષે અજ્ઞાની છે; આ તમને શરમાવવા માટે હું કહું છું.
- 1 કરિંથીઓને ૧૫:૩૫આશરે ઈ.સ. ૫૯
¶ પણ કોઈ કહેશે કે મૂએલાં શી રીતે પુનરુત્થાન પામે છે? અને કેવાં શરીર ધારણ કરીને આવે છે?
- 1 કરિંથીઓને ૧૫:૩૬આશરે ઈ.સ. ૫૯
ઓ નિર્બુદ્ધ, તું જે વાવે છે તે જો મરે નહિ તો તેને જીવન પણ પ્રાપ્ત થાય નહિ.
- 1 કરિંથીઓને ૧૫:૩૭આશરે ઈ.સ. ૫૯
¶ જે શરીર થવાનું નથી તે તેં વાવ્યું છે, પણ તે કેવળ દાણા, કદાચ ઘઉંના કે બીજાકોઈ અનાજના.