મુખ્ય સામગ્રી પર જાઓ

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 કલમો · 21 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. 2 કરિંથીઓને ૧:૬આશરે ઈ.સ. ૬૦

    પણ જો અમે વિપત્તિ સહીએ તો તે તમારા દિલાસા તથા ઉદ્ધારને માટે છે; અને જો દિલાસો પામીએ છીએ, તો તે તમારા દિલાસાને માટે છે અને તેથી અમે જે રીતે દુઃખો સહીએ છીએ તેવી સહન કરવાની શક્તિ તમારામાં આવે.

  2. 2 કરિંથીઓને ૧:૭આશરે ઈ.સ. ૬૦

    તમારે વિશે અમારી આશા દૃઢ છે કારણ કે અમને ખબર છે કે જેમ તમે દુઃખોમાં ભાગીદાર, તેમ દિલાસામાં પણ ભાગીદાર થયા છો.

  3. 2 કરિંથીઓને ૧:૮આશરે ઈ.સ. ૬૦

    ¶ કેમ કે ભાઈઓ, અમારી એવી ઇચ્છા નથી કે આસિયામાં જે વિપત્તિ અમને પડી તે વિષે તમે અજાણ્યા રહો, એ વિપત્તિ અમારી સહનશક્તિ બહાર અમને બહુ ભારે લાગી, એટલી હદે કે અમે જીવવાની આશા પણ મૂકી દીધી હતી.

  4. 2 કરિંથીઓને ૧:૯આશરે ઈ.સ. ૬૦

    વળી અમને લાગ્યું હતું કે અમારું મરણ થશે, જેથી અમે પોતાના પર નહિ, પણ મૃત્યુ પામેલાંને સજીવન કરનાર ઈશ્વર પર વિશ્વાસ રાખીએ.

  5. 2 કરિંથીઓને ૧:૧૦આશરે ઈ.સ. ૬૦

    તેમણે આવાં મરણકારક જોખમથી અમારો બચાવ કર્યો અને કરશે; તેમના પર અમે આશા રાખીએ છે કે તેઓ ફરીથી પણ અમને બચાવશે.

  6. 2 કરિંથીઓને ૧:૧૧આશરે ઈ.સ. ૬૦

    ¶ તમે પ્રાર્થનાથી અમને સહાય કરજો, કે જે કૃપાદાન ઘણાંઓની મારફતે અમને અપાયું, તેને લીધે ઘણાં અમારે માટે આભારસ્તુતિ પણ કરે.

  7. 2 કરિંથીઓને ૧:૧૨આશરે ઈ.સ. ૬૦

    ¶ કેમ કે એ બાબતે અમને અભિમાન છે અને અમારી પ્રેરકબુદ્ધિ એવી સાક્ષી આપે છે કે ભૌતિક જ્ઞાનથી નહિ પણ ઈશ્વરની કૃપાથી અમે દુનિયામાં અને વિશેષ કરીને તમારા સંબંધમાં ઈશ્વરની દ્રષ્ટિએ પવિત્રતાથી તથા શુદ્ધ મનથી વર્ત્યા.

  8. 2 કરિંથીઓને ૧:૧૩આશરે ઈ.સ. ૬૦

    પણ તમે જે વાંચો છો અને માનો છો, તેનાથી વિપરીત અમે તમને બીજી વાતો લખતા નથી; અને આશા રાખું છું, કે તેમ અંત સુધી માનશો.

  9. 2 કરિંથીઓને ૧:૧૪આશરે ઈ.સ. ૬૦

    જે રીતે તમે અમને સ્વીકાર્યાં, કે પ્રભુ ઈસુના પુનરાગમના જેમ તમે અમારા માટે, તેમ અમે તમારા માટે અભિમાનનું કારણ છીએ, તેવી આશા હું રાખું છું.

  10. 2 કરિંથીઓને ૧:૧૫આશરે ઈ.સ. ૬૦

    ¶ અને પહેલાં, એવી આશાથી હું તમારી પાસે આવવાને ઇચ્છતો હતો કે તમને બમણી કૃપા મળે;

  11. 2 કરિંથીઓને ૧:૧૬આશરે ઈ.સ. ૬૦

    તમારી પાસે થઈને મકદોનિયા જવાને અને ફરી મકદોનિયાથી તમારી પાસે આવવાને, અને તમારાથી યહૂદિયા તરફ વિદાય થવાને હું ઇચ્છતો હતો.

  12. 2 કરિંથીઓને ૧:૧૭આશરે ઈ.સ. ૬૦

    ¶ તો શું એવું ઇચ્છવામાં શું હું ઢચુપચુ કરતો હતો? અથવા જે ઇરાદો હું રાખું છું તે શું માનવીય ધોરણો પ્રમાણે રાખું છું, એવું કે મારું બોલવું હા ની ‘હા’ અને ના ની ‘ના’ હોય?

  13. 2 કરિંથીઓને ૧:૧૮આશરે ઈ.સ. ૬૦

    પણ જેમ ઈશ્વર વિશ્વાસુ છે તેમ તમારા પ્રત્યે મારી વાતમાં હા કે ના નહોતું.

  14. 2 કરિંથીઓને ૧:૧૯આશરે ઈ.સ. ૬૦

    ¶ કેમ કે ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્ત જે અમારાથી, એટલે મારાથી તથા સિલ્વાનસ અને તિમોથી ધ્વારા, તમારામાં પ્રગટ કરાયા, તે હા તથા ના ન થયા, પણ તે હા થયા.

  15. 2 કરિંથીઓને ૧:૨૦આશરે ઈ.સ. ૬૦

    કેમ કે ઈશ્વરનાં જેટલાં આશાવચનો છે તે બધામાં હા તથા તેમાં આમીન છે, એ માટે કે અમારાથી ઈશ્વરનો મહિમા થાય.

  16. 2 કરિંથીઓને ૧:૨૧આશરે ઈ.સ. ૬૦

    ¶ અને અમને તમારી સાથે ખ્રિસ્તમાં જે દૃઢ કરે છે તથા જેમણે અમારો અભિષેક કર્યો, તે તો ઈશ્વર છે;

  17. 2 કરિંથીઓને ૧:૨૨આશરે ઈ.સ. ૬૦

    તેમણે અમને મુદ્રાંકિત કર્યા અને અમારા હૃદયમાં આત્માની ખાતરી આપી છે.

  18. 2 કરિંથીઓને ૧:૨૩આશરે ઈ.સ. ૬૦

    ¶ હું ઈશ્વરને સાક્ષી રાખીને કહું છું કે તમારા પર દયા કરીને હું હજી સુધી કરિંથમાં આવ્યો નથી;

  19. 2 કરિંથીઓને ૧:૨૪આશરે ઈ.સ. ૬૦

    અમે તમારા વિશ્વાસ પર સત્તા ચલાવીએ છીએ એમ નહિ, પણ તમારા આનંદમાં સહાય કરનારા છીએ; કેમ કે તમે વિશ્વાસથી દૃઢ રહો છો.

  20. 2 કરિંથીઓને ૨:૧આશરે ઈ.સ. ૬૦

    ¶ પણ મેં પોતાને સારુ એવું નક્કી કર્યું, કે હું ફરી ખેદથી તમારી પાસે નહિ આવું.

  21. 2 કરિંથીઓને ૨:૨આશરે ઈ.સ. ૬૦

    કેમ કે જો હું તમને દુઃખી કરું, તો જે મારાથી દુઃખ પામ્યો તે વિના મને કોણ આનંદ આપે છે?

  22. 2 કરિંથીઓને ૨:૩આશરે ઈ.સ. ૬૦

    ¶ અને મેં તમને એ જ લખ્યું, એ સારુ કે જેઓથી મારે આનંદ પામવો, તેઓથી હું આવું ત્યારે મને દુઃખ ન થાય; હું તમારા બધા પર ભરોસો રાખું છું, કે મારો આનંદ તમારા સર્વનો છે.

  23. 2 કરિંથીઓને ૨:૪આશરે ઈ.સ. ૬૦

    કેમ કે ઘણી વિપત્તિથી તથા હૃદયની વેદનાથી, મેં ઘણાં આંસુઓ પાડીને તમને લખ્યું તે, એ માટે નહિ કે તમે દુઃખિત થાઓ, પણ એ માટે કે તમારા ઉપર મારો જે અતિ ઘણો પ્રેમ છે તે તમે જાણો.

  24. 2 કરિંથીઓને ૨:૫આશરે ઈ.સ. ૬૦

    ¶ પણ જો કોઈએ દુઃખ પમાડ્યું છે, તો મને નહિ, પણ કેટલેક દરજ્જે કેમ કે હું વધારે ભાર ન નાખું તમને સર્વને તેણે દુઃખી કર્યા છે.

  25. 2 કરિંથીઓને ૨:૬આશરે ઈ.સ. ૬૦

    એવા માણસને બહુમતીથી આ જે શિક્ષા થયેલી છે તે પૂરતી છે,