- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1900–1700 BC
Jacob, Joseph & Egypt
Jacob wrestles with God and becomes Israel; Joseph is sold into slavery yet rises to save the world from famine.
આ કાળની કલમો
- ઊત્પત્તિ ૪૧:૨૩આશરે ઈ.પૂ. ૧૭૧૫
અને તેઓની પાછળ સુકાઈ ગયેલાં તથા પૂર્વના પવનથી ચીમળાઈ ગયેલાં એવાં સાત કણસલાં આવ્યાં.
- ઊત્પત્તિ ૪૧:૨૪આશરે ઈ.પૂ. ૧૭૧૫
સુકાઈ ગયેલાં કણસલાં પેલા સાત સારાં કણસલાંને ગળી ગયાં. આ સ્વપ્ન મેં જ્ઞાનીઓને કહ્યા, પણ કોઈ એવો મળ્યો નહિ કે જે મને તેનો અર્થ જણાવી શકે.”
- ઊત્પત્તિ ૪૧:૨૫આશરે ઈ.પૂ. ૧૭૧૫
¶ યૂસફે ફારુનને કહ્યું, “આપનાં સ્વપ્નો એક જેવા જ છે. ઈશ્વર જે કરવાના છે તે તેમણે આપને જણાવ્યું છે.
- ઊત્પત્તિ ૪૧:૨૬આશરે ઈ.પૂ. ૧૭૧૫
જે સાત સારી ગાયો તે સાત વર્ષો છે અને સાત સારાં કણસલાં તે પણ સાત વર્ષો છે. સ્વપ્નો તો એકસમાન જ છે.
- ઊત્પત્તિ ૪૧:૨૭આશરે ઈ.પૂ. ૧૭૧૫
¶ તેઓની પાછળ જે સુકાઈ ગયેલી તથા કદરૂપી ગાયો આવી તે સાત વર્ષ છે અને દાણા વગરના તથા પૂર્વના વાયુથી ચીમળાયેલાં જે સાત કણસલાં તે દુકાળનાં સાત વર્ષ છે.
- ઊત્પત્તિ ૪૧:૨૮આશરે ઈ.પૂ. ૧૭૧૫
જે વાત મેં ફારુનને કહી તે આ છે. ઈશ્વર જે કરવાના છે તે તેમણે આપને બતાવ્યું છે.
- ઊત્પત્તિ ૪૧:૨૯આશરે ઈ.પૂ. ૧૭૧૫
જુઓ, આખા મિસર દેશમાં ઘણી પુષ્કળતાનાં સાત વર્ષ આવશે.
- ઊત્પત્તિ ૪૧:૩૦આશરે ઈ.પૂ. ૧૭૧૫
¶ પછી દુકાળના સાત વર્ષ આવશે અને મિસર દેશમાં સર્વ પુષ્કળતા ભૂલી જવાશે અને દુકાળ દેશનો નાશ કરશે.
- ઊત્પત્તિ ૪૧:૩૧આશરે ઈ.પૂ. ૧૭૧૫
તે આવનાર દુકાળને કારણે દેશમાં પુષ્કળતા જણાશે નહિ કેમ કે તે દુકાળ બહુ કપરો હશે.
- ઊત્પત્તિ ૪૧:૩૨આશરે ઈ.પૂ. ૧૭૧૫
ફારુનને બે વાર સ્વપ્ન આવ્યાં તે એ માટે કે એ વાત ઈશ્વરે નક્કી ઠરાવી છે અને ઈશ્વર તે થોડી જ વારમાં પૂરી કરવાના છે.
- ઊત્પત્તિ ૪૧:૩૩આશરે ઈ.પૂ. ૧૭૧૫
¶ હવે ફારુને બુદ્ધિવંત તથા જ્ઞાની એવા માણસને શોધી કાઢીને તેને મિસર દેશ પર ઠરાવવો જોઈએ.
- ઊત્પત્તિ ૪૧:૩૪આશરે ઈ.પૂ. ૧૭૧૫
વળી ફારુને આમ કરવું: મિસર દેશ પર ઉપરીઓ ઠરાવવા અને પુષ્કળતાનાં સાત વર્ષ દરમિયાન પેદાશનો પાંચમો ભાગ લઈને રાજ્યભંડારમાં ભરે.
- ઊત્પત્તિ ૪૧:૩૫આશરે ઈ.પૂ. ૧૭૧૫
¶ જે સારાં વર્ષ આવશે, તેઓમાં તેઓ સઘળો ખોરાક એકઠો કરે અને ફારુનના હાથ નીચે સઘળું અનાજ નગરેનગર ખોરાકને માટે એકઠું કરીને તેને રાખી મૂકે.
- ઊત્પત્તિ ૪૧:૩૬આશરે ઈ.પૂ. ૧૭૧૫
પછી દુકાળનાં જે સાત વર્ષ મિસર દેશમાં આવશે તે માટે તે અન્ન દેશને માટે સંગ્રહ થશે. આ રીતે દુકાળથી દેશનો નાશ નહિ થાય.
- ઊત્પત્તિ ૪૧:૩૭આશરે ઈ.પૂ. ૧૭૧૫
¶ આ વાત ફારુનને તથા તેના સર્વ દાસોને સારી લાગી.
- ઊત્પત્તિ ૪૧:૩૮આશરે ઈ.પૂ. ૧૭૧૫
ફારુને પોતાના દાસોને કહ્યું, “જેનામાં ઈશ્વરનો આત્મા હોય, એવો આના જેવો અન્ય કોઈ માણસ આપણને મળે ખરો?”
- ઊત્પત્તિ ૪૧:૩૯આશરે ઈ.પૂ. ૧૭૧૫
¶ તેથી ફારુને યૂસફને કહ્યું, “ઈશ્વરે આ સર્વ તને બતાવ્યું છે, તે જોતાં તારા જેવો બુદ્ધિમાન તથા જ્ઞાની બીજો કોઈ જણાતો નથી.
- ઊત્પત્તિ ૪૧:૪૦આશરે ઈ.પૂ. ૧૭૧૫
તું મારા રાજ્યનો ઉપરી થા. મારા સર્વ લોકો તારી આજ્ઞા પ્રમાણે ચાલશે. રાજ્યાસન પર હું એકલો જ તારા કરતાં મોટો હોઈશ.”
- ઊત્પત્તિ ૪૧:૪૧આશરે ઈ.પૂ. ૧૭૧૫
ફારુને યૂસફને કહ્યું, “આજથી હું તને આખા મિસર દેશના મુખ્ય અધિકારી તરીકે નિયુક્ત કરું છું.”
- ઊત્પત્તિ ૪૧:૪૨આશરે ઈ.પૂ. ૧૭૧૫
¶ ફારુને પોતાની મુદ્રાવાળી વીંટી અધિકારના પ્રતિક તરીકે યૂસફની આંગળીએ પહેરાવી. તેને શણનાં વસ્ત્રો અને સોનાનો હાર પહેરાવ્યો.
- ઊત્પત્તિ ૪૧:૪૩આશરે ઈ.પૂ. ૧૭૧૫
તેને બીજા દરજ્જાના રથમાં બેસાડ્યો અને લોકો તેની આગળ “ઘૂંટણ ટેકવો” એમ પોકારો પાડતા. ફારુને તેને આખા મિસર દેશનો ઉપરી નિયુક્ત કર્યો.
- ઊત્પત્તિ ૪૧:૪૪આશરે ઈ.પૂ. ૧૭૧૫
¶ ફારુને યૂસફને કહ્યું, “હું ફારુન છું અને મિસરના આખા દેશમાં તારો સંપૂર્ણ અધિકાર રહેશે.”
- ઊત્પત્તિ ૪૧:૪૫આશરે ઈ.પૂ. ૧૭૧૫
ફારુને યૂસફનું નામ “સાફનાથ-પાનેઆ” પાડ્યું. ઓનના યાજક પોટીફારની પુત્રી આસનાથ સાથે તેનાં લગ્ન કરાવ્યાં. યૂસફ આખા મિસર દેશમાં સન્માન પામ્યો.
- ઊત્પત્તિ ૪૧:૪૬આશરે ઈ.પૂ. ૧૭૧૫
¶ યૂસફ મિસરના રાજા ફારુનની સમક્ષ દેશનો અધિપતિ થયો, ત્યારે તે ત્રીસ વર્ષનો હતો. તેણે આખા મિસર દેશમાં ફરીને માહિતી મેળવી.
- ઊત્પત્તિ ૪૧:૪૭આશરે ઈ.પૂ. ૧૭૧૫
પુષ્કળતાનાં સાત વર્ષમાં જમીનમાંથી પુષ્કળ અનાજ પાક્યું.