- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 605–538 BC
The Babylonian Exile
Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.
આ કાળની કલમો
- યર્મિયાનો વિલાપ ૩:૭આશરે ઈ.પૂ. ૫૮૮
તેમણે મને દીવાલથી ઘેરી લીધો છે, જેથી મારાથી બહાર નીકળાય નહિ. તેમણે ભારે સાંકળોથી મને બાંધી દીધો છે.
- યર્મિયાનો વિલાપ ૩:૮આશરે ઈ.પૂ. ૫૮૮
જ્યારે હું પોકાર કરીને સહાય માગુ છું, ત્યારે તેઓ મારી પ્રાર્થના પાછી વાળે છે.
- યર્મિયાનો વિલાપ ૩:૯આશરે ઈ.પૂ. ૫૮૮
તેમણે ઘડેલા પથ્થરોથી મારા માર્ગોને બંધ કર્યા છે; તેમણે મારા રસ્તાને વાંકાચૂંકા કર્યા છે.
- યર્મિયાનો વિલાપ ૩:૧૦આશરે ઈ.પૂ. ૫૮૮
તેઓ રીંછની જેમ સંતાઈને મારી રાહ જુએ છે અને ગુપ્તમાં રહેનાર સિંહની જેમ મને પકડવા સંતાઈ રહે છે.
- યર્મિયાનો વિલાપ ૩:૧૧આશરે ઈ.પૂ. ૫૮૮
તેમણે મારા માર્ગો મરડી નાખ્યા છે. તેમણે મને ફાડીને નિરાધાર કર્યો છે.
- યર્મિયાનો વિલાપ ૩:૧૨આશરે ઈ.પૂ. ૫૮૮
તેમણે પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે અને મને તીરના નિશાન તરીકે ઊભો રાખ્યો છે.
- યર્મિયાનો વિલાપ ૩:૧૩આશરે ઈ.પૂ. ૫૮૮
તેમણે પોતાના ભાથાનાં બાણ મારા અંતઃકરણમાં માર્યા છે.
- યર્મિયાનો વિલાપ ૩:૧૪આશરે ઈ.પૂ. ૫૮૮
હું મારા લોકો સમક્ષ હાંસીપાત્ર થયો છું અને તેઓ આખો દિવસ મને ચીડવતાં ગીતો ગાય છે.
- યર્મિયાનો વિલાપ ૩:૧૫આશરે ઈ.પૂ. ૫૮૮
તેમણે મને કડવી વેલથી ભરી દીધું છે અને મને કટુઝેરથી ભરી દીધો છે.
- યર્મિયાનો વિલાપ ૩:૧૬આશરે ઈ.પૂ. ૫૮૮
વળી તેમણે મારા દાંત કાંકરાથી ભાંગી નાખ્યા છે; તેમણે મને રાખથી ઢાંકી દીધો છે.
- યર્મિયાનો વિલાપ ૩:૧૭આશરે ઈ.પૂ. ૫૮૮
તમે મારો જીવ સુખશાંતિથી દૂર કર્યો છે; સમૃદ્ધિ શું છે તે હું ભૂલી ગયો છું.
- યર્મિયાનો વિલાપ ૩:૧૮આશરે ઈ.પૂ. ૫૮૮
તેથી મેં કહ્યું, “મારું બળ ખૂટી ગયું છે, એટલે યહોવાહ તરફથી મારી આશા નષ્ટ થઈ ગઈ છે!”
- યર્મિયાનો વિલાપ ૩:૧૯આશરે ઈ.પૂ. ૫૮૮
મારું કષ્ટ તથા મારું દુઃખ, મારી કટુતા તથા કડવાશનું સ્મરણ કરો!
- યર્મિયાનો વિલાપ ૩:૨૦આશરે ઈ.પૂ. ૫૮૮
મારો જીવ તેમનું સ્મરણ કરીને મારામાં દીન થઈ ગયો છે.
- યર્મિયાનો વિલાપ ૩:૨૧આશરે ઈ.પૂ. ૫૮૮
પણ હું તેનું મારા હૃદયમાં સ્મરણ કરું છું; મારે મને આશા છે.
- યર્મિયાનો વિલાપ ૩:૨૨આશરે ઈ.પૂ. ૫૮૮
યહોવાહની કૃપાને લીધે આપણે નાશ પામ્યા નથી, કેમ કે તેમની દયાનો કદી અંત નથી!
- યર્મિયાનો વિલાપ ૩:૨૩આશરે ઈ.પૂ. ૫૮૮
દરરોજ સવારે તમારી કૃપા નવી થાય છે, તમારું વિશ્વાસુપણું મહાન છે!
- યર્મિયાનો વિલાપ ૩:૨૪આશરે ઈ.પૂ. ૫૮૮
મારો જીવ કહે છે, “યહોવાહ મારો હિસ્સો છે;” તેથી હું તેમનામાં મારી આશા મૂકું છું.
- યર્મિયાનો વિલાપ ૩:૨૫આશરે ઈ.પૂ. ૫૮૮
જેઓ તેમની રાહ જુએ છે અને જે માણસ તેમને શોધે છે તેઓ પ્રત્યે યહોવાહ ભલા છે.
- યર્મિયાનો વિલાપ ૩:૨૬આશરે ઈ.પૂ. ૫૮૮
યહોવાહના ઉદ્ધારની આશા રાખવી અને શાંતિથી તેમના આવવાની રાહ જોવી તે સારું છે.
- યર્મિયાનો વિલાપ ૩:૨૭આશરે ઈ.પૂ. ૫૮૮
જુવાનીમાં ઝૂંસરી ઉપાડવી એ માણસને માટે સારું છે.
- યર્મિયાનો વિલાપ ૩:૨૮આશરે ઈ.પૂ. ૫૮૮
યહોવાહે તેના પર ઝૂંસરી મૂકી છે, તેથી તે એકાંતમાં બેસીને શાંત રહે.
- યર્મિયાનો વિલાપ ૩:૨૯આશરે ઈ.પૂ. ૫૮૮
તે પોતાનું મુખ ધૂળમાં નાખે, કદાચિત તેને આશા ઉત્પન્ન થાય.
- યર્મિયાનો વિલાપ ૩:૩૦આશરે ઈ.પૂ. ૫૮૮
જે તેને મારે છે તેના તરફ તે પોતાનો ગાલ ધરે. તે અપમાનથી ભરપૂર થાય.
- યર્મિયાનો વિલાપ ૩:૩૧આશરે ઈ.પૂ. ૫૮૮
કેમ કે પ્રભુ આપણને કદી પણ નકારશે નહિ!