મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1900–1700 BC

Jacob, Joseph & Egypt

Jacob wrestles with God and becomes Israel; Joseph is sold into slavery yet rises to save the world from famine.

840 કલમો · 1 પુસ્તક આવરી લેવાયું

  1. ઊત્પત્તિ ૪૨:૧૬આશરે ઈ.પૂ. ૧૭૦૭

    તમે તમારામાંથી એકને મોકલો. તે તમારા ભાઈને લઈને અહીં આવે. તમને કેદમાં રાખવામાં આવશે. તમારી વાતની ખાતરી કરાશે કે તમે સાચું બોલો છો કે નહિ. હું તો ફારુનના સમ ખાઈને કહું છું કે તમે જાસૂસ જ છો.”

  2. ઊત્પત્તિ ૪૨:૧૭આશરે ઈ.પૂ. ૧૭૦૭

    તેણે તેઓને ત્રણ દિવસ સુધી કેદમાં પૂરી રાખ્યા.

  3. ઊત્પત્તિ ૪૨:૧૮આશરે ઈ.પૂ. ૧૭૦૭

    ¶ ત્રીજે દિવસે યૂસફે તેઓને કહ્યું, “તમે એક કામ કરો અને જીવતા રહો. કેમ કે હું ઈશ્વરથી ડરું છું.

  4. ઊત્પત્તિ ૪૨:૧૯આશરે ઈ.પૂ. ૧૭૦૭

    જો તમે પ્રમાણિક અને સાચા પુરુષો હો, તો તમારામાંનો એક ભાઈ કેદખાનામાં રહે અને બાકીના જાઓ અને દુકાળને લીધે તમારા ઘર માટે અનાજ લઈ જાઓ.

  5. ઊત્પત્તિ ૪૨:૨૦આશરે ઈ.પૂ. ૧૭૦૭

    તમારા નાના ભાઈને મારી પાસે લાવો. જેથી તમારી વાત સાચી ઠરશે અને તમે મરણને પાત્ર થશો નહિ.” તેથી તેઓએ એમ જ કર્યું.

  6. ઊત્પત્તિ ૪૨:૨૧આશરે ઈ.પૂ. ૧૭૦૭

    ¶ તેઓએ એકબીજાને કહ્યું, “નિશ્ચે આપણે આપણા ભાઈ સંબંધી અપરાધી છીએ, કેમ કે જયારે તેણે કાલાવાલા કર્યા ત્યારે આપણે તેની પીડા જોઈ, પણ તેનું સાંભળ્યું નહિ. તેથી આ સંકટ આપણા પર આવી પડ્યું છે.”

  7. ઊત્પત્તિ ૪૨:૨૨આશરે ઈ.પૂ. ૧૭૦૭

    રુબેને તેઓને ઉત્તર આપ્યો, “શું મેં તમને કહ્યું ન હતું, ‘આ છોકરા સંબંધી તમે પાપ ન કરો?’ પણ તમે માન્યું નહિ. હવે તેના લોહીનો બદલો લેવામાં આવે છે.”

  8. ઊત્પત્તિ ૪૨:૨૩આશરે ઈ.પૂ. ૧૭૦૭

    ¶ તેઓ જાણતા ન હતા કે યૂસફ તેમની વાત સમજે છે, કેમ કે તેઓની અને યૂસફની વચ્ચે દુભાષિયા મારફતે વાતચીત થતી હતી.

  9. ઊત્પત્તિ ૪૨:૨૪આશરે ઈ.પૂ. ૧૭૦૭

    યૂસફ તેના ભાઈઓની પાસેથી દૂર જઈને રડી પડ્યો. તેણે તેઓની પાસે પાછા આવીને વાત કરી. તેઓમાંથી શિમયોનને લઈને તેઓના દેખતાં તેને બાંધ્યો.

  10. ઊત્પત્તિ ૪૨:૨૫આશરે ઈ.પૂ. ૧૭૦૭

    ¶ પછી યૂસફે તેના ચાકરોને આજ્ઞા આપી કે તેઓની ગૂણોમાં અનાજ ભરો, દરેક માણસે ચૂકવેલાં નાણાં તેમની ગૂણમાં પાછાં મૂકો તથા તેઓની મુસાફરીને માટે ખાધસામગ્રી આપો. ચાકરોએ યૂસફની સૂચના પ્રમાણે કર્યું.

  11. ઊત્પત્તિ ૪૨:૨૬આશરે ઈ.પૂ. ૧૭૦૭

    ¶ તેઓ તેમનાં ગધેડાં પર અનાજ લાદીને ત્યાંથી ઘરે જવા રવાના થયા.

  12. ઊત્પત્તિ ૪૨:૨૭આશરે ઈ.પૂ. ૧૭૦૭

    રસ્તામાં રાતવાસો કર્યો ત્યારે એક ભાઈએ પોતાનાં ગધેડાંને દાણા ખવડાવવાને તેની ગૂણ છોડી, ત્યારે તેણે તેમાં પોતાનાં નાણાં જોયાં. તે તેની ગૂણમાં મૂકેલા હતાં.

  13. ઊત્પત્તિ ૪૨:૨૮આશરે ઈ.પૂ. ૧૭૦૭

    તેણે તેના ભાઈઓને કહ્યું, “મારાં નાણાં મને પાછાં મળ્યાં છે. તે મારી ગૂણમાં હતાં.” તેઓનાં મન ગભરાયા અને તેઓ ભયભીત થયા. તેઓએ કહ્યું, “ઈશ્વરે આપણને આ શું કર્યું છે?”

  14. ઊત્પત્તિ ૪૨:૨૯આશરે ઈ.પૂ. ૧૭૦૭

    ¶ તેઓ કનાન દેશમાં તેઓના પિતા યાકૂબ પાસે આવ્યા. તેઓની સાથે જે બન્યું હતું તે બધી બાબતની વાત પિતા સમક્ષ કરતાં તેઓએ કહ્યું,

  15. ઊત્પત્તિ ૪૨:૩૦આશરે ઈ.પૂ. ૧૭૦૭

    “જે માણસ તે દેશનો માલિક છે તે અમારી સાથે કઠોરતાથી વર્ત્યો અને અમને દેશના જાસૂસ ગણ્યા.

  16. ઊત્પત્તિ ૪૨:૩૧આશરે ઈ.પૂ. ૧૭૦૭

    અમે તેને કહ્યું, ‘અમે પ્રામાણિક માણસો છીએ. અમે જાસૂસ નથી.

  17. ઊત્પત્તિ ૪૨:૩૨આશરે ઈ.પૂ. ૧૭૦૭

    અમે બાર ભાઈઓ, અમારા પિતાના દીકરા છીએ. એકનો તો પત્તો નથી અને નાનો અમારા પિતાની પાસે હમણાં કનાન દેશમાં છે”

  18. ઊત્પત્તિ ૪૨:૩૩આશરે ઈ.પૂ. ૧૭૦૭

    ¶ તે માણસે એટલે દેશના માલિકે અમને કહ્યું, ‘તમે પ્રામાણિક માણસો છો એની ખાતરી માટે તમારા એક ભાઈને મારી પાસે રહેવા દો. તમે તમારા ભૂખે મરતા કુટુંબને માટે અનાજ લઈને જાઓ.

  19. ઊત્પત્તિ ૪૨:૩૪આશરે ઈ.પૂ. ૧૭૦૭

    તમે તમારા નાના ભાઈને મારી પાસે લઈ આવો. તેથી હું જાણીશ કે તમે જાસૂસ નથી, પણ પ્રામાણિક માણસો છો. પછી હું તમારા ભાઈને મુક્ત કરીને તમને પાછો આપીશ અને તમને આ દેશમાં વેપાર કરવા દઈશ એટલે શિમયોનને ત્યાં રહેવા દેવો પડ્યો છે.’”

  20. ઊત્પત્તિ ૪૨:૩૫આશરે ઈ.પૂ. ૧૭૦૭

    ¶ તેઓ પોતાની ગૂણો ખાલી કરતા હતા ત્યારે, દરેક માણસના નાણાંની થેલી તેની ગૂણમાં હતી. જયારે તેઓએ તથા તેઓના પિતાએ તેઓનાં નાણાંની થેલીઓ જોઈ ત્યારે તેઓ ખૂબ ગભરાયા.

  21. ઊત્પત્તિ ૪૨:૩૬આશરે ઈ.પૂ. ૧૭૦૭

    તેઓના પિતા યાકૂબે તેઓને કહ્યું, “ઓ મારા દીકરાઓ, તમે મને પુત્રહીન કર્યો છે. યૂસફ રહ્યો નથી, શિમયોન મિસરમાં છે અને તમે બિન્યામીનને લઈ જવા બધું જ મારી વિરુદ્ધ થાય છે.”

  22. ઊત્પત્તિ ૪૨:૩૭આશરે ઈ.પૂ. ૧૭૦૭

    ¶ રુબેને તેના પિતાને કહ્યું, “જો હું બિન્યામીનને તારી પાસે પાછો ન લાવું તો તું મારા બે દીકરાને મારી નાખજે. તેને મારા હાથમાં સોંપ અને હું તેને તારી પાસે પાછો લાવીશ.”

  23. ઊત્પત્તિ ૪૨:૩૮આશરે ઈ.પૂ. ૧૭૦૭

    યાકૂબે કહ્યું, “મારો દીકરો તમારી સાથે નહિ આવે. કેમ કે તેનો ભાઈ મરી ગયો છે અને તે એકલો રહ્યો છે. જે માર્ગે તમે જાઓ છો ત્યાં જો તેના પર વિઘ્ન આવી પડે, તો તમારાથી મારી આ વૃદ્ધાવસ્થામાં મારું મરણ થાય, તમે એવું કરવા ઇચ્છો છો.”

  24. ઊત્પત્તિ ૪૩:૧આશરે ઈ.પૂ. ૧૭૦૭

    ¶ કનાન દેશમાં ભયંકર દુકાળ તો વ્યાપેલો જ હતો.

  25. ઊત્પત્તિ ૪૩:૨આશરે ઈ.પૂ. ૧૭૦૭

    તેઓ મિસરમાંથી જે અનાજ લાવ્યા હતા, તે પૂરું થવા આવ્યું હતું ત્યારે તેઓના પિતાએ તેઓને કહ્યું, “તમે ફરીથી જઈને આપણે માટે અન્ન વેચાતું લઈ આવો.”