- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
આ કાળની કલમો
- 2 કરિંથીઓને ૨:૭આશરે ઈ.સ. ૬૦
માટે તેથી ઊલટું તમારે તેને વિશેષ માફી તથા દિલાસો આપવો, રખેને તે વધારે દુઃખમાં ગરકાવ થઈ જાય.
- 2 કરિંથીઓને ૨:૮આશરે ઈ.સ. ૬૦
¶ એ માટે હું તમને વિનંતી કરું છું કે તેના પર તમે પૂરો પ્રેમ કરો;
- 2 કરિંથીઓને ૨:૯આશરે ઈ.સ. ૬૦
કેમ કે એ જ સારુ મેં લખ્યું છે, કે સર્વમાં તમે આજ્ઞાકારી છો કે નથી તે વિષે હું પરીક્ષા કરી લઉં.
- 2 કરિંથીઓને ૨:૧૦આશરે ઈ.સ. ૬૦
¶ પણ જેને તમે કંઈ માફ કરો છો, તેને હું પણ માફ કરું છું; કેમ કે જો મેં પણ કંઈ માફ કર્યું હોય, તો જે માફ કર્યું છે, તે તમારે લીધે ખ્રિસ્તની આગળ માફ કર્યું છે,
- 2 કરિંથીઓને ૨:૧૧આશરે ઈ.સ. ૬૦
કે જેથી શેતાન આપણને ન જીતે, કેમ કે આપણે તેની યુક્તિઓ વિષે અજાણ્યા નથી.
- 2 કરિંથીઓને ૨:૧૨આશરે ઈ.સ. ૬૦
¶ ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરવા સારુ હું ત્રોઆસમાં આવ્યો અને પ્રભુએ મારે માટે બારણું ઉઘાડેલું છતાં
- 2 કરિંથીઓને ૨:૧૩આશરે ઈ.સ. ૬૦
પણ મારા આત્માને શાંતિ ન હતી, કેમ કે તિતસ મારો ભાઈ મને મળ્યો નહિ; માટે તેઓથી વિદાય લઈને હું મકદોનિયામાં ગયો.
- 2 કરિંથીઓને ૨:૧૪આશરે ઈ.સ. ૬૦
¶ પણ ઈશ્વર જે ખ્રિસ્તમાં સદા અમને વિજયકૂચમાં દોરે છે અને અમારે આશરે પોતાના જ્ઞાનની સુગંધ સર્વ જગ્યામાં ફેલાવે છે, તેમની આભારસ્તુતિ થાઓ.
- 2 કરિંથીઓને ૨:૧૫આશરે ઈ.સ. ૬૦
કેમ કે જેઓ ઉદ્ધાર પામે છે તેઓમાં, તથા નાશ પામે છે તેઓમાં, અમે ઈશ્વરની આગળ ખ્રિસ્તની સુગંધ છીએ.
- 2 કરિંથીઓને ૨:૧૬આશરે ઈ.સ. ૬૦
¶ મૃત્યુ પામેલાઓને સારુ અમે મરણની દુર્ગંધરૂપ અને જીવંતને સારું જીવનની દુર્ગંધરૂપ છીએ; તો એ કાર્યોને સારુ કોણ યોગ્ય છે?
- 2 કરિંથીઓને ૨:૧૭આશરે ઈ.સ. ૬૦
કેમ કે કેટલાકની જેમ અમે ઈશ્વરની વાતમાં ઉમેરો કરતા નથી પણ સત્યતાથી તથા ઈશ્વરની સત્તાથી ખ્રિસ્તમાં ઈશ્વરની આગળ બોલીએ છીએ.
- 2 કરિંથીઓને ૩:૧આશરે ઈ.સ. ૬૦
¶ શું અમે ફરી પોતાની પ્રશંસા કરીએ છીએ? કે શું જેમ બીજા કેટલાકને તેમ, અમને તમારા ઉપર કે તમારી પાસેથી, ભલામણના પત્રો જોઈએ છે?
- 2 કરિંથીઓને ૩:૨આશરે ઈ.સ. ૬૦
અમારા હૃદયમાં લખેલો અને સર્વ માણસથી જણાયેલો તથા વંચાયેલો એવો અમારો પત્ર તો તમે છો.
- 2 કરિંથીઓને ૩:૩આશરે ઈ.સ. ૬૦
તમે ખ્રિસ્તનાં પત્રની જેમ દેખાઓ છો જેની અમે સેવા કરેલી; તે શાહીથી નહિ પણ જીવતા ઈશ્વરના આત્માથી, પથ્થરની પાટીઓ પર નહિ પણ માનવીય હૃદયરૂપી પાટીઓ પર લખેલો છે.
- 2 કરિંથીઓને ૩:૪આશરે ઈ.સ. ૬૦
¶ એવો ભરોસો ખ્રિસ્તને આશરે અમને ઈશ્વર પર છે.
- 2 કરિંથીઓને ૩:૫આશરે ઈ.સ. ૬૦
અમે પોતે પોતાનાથી કંઈ વિચારવા સમર્થ છીએ એવું નથી; પણ અમારું સામર્થ્ય ઈશ્વરથી છે;
- 2 કરિંથીઓને ૩:૬આશરે ઈ.સ. ૬૦
તેમણે પણ અમને નવા કરારના, એટલે અક્ષરના નહિ પણ આત્માનાં, યોગ્ય સેવકો કર્યા, કેમ કે અક્ષર મારી નાખે છે, પણ આત્મા જીવાડે છે.
- 2 કરિંથીઓને ૩:૭આશરે ઈ.સ. ૬૦
¶ અને મરણની સેવા જેનાં અક્ષરો પથ્થરો પર કોતરેલા હતા; તે જો એટલી ગૌરવવાળી હતી કે ઇઝરાયલી લોકો મૂસાના મુખ પરનું તેજ જે ટળી જનારું હતું તે તેજને લીધે તેના મુખ પર ધારીને જોઈ શક્યાં નહિ.
- 2 કરિંથીઓને ૩:૮આશરે ઈ.સ. ૬૦
તો તે કરતાં આત્માની સેવા વધતી મહિમાવાન કેમ ન હોય?
- 2 કરિંથીઓને ૩:૯આશરે ઈ.સ. ૬૦
¶ કેમ કે જો દંડાજ્ઞાની સેવાનો મહિમા હતો, તો ન્યાયીપણાની સેવા મહિમામાં કેટલી બધી અધિક છે!
- 2 કરિંથીઓને ૩:૧૦આશરે ઈ.સ. ૬૦
અને ખરેખર, જે મહિમાવંત થયેલું હતું તે કરતાં બીજું અધિક મહિમાવંત થયાના કારણથી જાણે મહિમારહિત થયું.
- 2 કરિંથીઓને ૩:૧૧આશરે ઈ.સ. ૬૦
કેમ કે જે ટળી જવાનું હતું તે જો મહિમાવંત હતું, તો જે કાયમ ટકનાર તેનો મહિમા કેટલો વિશેષ છે!
- 2 કરિંથીઓને ૩:૧૨આશરે ઈ.સ. ૬૦
¶ એ માટે અમને એવી આશા હોવાથી, અમે બહુ નિર્ભયતાથી બોલીએ છીએ;
- 2 કરિંથીઓને ૩:૧૩આશરે ઈ.સ. ૬૦
અને મૂસાની જેમ નહિ, કે જેણે ઇઝરાયલના દીકરાઓ ટળી જનારાં મહિમાનો અંત પણ નિહાળે નહિ માટે પોતાના મુખ પર પડદો નાખ્યો.
- 2 કરિંથીઓને ૩:૧૪આશરે ઈ.સ. ૬૦
¶ પણ તેઓના મન કઠણ થયાં; કેમ કે આજ સુધી જૂનો કરાર વાંચતા તે પડદો એમનો એમ જ રહે છે; પણ તે તો ખ્રિસ્તમાં દૂર કરવામાં આવે છે.