- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
આ કાળની કલમો
- 1 કરિંથીઓને ૧૪:૨૮આશરે ઈ.સ. ૫૯
પણ જો ભાષાંતર કરનાર ન હોય તો વિશ્વાસી સમુદાયમાં તેણે છાના રહેવું અને માત્ર પોતાની તથા ઈશ્વરની સાથે બોલવું.
- 1 કરિંથીઓને ૧૪:૨૯આશરે ઈ.સ. ૫૯
¶ બે કે ત્રણ પ્રબોધકો બોલે, અને બીજાઓ તેની સમીક્ષા કરે.
- 1 કરિંથીઓને ૧૪:૩૦આશરે ઈ.સ. ૫૯
પણ જો સભામાં જેઓ છે તેઓમાંના કોઈને કંઈ પ્રગટ થાય, તો પહેલાએ છાના રહેવું.
- 1 કરિંથીઓને ૧૪:૩૧આશરે ઈ.સ. ૫૯
¶ તમે સર્વ વાર ફરતી પ્રબોધ કરી શકો છો, કે સર્વ લોકો શીખે અને દિલાસો પામે.
- 1 કરિંથીઓને ૧૪:૩૨આશરે ઈ.સ. ૫૯
પ્રબોધકોના આત્માઓ પ્રબોધકોને આધીન છે.
- 1 કરિંથીઓને ૧૪:૩૩આશરે ઈ.સ. ૫૯
ઈશ્વર અવ્યવસ્થાના ઈશ્વર નથી, પણ શાંતિના ઈશ્વર છે. જેમ સંતોની સર્વ મંડળીઓમાં ચાલે છે તેમ,
- 1 કરિંથીઓને ૧૪:૩૪આશરે ઈ.સ. ૫૯
¶ સ્ત્રીઓએ વિશ્વાસી સમુદાયોમાં છાના રહેવું; કેમ કે તેઓને બોલવાનો અધિકાર નથી, પણ તેઓને આધીનતામાં રહેવું જોઈએ એમ નિયમશાસ્ત્ર પણ કહે છે.
- 1 કરિંથીઓને ૧૪:૩૫આશરે ઈ.સ. ૫૯
પણ જો તેઓ કંઈ શીખવા ચાહે, તો તેઓએ ઘરમાં પોતાના પતિને પૂછવું; કેમ કે વિશ્વાસી સમુદાયમાં સ્ત્રીઓએ બોલવું એ શરમભરેલું છે.
- 1 કરિંથીઓને ૧૪:૩૬આશરે ઈ.સ. ૫૯
શું તમારી પાસેથી ઈશ્વરનું વચન આવ્યું? કે શું તે એકલા તમને પ્રાપ્ત થયું છે?
- 1 કરિંથીઓને ૧૪:૩૭આશરે ઈ.સ. ૫૯
¶ જો કોઈ પોતાને પ્રબોધક કે આત્મિક સમજે, તો જે વાતો હું તમારા પર લખું છું તેઓ પ્રભુની આજ્ઞાઓ છે એવું તેણે સમજવું.
- 1 કરિંથીઓને ૧૪:૩૮આશરે ઈ.સ. ૫૯
જો કોઈ અજ્ઞાની હોય તો તે ભલે અજ્ઞાની રહે.
- 1 કરિંથીઓને ૧૪:૩૯આશરે ઈ.સ. ૫૯
¶ એ માટે, મારા ભાઈઓ, પ્રબોધ કરવાની ઉત્કંઠા રાખો, અન્ય ભાષાઓમાં બોલવાની મનાઈ ન કરો.
- 1 કરિંથીઓને ૧૪:૪૦આશરે ઈ.સ. ૫૯
પણ બધું ઈશ્વરને શોભે એ રીતે તથા વ્યવસ્થાપૂર્વક કરવામાં આવે.
- 1 કરિંથીઓને ૧૫:૧આશરે ઈ.સ. ૫૯
¶ હવે ભાઈઓ અને બહેનો, જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી છે, જેને તમે પણ સ્વીકારી છે અને જેમાં તમે સ્થિર પણ રહ્યા છો,
- 1 કરિંથીઓને ૧૫:૨આશરે ઈ.સ. ૫૯
જે વચનો મેં તમારી સમક્ષ પ્રગટ કર્યાં છે તેને તમે અનુસરો છો અને કાલ્પનિક વિશ્વાસ કરો નહિ તો જ તમે ઉદ્ધાર પામો છો, તે સુવાર્તા હું તમને જણાવું છું.
- 1 કરિંથીઓને ૧૫:૩આશરે ઈ.સ. ૫૯
¶ કેમ કે જે મને પ્રાપ્ત થયું છે, તે મેં પ્રથમ તમને સોંપી દીધું કે શાસ્ત્રવચનો પ્રમાણે ખ્રિસ્ત આપણાં પાપને સારુ મરણ પામ્યા;
- 1 કરિંથીઓને ૧૫:૪આશરે ઈ.સ. ૫૯
વળી શાસ્ત્રવચનો પ્રમાણે ઈસુને દફનાવવામાં આવ્યા; અને ત્રીજે દિવસે તેઓ સજીવન થયા.’”
- 1 કરિંથીઓને ૧૫:૫આશરે ઈ.સ. ૫૯
¶ કેફાને અને પછી શિષ્યોને તેમણે દર્શન આપ્યું.
- 1 કરિંથીઓને ૧૫:૬આશરે ઈ.સ. ૫૯
ત્યાર પછી પાંચસો કરતાં વધારે ભાઈઓ સમક્ષ એક જ સમયે તેઓ પ્રગટ થયા; તેઓમાંના ઘણાં હજુ સુધી જીવતા રહ્યા છે, પણ કેટલાક મૃત્યુ પામ્યા છે.
- 1 કરિંથીઓને ૧૫:૭આશરે ઈ.સ. ૫૯
ત્યાર પછી યાકૂબને અને પછી સર્વ પ્રેરિતોને ઈસુએ દર્શન આપ્યું.
- 1 કરિંથીઓને ૧૫:૮આશરે ઈ.સ. ૫૯
¶ સૌથી છેલ્લે જેમ અકાળે જન્મેલો હોય તેમ મને પણ ઈસુએ દર્શન આપ્યું.
- 1 કરિંથીઓને ૧૫:૯આશરે ઈ.સ. ૫૯
કેમ કે પ્રેરિતોમાંના સર્વ કરતાં હું નાનો છું, અને હું પ્રેરિત ગણાવા પણ લાયક નથી, કારણ કે મેં ઈશ્વરના મંડળીની સતાવણી કરી હતી.
- 1 કરિંથીઓને ૧૫:૧૦આશરે ઈ.સ. ૫૯
¶ પણ હું જે છું તે ઈશ્વરની કૃપાથી છું; મારા પર તેમની જે કૃપા છે તે વિનાકારણ થઈ નથી, પણ તેઓ સર્વ કરતાં મેં વધારે મહેનત કરી; મેં તો નહિ પણ ઈશ્વરની જે કૃપા મારા પર છે તે દ્વારા.
- 1 કરિંથીઓને ૧૫:૧૧આશરે ઈ.સ. ૫૯
હું કે તેઓ, એમ અમે સુવાર્તા પ્રગટ કરીએ છીએ, અને તે પર તમોએ વિશ્વાસ કર્યો છે.
- 1 કરિંથીઓને ૧૫:૧૨આશરે ઈ.સ. ૫૯
¶ પણ ખ્રિસ્ત મૃત્યુ પામેલાઓમાંથી સજીવન થયા છે. એવું જો પ્રગટ કરાય છે, તો તમારામાંના કેટલાક કેમ કહે છે કે, ‘મૃત્યુ પામેલાઓનું પુનરુત્થાન નથી?’