મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1900–1700 BC

Jacob, Joseph & Egypt

Jacob wrestles with God and becomes Israel; Joseph is sold into slavery yet rises to save the world from famine.

840 કલમો · 1 પુસ્તક આવરી લેવાયું

  1. ઊત્પત્તિ ૪૩:૨૮આશરે ઈ.પૂ. ૧૭૦૭

    ¶ તેઓએ કહ્યું, “તારો દાસ અમારો પિતા ક્ષેમકુશળ છે. તે હજી હયાત છે.” ફરીથી તેઓએ નમીને યૂસફને પ્રણામ કર્યાં.

  2. ઊત્પત્તિ ૪૩:૨૯આશરે ઈ.પૂ. ૧૭૦૭

    યૂસફે તેના ભાઈ બિન્યામીનને એટલે તેની માતાના દીકરાને જોયો અને બોલ્યો, “શું આ તમારો સૌથી નાનો ભાઈ છે કે જેના વિષે તમે મને કહ્યું હતું? “તેણે પૂછ્યું, “મારા દીકરા, તું કેમ છે? ઈશ્વરની કૃપા તારા પર થાઓ.”

  3. ઊત્પત્તિ ૪૩:૩૦આશરે ઈ.પૂ. ૧૭૦૭

    ¶ યૂસફ ઉતાવળથી ઓરડાની બહાર ચાલ્યો ગયો, કારણ કે તેના ભાઈને લીધે તેનું હૃદય ભરાઈ આવ્યું. ત્યાં જઈને તે રડ્યો.

  4. ઊત્પત્તિ ૪૩:૩૧આશરે ઈ.પૂ. ૧૭૦૭

    તેણે પોતાનો ચહેરો ધોયો અને બહાર આવ્યો. તેની લાગણીઓ દબાવી રાખીને બોલ્યો, “ચાલો, આપણે જમીએ.”

  5. ઊત્પત્તિ ૪૩:૩૨આશરે ઈ.પૂ. ૧૭૦૭

    ¶ દાસોએ યૂસફને માટે, તેના ભાઈઓને માટે તથા જે મિસરીઓ તેની સાથે જમવાના હતા તેઓને માટે અલગ અલગ ટેબલ પર ભોજન પીરસ્યું. કેમ કે મિસરીઓ હિબ્રૂઓ સાથે જમતા ન હતા, કેમ કે મિસરીઓ તેઓ સાથે અમંગળપણું લાગે છે.

  6. ઊત્પત્તિ ૪૩:૩૩આશરે ઈ.પૂ. ૧૭૦૭

    યૂસફે ભાઈઓને તેઓની ઉંમર પ્રમાણે પ્રથમજનિતથી માંડીને મોટાથી નાના સુધી દરેકને ક્રમાનુસાર બેસાડ્યા હતા. તેથી તેઓ અંદરોઅંદર વિસ્મિત થયા.

  7. ઊત્પત્તિ ૪૩:૩૪આશરે ઈ.પૂ. ૧૭૦૭

    યૂસફના ટેબલ પરના ખોરાકમાંથી ભાઈઓને પીરસવામાં આવ્યું. બિન્યામીનને બધાના કરતાં પાંચગણું વધારે પીરસાયું. તેઓ સંતોષથી જમ્યા અને યૂસફની સાથે આનંદ કર્યો. પછી પુષ્કળ પ્રમાણમાં દ્રાક્ષારસ પણ આપવામાં આવ્યો.

  8. ઊત્પત્તિ ૪૪:૧આશરે ઈ.પૂ. ૧૭૦૭

    ¶ યૂસફે તેના ઘરના કારભારીને આજ્ઞા આપી કે, “આ માણસોની ગૂણોમાં અનાજ ભરી દો. તેઓ ઊંચકી શકે તેટલું અનાજ ભરો અને દરેકની ગૂણોમાં અનાજની ઉપર તેઓએ ચૂકવેલા નાણાં પાછા મૂકીને ગૂણો બંધ કરો.

  9. ઊત્પત્તિ ૪૪:૨આશરે ઈ.પૂ. ૧૭૦૭

    મારો પ્યાલો જે ચાંદીનો છે તે તથા અનાજના નાણાં સૌથી નાના ભાઈની ગૂણમાં ઉપર મૂકો.” યૂસફે કારભારીને જેવું કહ્યું હતું તેમ તેણે કર્યું.

  10. ઊત્પત્તિ ૪૪:૩આશરે ઈ.પૂ. ૧૭૦૭

    ¶ સવાર થતાં જ તે માણસો તેમનાં ગધેડાં સાથે રવાના થયા.

  11. ઊત્પત્તિ ૪૪:૪આશરે ઈ.પૂ. ૧૭૦૭

    તેઓ શહેરની બહાર પહોંચ્યા એટલામાં તો યૂસફે પોતાના કારભારીને કહ્યું, “ઊઠ, તે માણસોનો પીછો કર. જયારે તું તેઓની પાસે પહોંચે ત્યારે તેઓને કહેજે, ‘તમે ભલાઈનો બદલો દુષ્ટતાથી શા માટે વાળ્યો છે?

  12. ઊત્પત્તિ ૪૪:૫આશરે ઈ.પૂ. ૧૭૦૭

    મારા માલિકનો પાણી પીવાનો ચાંદીનો પ્યાલો તમે કેમ ચોરી લીધો છે? એ પ્યાલાનો ઉપયોગ તો તે શુકન જોવા માટે પણ કરે છે. આ તમે જે કર્યું છે તે તો દુષ્કૃત્ય છે.’”

  13. ઊત્પત્તિ ૪૪:૬આશરે ઈ.પૂ. ૧૭૦૭

    ¶ કારભારીએ તેમની પાસે પહોંચીને તેઓને આ શબ્દો કહ્યા.

  14. ઊત્પત્તિ ૪૪:૭આશરે ઈ.પૂ. ૧૭૦૭

    તેઓએ તેને કહ્યું, “શા માટે મારો માલિક આ શબ્દો અમને કહે છે? આવું કંઈ પણ તારા સેવકો કદાપિ ન કરો!

  15. ઊત્પત્તિ ૪૪:૮આશરે ઈ.પૂ. ૧૭૦૭

    ¶ અગાઉ અમારી ગૂણોમાંથી અમને પાછાં મળેલા નાણાં જયારે અમે કનાનથી પાછા આવ્યા ત્યારે અમે તે પરત લાવ્યા હતા. તો પછી અમે તારા માલિકના ઘરમાંથી સોના અથવા ચાંદીની ચોરી શા માટે કરીએ?

  16. ઊત્પત્તિ ૪૪:૯આશરે ઈ.પૂ. ૧૭૦૭

    હવે તપાસી લે. અમારામાંથી જેની ગૂણોમાંથી પ્યાલો મળે તે માર્યો જાય. બાકીના અમે પણ મારા માલિકના ગુલામ થઈ જઈશું.”

  17. ઊત્પત્તિ ૪૪:૧૦આશરે ઈ.પૂ. ૧૭૦૭

    કારભારીએ કહ્યું, “હવે તમારા કહ્યા પ્રમાણે થશે. જેની પાસેથી તે પ્યાલો મળશે તે ગુલામ થશે અને બીજા બધા નિર્દોષ ઠરશો.”

  18. ઊત્પત્તિ ૪૪:૧૧આશરે ઈ.પૂ. ૧૭૦૭

    ¶ પછી દરેકે પોતાની ગૂણો ઝડપથી ઉતારીને જમીન પર મૂકી અને તેને ખોલી.

  19. ઊત્પત્તિ ૪૪:૧૨આશરે ઈ.પૂ. ૧૭૦૭

    કારભારીએ શોધ કરી. તેણે મોટાથી માંડીને નાના સુધીના સર્વની ગૂણો તપાસી. ત્યારે પ્યાલો બિન્યામીનની ગૂણમાંથી પકડાયો.

  20. ઊત્પત્તિ ૪૪:૧૩આશરે ઈ.પૂ. ૧૭૦૭

    તેઓએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં અને રડ્યા. તેઓ ગૂણો પાછી ગધેડાં પર મૂકીને પાછા શહેરમાં આવ્યા.

  21. ઊત્પત્તિ ૪૪:૧૪આશરે ઈ.પૂ. ૧૭૦૭

    ¶ યહૂદા તથા તેના ભાઈઓ યૂસફના ઘરે આવ્યા. તે હજુ પણ ત્યાં જ હતો. તેઓએ તેની આગળ જમીન સુધી પડીને નમન કર્યું.

  22. ઊત્પત્તિ ૪૪:૧૫આશરે ઈ.પૂ. ૧૭૦૭

    યૂસફે તેઓને કહ્યું, “તમે આ શું કર્યું છે? શું તમે જાણતા નથી કે હું શુકન જોઉં છું?”

  23. ઊત્પત્તિ ૪૪:૧૬આશરે ઈ.પૂ. ૧૭૦૭

    ¶ યહૂદા બોલ્યો, “અમે અમારા માલિકને શું કહીએ? શું મોં બતાવીએ? અમે અમારી જાતને કેવી રીતે ન્યાયી ઠરાવીએ? ઈશ્વરે અમારો અન્યાય ધ્યાનમાં લીધો છે. હવે અમે તથા જેની ગૂણમાંથી પ્યાલો મળ્યો તે તમારા ગુલામો છીએ.”

  24. ઊત્પત્તિ ૪૪:૧૭આશરે ઈ.પૂ. ૧૭૦૭

    યૂસફે કહ્યું, “એવું નહિ. બધા નહિ પણ માત્ર જેની પાસેથી પ્યાલો મળ્યો છે તે જ મારા ગુલામ તરીકે અહીં રહે. બાકીના તમે બધા શાંતિથી તમારા પિતાની પાસે પાછા જાઓ.”

  25. ઊત્પત્તિ ૪૪:૧૮આશરે ઈ.પૂ. ૧૭૦૭

    ¶ પછી યહૂદાએ તેની પાસે આવીને કહ્યું, “ઓ મારા માલિક, કૃપા કરીને તારા આ દાસને તારા કાનમાં એક વાત કહેવા દે જો કે તું ફારુન સમાન છે તો પણ તારા આ સેવક પર ક્રોધિત ન થઈશ.